________________
ધર્મપરીક્ષા
ઉત્તર : લક્ષણમાં “માવત્પ્રળીતશાસ્ત્રવાધિતાર્થશ્રદ્ધાનં" એ જે ભાગ છે તેમાં ભગવત્પ્રણીતશાસ્ત્ર વડે બાધિત એવા જે અર્થો... એમ તૃતીયાતત્પુરુષ સમાસ ન કરવો. પરંતુ “માવત્પ્રળીતશાસ્ત્ર વાધિતાર્થશ્રદ્ધાનું” એમ સપ્તમી તત્પુરુષ સમાસ કરવો. (સપ્તમી વિભક્તિ ગર્ભમાં છે જેને એવો સમાસ કરવો.) આમ કરવાથી પૂર્વની જેમ જ અતિવ્યાપ્તિ આવવાની વાત ઉડી જશે. (કેમકે ભગવત્પ્રણીત શાસ્ત્રમાં જે અર્થ હોય કે જે અર્થ કદાગ્રહ, કુતર્કાદિને લીધે બાધિત થયેલો હોય, ખોટો કરાતો હોય તેવા અર્થનું શ્રદ્ધાન એ આ મિથ્યાત્વ છે. એટલે એ બાધિત થયેલો અર્થ ભલે ગમે તેનાથી બાધિત થયેલો હોય પણ એ અર્થ ભગવત્પ્રણીતશાસ્ત્રમાં હોવો જોઈએ. હવે “સર્વ ક્ષળિ” એ પદાર્થ ભગવત્પ્રણીતશાસ્ત્રમાં નથી. પણ બૌદ્ધશાસ્ત્રમાં છે. એટલે “આત્મા વિના બધું ક્ષણિક” આ અર્થ બાધિત અર્થ છે. પરંતુ આ અર્થ ભગવત્પ્રણીતશાસ્ત્રમાં ન હોવાથી તે અર્થ ઉપરની શ્રદ્ધા આ મિથ્યાત્વ ન બને. માટે એ ભિક્ષુમાં અતિવ્યાપ્તિ ન આવે.
જ્યારે “જ્ડિમાળ તં" એ અર્થ ભગવત્પ્રણીતશાસ્ત્રમાં છે. એટલે “તું ત” એ જમાલિએ માનેલો અર્થ ભગવત્પ્રણીતશાસ્ત્રમાં બાધિત અર્થ છે. એટલે તેની શ્રદ્ધા એ આ મિથ્યાત્વ બને અને માટે જમાલિ વિગેરે આભિનિવેશિક કહી શકાય.)
चन्द्र० : “जिनागमे ये पदार्था दृश्यन्ते, तत्रैव विपरीतबोधं कृत्वा विपरीतपदार्थे श्रद्धानं आभिनिवेशिकमिथ्यात्वमिति" तात्पर्यार्थः । " सर्वं क्षणिकं" इति पदार्थो न जिनागमे दृश्यते, ततश्च तत्रैव " आत्मानं विना सर्वं क्षणिकं" इति विपरीतबोधं कृत्वा तत्र विपरीतपदार्थे श्रद्धानं कुर्वाणस्य भिक्षोर्नाभिनिवेशिकमिथ्यात्वमिति ।
***************
ચન્દ્ર : (“જિનાગમોમાં જે પદાર્થો દેખાય છે, તેમાં જ ઉંધો બોધ કરીને ઉંધા પદાર્થ ઉપર શ્રદ્ધા કરવી એ આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય’’એ તાત્પર્ય છે. “સર્વ ક્ષણિકં” આ પ્રમાણેનો પદાર્થ જિનાગમમાં દેખાતો નથી. તેથી તે પદાર્થમાં “આત્મા વિના બધું ક્ષણિક” એમ વિપરીત બોધ કરીને તે વિપરીત પદાર્થમાં શ્રદ્ધા કરનારા ભિક્ષુને આ મિથ્યાત્વ ન લાગે.)
यशो० : तथाप्यनाभोगात् प्रज्ञापकदोषाद्वा वितथ श्रद्धानवति सम्यग्दृष्टावतिव्याप्तिः,
चन्द्र० : "स्वरसवाहि" इतिपदस्य कृत्यं प्रदर्शयितुं प्रथमं तत्पदाभावे सम्भवन्तीमतिव्यासिं प्रदर्शयति- तथाऽपि = भिक्ष्वादौ अतिव्याप्तिनिरासेऽपि अनाभोगात् = प्रज्ञापकेन सम्यक् મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૯