________________
) ()))))))))
)))
કે આ વચન તો એમ સૂચવે છે કે ચક્ષુગ્રાહ્યશરીરત્વ એ જ વ્યવહારિત્વ છે. નહિ કે નું પ્રાપ્તસૂક્ષ્મનિગોદભિન્નત્વ. અને આ લક્ષણ તો સૂક્ષ્મપૃથ્વી વિગેરેમાં અવ્યાપ્ત છે.
અમે તો સૂક્ષ્મપૃથ્વી વિગેરેને અવ્યવહારી જ માનીએ છીએ એટલે તેમાં લક્ષણ ન જ જાય એ અમને ઈષ્ટ જ છે.)
ઉપાધ્યાયજી : ચક્ષુગ્રાહ્યશરીરત્વ એ તો ઉપલક્ષણ છે, પણ લક્ષણ નથી. (જો એ ૨ આ લક્ષણ હોય તો અવ્યાતિ અતિવ્યાપ્તિ અને અસંભવ દોષથી રહિત હોય. એટલે કે તમામે તમામ લક્ષ્યમાં રહેવા ઉપરાંત લક્ષ્ય સિવાયનામાં ન રહેનાર હોય. દા.ત. સાસ્ના તમામે તમામ ગાય રૂપી લક્ષ્યમાં રહે છે અને એ લક્ષ્ય સિવાયના ભેંસ વિગેરેમાં રહેતી ? નથી. એટલે એ ગાયનું લક્ષણ છે.
એટલે એને લક્ષણ ન માનતા ઉપલક્ષણ જ માનવું. ઉપલક્ષણ એટલે જે પોતાને પણ કે જણાવે અને પોતાના સિવાયના બીજા પદાર્થને પણ જણાવે. ચક્ષુગ્રાહ્યશરીરત્વ એ પોતાને ; તો વ્યવહારિત્વ તરીકે જણાવે જ છે, ઉપરાંત પ્રાપ્તસૂક્ષ્મનિગોદભિન્નત્વને પણ એ વ્યવહારી તરીકે જણાવે છે. અને એટલે સૂક્ષ્મપૃથ્યાદિક પણ વ્યવહારી જ ગણાય.
ઉપલક્ષણમાં “અવ્યાપ્તિ વિગેરે દોષોનો અભાવ હોવો...” ઈત્યાદિ આવશ્યકતા જ નથી.)
વળી આ ચક્ષુગ્રાહ્યશરીરત્વને ઉપલક્ષણ તરીકે માત્ર અમે જ નથી માનતા, તમારે રય માનવાનું જ છે. એટલે તે દૃષ્ટિએ આપણે સમાન છીએ.
(પૂર્વપક્ષ : અમે તો એને વ્યવહારિત્વનું લક્ષણ જ માનશું.)
ઉપાધ્યાયજીઃ જો એને લક્ષણ માનશો તો એને લક્ષણ માનવામાં જેમ એ લક્ષણ [ સૂક્ષ્મપૃથ્યાદિમાં ન ઘટવાથી અમને અવ્યાપ્તિદોષ આવે, તેમ એ લક્ષણ બાદરનિગોદજીવોમાં ઘટી જવાથી તમને અતિવ્યાતિદોષ આવે. (બાદરનિગોદને તમે અવ્યહારી માનો છો, જયારે એ જીવો ચક્ષુગ્રાહ્યશરીરવાળા તો છે જ. છે એટલે તમારે પણ ચક્ષુગ્રાહ્યશરીરત્વને ઉપલક્ષણ જ માનવાનું છે. અને એ રીતે અમે Fપણ એને ઉપલક્ષણ માની લઈએ છીએ એટલે પછી બાદરનિગોદજીવોને વ્યવહારી છે માનવામાં પ્રજ્ઞાપનાટીકાનો પાઠ અમને બાધક બની શકે તેમ નથી.)
「英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
寒寒寒寒寒寒寒联赛赛赛双双双双双双双双双双双双双双双双双双双双双赛规规规规赛双双双双双双双双双双双双双双双双双模双双双双双双获旗旗装装现其
મહામહોપાધ્યાય યશોવિજ્યજી વિરચિત ધર્મપરીક્ષા - નરોરીચા ટીન + ગુજરાતી વિવેચન સહિત કે ૧૨e.