________________
ધર્મપરીક્ષા
(અર્થાત્ – વ્યવહારીઓની કાયસ્થિતિ અસંખ્યપુદ્ગલપરાવર્તકાળ છે. આવા સૂત્રનો અર્થ આ પ્રમાણે કરવો કે, નિગોદરૂપ વ્યવહારીઓની-તિર્યંચરૂપ વ્યવહા૨ીની-નપુંસકરૂપ વ્યવહા૨ીની કાયસ્થિતિ અસંખ્યપુદ્ગલપરાવર્ત છે.)
આમ સૂત્રો વિશેષવ્યવહા૨ીવિષયક છે એમ માની લેવાથી બધી આપત્તિ દૂર થશે. (તે આ પ્રમાણે - અભવ્યો વ્યવહારી બની શકે છે એ નક્કી છે. હવે જો વ્યવહારીની કાયસ્થિતિ અસંખ્યપુદ્ગલપરાવર્ત માનીએ તો એ પૂર્ણ થયા બાદ વ્યવહારી જીવ વ્યવહારિત્વ છોડીને કાં તો અવ્યવહારી બને (પણ એ તો માન્ય નથી.) કાં તો મોક્ષ પામે. હવે અભવ્યોના તો મોક્ષ ન જ થાય. પરંતુ નિગોદાદિરૂપ વ્યવહા૨ીની એ કાયસ્થિતિ છે. એમ માની લેવાથી આપત્તિ દૂર થાય. અભવ્ય નિગોદાદિરૂપ વ્યવહા૨ીમાં એટલી સ્થિતિ પુરી કરી પૃથ્યાદિમાં જાય, વળી પાછા નિગોદાદિરૂપ વ્યવહા૨ી બને, વળી ત્યાંની કાયસ્થિતિ પૂર્ણ કરી વળી પાછો પૃથ્યાદિમાં જાય, આમ અનંત અનંતપુદ્ગલપરાવર્તકાળ કાઢે અને તેનો મોક્ષ થવાની આપત્તિ ન આવે.)
“આ કે બીજો કોઈક આ સૂત્રનો અભિપ્રાય છે ?’’ એ બાબતમાં બહુશ્રુતો જ પ્રમાણ છે. માત્ર તમે કે હું નહિ. (કાસ્થિતિ સ્તોત્રાદિમાં જે વ્ય.રાશિની અસંખ્યપુદ્ગલપરાવર્તકાળ સ્થિતિ બતાવી છે તે નિગોદ, તિર્યંચ, નપુસંકરૂપ વ્યવહા૨ીની જાણવી. એટલે કોઈ વાંધો ન આવે. આ જ વાત અન્યત્ર સમજી લેવી. આમ ઉપાધ્યાયજીએ કાયસ્થિતિસ્તોત્રાદિ અંગેનું સમાધાન અત્રે આપી દીધું.)
यशो० : अवश्यं च सूत्राभिप्रायः कोऽपि मृग्यः, अन्यथा बहवो भव्यास्तावदेतावतः कालात्सिध्यन्ति, अन्ये तु स्वल्पात्, अपरे तु स्वल्पतरात् यावत्केचिन्मरुदेवीस्वामिनीवत् स्वल्पेनैव कालेन सिध्यन्ति, अभव्यास्तु कदाचिदपि न सिध्यन्तीति भवभावनावृत्त्यादिवचनादभव्यानां भव्यानां च यदुक्ताधिकसंसारभेदभणनं तन्नोपपद्येत ।
***********
=
चन्द्र० : ननु किमिति मिथ्याप्रयासः सूत्राभिप्रायगवेषणे क्रियते ? यत्सूत्र उक्तं तदेव अवश्यं च इत्यादि । कोऽपि मन्तव्यं, किं गूढार्थचिन्तनेनेत्यत आह शास्त्रवचनानामविरोधसाधकः मृग्यः = गवेषणीयः । अन्यथा = सूत्रोक्तमात्रस्वीकारे बहवो भव्याः इत्यादि, अभव्यास्तु कदाचिदपि न सिध्यन्ति इत्यन्तं यदुक्तं तन्न घटते, यतोऽभव्या व्यवहारिणः सूत्रोक्तमात्रस्वीकारेऽवश्यं असंख्यपुद्गलपरावर्त्तानन्तरं मोक्षं गच्छेयुरिति । तस्मात्
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત * ૧૪૯
-