________________
ધર્મપરીક્ષા
सूत्राभिप्रायोऽवश्यं गवेषणीयः ।
तथा भवभावनेत्यादि, प्राक्प्रदर्शितभवभावनावृत्तिपाठे भव्यानामभव्यानां च अनन्तपुद्गलपरावर्त्तकालपरिभ्रमणं प्रतिपादितम् । यदि च व्यवहारिणामसंख्यपुद्गलपरावर्त्तमानैव स्थितिः स्यात्, तर्हि एते भव्या अभव्याश्च व्यवहारिणोऽपि कथं अनन्तपुद्गलपरावर्त्तान् परिभ्रमेयुरिति ।
ચન્દ્ર : (પૂર્વપક્ષ : આ બધી સૂત્રાભિપ્રાયોની ગવેષણા કરવાની શી જરૂર છે ? જે સૂત્રમાં કહ્યું છે તે સીધુ જ માની લેવાનું. નાહકની પેટ ચોળીને શૂળ ઉભી કરવાની પદ્ધતિ બરાબર નથી.)
ઉપાધ્યાયજી : શાસ્ત્રપાઠો વચ્ચેના વિરોધને દૂર કરી આપે એવો કોઈક સૂત્રાભિપ્રાય શોધવો જ જોઈએ. જો સૂત્રાભિપ્રાય ન શોધીએ અને સૂત્રમાં જેમ લખ્યું છે, એમ સીધે સીધું માની લઈએ તો મોટી મુશ્કેલી ઉભી થાય. કેમકે ઘણા ભવ્યો આટલા કાળમાં (અસંખ્યપુદ્ગલપુરાવર્ત) સિદ્ધ થાય છે. બીજા ભવ્યો તેનાથી ઓછા કાળમાં, બીજાઓ વળી તેનાથી પણ ઓછા કાળમાં...એમ કેટલાક મેરૂદેવીસ્વામિનીની જેમ અત્યંત ઓછા કાળ વડે સિદ્ધ થાય છે. અભવ્યો તો ક્યારેય સિદ્ધ થતા નથી. આ વચન શી રીતે ઘટે? સૂત્રોક્તમાત્રનો સ્વીકાર ક૨વામાં તો અભવ્યોનો મોક્ષ થવાની આપત્તિ સ્પષ્ટ જ છે.
તથા ભવભાવનાની ટીકા વિગેરેના વચન અનુસારે ભવ્યો અને અભવ્યો (વ્યવહારી)નું જે અસંખ્યપુદ્ગલપરાવર્ત કરતા વધારે કાળના સંસારનું કથન કર્યું છે, તે પણ ન ઘટે. કેમકે વ્યવહારી તો અસંખ્યપુદ્ગલપરાવર્તમાં મોક્ષ પામે જ. આ ભવ્યો અભવ્યો તો વ્યવહારી હોવા છતાં અસંખ્યપુદ્ગલપરાવર્તથી પણ વધુ એવા સંસારભેદને (જુદાજુદા પ્રકારના સંસારો એ સંસારભેદો કહેવાય.) પામેલા જ છે. તો એ ઘટે નહિ.
यशो० : यत्तु परेणोक्तं- 'यत्तु क्वचिदाधुनिकप्रकरणादौ प्रज्ञापनाद्यागमविरुद्धानि वचनानि भवन्ति, तत्र तीर्थान्तर्वर्त्तिनामसद्ग्रहाभावादनाभोग एव कारणम् ।' तथा 'अभव्या न व्यवहारिणो नाप्यव्यवहारिणः, किन्तु व्यवहारित्वादिव्यपदेशबाह्या इति ते व्यावहारिकमध्ये न विवक्षितास्तेषां सम्यक्त्वप्रतिपतितानामनन्तभागवर्त्तित्वेनाल्पत्वादि 'ति,
चन्द्र० : यत्तु = अनन्तरमेव दर्शयिष्यमाणं परेण = पूर्वपक्षेण उक्तं निजग्रन्थे । यदुक्तं तदेवाह - यत्तु इत्यादि, क्वचित् = कुत्रचिद् आधुनिकप्रकरणादौ = भवभावनावृत्त्यादौ
મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૫૦