________________
ધર્મપરીક્ષા સમજ જ ન જ રાજકીય કારક જજ જગ જ કમકમજોર જગ જ000મક કે ચન્દ્ર : [પૂર્વપક્ષ ઃ બાદરનિગોદજીવો સિદ્ધિ-અવચ્છિન્નવ્યવહારરાશિમાં છે કે જે કે નથી? એમ બે વિકલ્પો છે. જો “નથી” એમ બીજો વિકલ્પ સ્વીકારશો, તો બાદરનિગોદ જે જીવો કોઈક જીવના સિદ્ધિગમન રૂપ કારણ વિના જ સૂક્ષ્મનિગોદરૂપ અનાદિ વનસ્પતિમાંથી બહાર નીકળ્યા એમ અર્થપત્તિથી સિદ્ધ થયું. (તો જ “સિદ્ધિ-અવચ્છિન્ન છે નથી' એમ કહેવાય ને ?) અને તો પછી જેટલા જીવો સિદ્ધિને પામે એટલા જ જીવો હું અવ્યવહારરાશિમાંથી બહાર નિકળે એ શાસ્ત્રવચન સાથે વિરોધ આવે. કેમકે આ સિદ્ધિઅનવચ્છિન્ન બાદરનિગોદજીવો તો એમને એમ જ અવ્યવહારરાશિમાંથી નીકળી ગયા છે
ને ?
英英英英英英英英英英英英英英英英英英英英然英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
છેજો પહેલો વિકલ્પ માનો કે “બાદરનિગોદજીવો સિદ્ધિ-અવચ્છિન્ન વ્યવહારરાશિમાં છે.” તો એ તો વધારે મુશ્કેલી કરે. કેમકે “સિદ્ધો સિદ્ધિ-અવચ્છિન્નવ્યવહારરાશિથી અનંતગુણ છે” એવી વાત તો ઉપાધ્યાયજીએ સ્વીકારી છે. એટલે હવે સિદ્ધો બાદરનિગોદજીવોથી અનંતગુણ છે એ પણ સિદ્ધ થાય. આ તો માન્ય બને એમ જ નથી. એ
આમ બેય વિકલ્પ ઘટતા નથી.
સમાધાન : માટે જ સૂરિ ચક્રવર્તિ શ્રી હીરસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય શ્રીસેનસૂરીશ્વરજીએ સેનપ્રશ્નમાં કહ્યું છે કે “બાદરનિગોદ અનાદિ પણ છે” આમ જ માનવાથી કોઈ જ વિરોધ ન આવે. અનાદિ બાદરનિગોદ સિદ્ધિગમનની સંખ્યા પ્રમાણે આ અવ્યવહારરાશિમાંથી નથી આવી. એ તો અનાદિકાળથી બાદરનિગોદ જ છે.
વ્યવહારરાશિ જ છે. એટલે તે સિદ્ધિ-અનવચ્છિન્ન વ્યવહારરાશિ બને. આ સિદ્ધો કરતા જ પણ અનંતગુણ છે. જ્યારે સિદ્ધો સિદ્ધિ-અવચ્છિન્ન વ્યવહારરાશિથી અનંતગુણ છે એ છે પણ ઘટી શકે.
શંકા : પણ ઉપાધ્યાયજીએ જ શાસ્ત્રપાઠો બતાવ્યા છે ને? કે “અનાદિવનસ્પતિ” એ સૂક્ષ્મનિગોદનું જ નામ છે. બાદરનિગોદનું નહિ. હવે તમે તો બાદરનિગોદને પણ રે અનાદિ માની ને ?
સમાધાનઃ આને સમાધાન હોઈ શકે? એ અમારા ખ્યાલમાં આવતું નથી. એવો જ આશય માનવો જોઈએ કે, શાસ્ત્રમાં જ્યાં જ્યાં “અનાદિવનસ્પતિ” શબ્દ વપરાયો છે, જ
ત્યાં ત્યાં સૂક્ષ્મનિગોદની જ વિવક્ષા કરી છે એનો અર્થ એવો નથી કે બાદરનિગોદ અનાદિ ન જ હોય.
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
છે
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત કે ૧૪પ