________________
****************************
મપરીક્ષા
હોય તો માર્ગગામી કહેવાય અને બીજા કોઈ રસ્તે જાય તો ઉન્માર્ગગામી તરીકે વ્યવહાર કરાય.
એ જ રીતે તથાભવ્યત્વના યોગથી અનાદિમિથ્યાત્વમાંથી નીકળેલો જીવ જો જૈનમાર્ગનો આશરો લે તો એ માર્ગગામી કહેવાય. કેમકે “જૈનમાર્ગ જ મોક્ષમાર્ગ છે,” પણ જો શાક્ય વિગેરેના દર્શનનો કે જમાલિ વિગેરેના દર્શનનો આશરો લે તો પછી એ ઉન્માર્ગગામી તરીકે વ્યવહાર કરાય. કેમકે તેઓનું દર્શન સંસારનો માર્ગ હોવાથી અપેક્ષાએ તો એ ઉન્માર્ગ જ છે. (સંસારની અપેક્ષાએ ભલે ને માર્ગ હોય)” તો તમે કલ્પેલી પ્રક્રિયામાં તો અચ૨માવર્તી એવા શાક્ય વિગેરે પણ ઉન્માર્ગગામી નહિ થાય. કેમકે તેઓ અનાદિ અનાભોગમાં પડેલા છે.
(પૂર્વપક્ષ : ભલે, તો એમને પણ અનાભોગ જ માનો.)
ઉત્તરપક્ષ : ના, એમ માની ન શકાય. કેમકે ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે “કુપ્રવચનપાંખડીઓ = કુપ્રાવચનિકો = શાક્યાદિના પાખંડ = વ્રતનો સ્વીકાર કરનારાઓ બધા જ ઉન્માર્ગપ્રસ્થિત = ઉન્માર્ગગામી છે.”
તમારા કહ્યા પ્રમાણે તેમને ઉન્માર્ગગામી ન માનવામાં તો ઉત્તરાધ્યયનના પાઠની સાથે ચોખ્ખો વિરોધ આવે.
यशो० : किञ्च, एवं धर्मधिया विरुद्धक्रियाकरणादुन्मार्गगामित्वं यथा व्यक्तमिथ्यात्वोपष्टम्भाच्चरमपुद्गलपरावर्त्त एव तथा धर्मधिया हिंसाकरणाद्धिंसकत्वमपि तदैवेत्यचरमपुद्गलपरावर्त्तेषु हिंसकत्वादिकमपि न स्यादिति सर्वत्र त्रैराशिकमतानुसरणे जैनप्रक्रियाया मूलत एव विलोपापत्तेर्महदसमञ्जसम् ।
=
चन्द्र० : ननु उत्तराध्ययनवचनं चरमावर्त्तिकुप्रावचनिकानपेक्ष्यैव मन्तव्यम् । तथा च न कश्चिद् दोष इत्यत एतादृशस्य सूत्रार्थपरावर्त्तनस्यायुक्तियुक्तत्वेऽपि तदुपेक्ष्यान्यामपत्तिमाह किञ्च, एवं भवदुक्तरीत्या धर्मधिया = " अयं धर्मः" इति बुद्ध्या विरूद्धक्रियाकरणात् हिंसकयज्ञादिरूपा या जिनप्रवचनविरूद्धक्रिया, तत्करणाद् उन्मार्गगामित्वं यथा = दृष्टान्तार्थमिदं पदं, अनेन दृष्टान्तेन दान्तिकं साधयिष्यति ग्रन्थकृद् इति । व्यक्तमिथ्यात्वोपष्टम्भात् = व्यक्तमिथ्यात्वसाहाय्यात् चरमपुद्गलपरावर्त्त एव न तु अचरमपुद्गलपरावर्त्त इत्येवकारार्थः । अचरमावर्त्ते तु व्यक्तमिथ्यात्वाभावात् तत्साहाय्यं विना सत्यपि धर्मधिया
=
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ♦ ૬૦
=