________________
भवेत् । ननु यदि जीवानां अनन्तपुद्गलपरावर्त्तपरिभ्रमणस्वभावो नास्ति, तर्हि तस्यानन्तपुद्गलपरावर्त्ताः कथं भवेत् ? नहि स्वभावं विना एतद् भवितुमर्हति । न खलु शीतलस्वभावविरहितो वह्निः शीतलतां ददाति इत्येवं तादृशस्वभावं विना जीवानामनन्तपुद्गलपरावर्त्तभ्रमणज्ञानं न भवेदित्यभिप्रायः ।
-
ચન્દ્ર૦ : યોગબિન્દુની બે ગાથાની ટીકામાં પણ કહ્યું છે કે, “જીવનો મનુષ્ય, નરકાદિ ભાવો વડે અનાદિ સંસારમાં અનંતપુદ્ગલપરાવર્તભ્રમણ કરવાનો સ્વભાવ છે.”
તે ગાથા અને ટીકા આ પ્રમાણે છે.
ગાથાનો અર્થ : અનાદિ આ સંસાર જુદી જુદી ગતિના આશ્રયવાળો છે. એ સંસારમાં પુદ્ગલોના અનંતાપરાવર્તો તે પ્રમાણે પસાર થયેલા છે.
=
=
આ ગાથાની ટીકાનો અર્થ : અનાદિ = જેનું મૂળ પ્રથમ આરંભ નથી તે. આ = પ્રત્યક્ષથી જ જે દેખાય છે તે સંસાર = ભવ. તે કેવો છે ? તે કહે છે કે, નાનાગતિસમાશ્રય = મનુષ્ય, નારક વિગેરે વિચિત્રપર્યાયોનું પાત્ર છે. તેથી પુદ્ગલો ઔદારિકાદિવર્ગણાઓ રૂપ તમામ પુદ્ગલોના પરાવર્તો = ગ્રહણ અને ત્યાગ રૂપ પરાવર્ત આ સંસારમાં અનંતા = અર્થાત્ અનંતવાર થવાના સ્વભાવવાળા શાસ્ત્રમાં પ્રસિદ્ધ પ્રકાર વડે પસાર થઈ ચૂકેલા છે. (સાર : જીવના ભૂતકાળમાં અનંતા પુદ્ગલપરાવર્તકાળો થઈ ચૂક્યા છે. અને એ પણ નર, ના૨કાદિભવોને આશ્રયીને થયા છે. માત્ર અનાદિ નિગોદાદિ અવ્યવહારીઓને થવાની વાત નથી. એટલે વ્યવહારીઓને પણ તે અનંતપુદ્ગલપરાવર્તકાળ સિદ્ધ થાય છે.)
આવા અનંતા પુદ્ગલપરાવર્તકાળો કોનાં થાય ? તે કહે છે કે
ગાથાનો અર્થ : તમામે તમામ જીવો તેવા પ્રકારના સ્વભાવ વ્યાપારથી (તે અનંતા પુદ્ગલપરાવર્ત થયેલા છે.) પણ જીવોના તેવા પ્રકારના સ્વભાવ વિના આ પુદ્ગલપરાવર્તનો સંવિદ્ = બોધ થતો નથી. (આ પદાર્થ) સૂક્ષ્મબુદ્ધિ વડે વિચારવો.
ગાથાની ટીકાનો અર્થ : તમામ જીવોનો જે અનંતપુદ્ગલપરાવર્તપરિભ્રમણ કરવાનો સ્વભાવ છે, તેના નિયોગથી = વ્યાપારથી = પ્રવૃત્તિથી આ અનંતપુદ્ગલપરાવર્ત પસાર થાય છે. (અર્થાત્ જીવનો સ્વભાવ આમાં પ્રવૃત્તિ કરે છે, કામ કરે છે અને પરિણામે આ અનંતપુદ્ગલપરાવર્ત થાય છે.)
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ૨૮૦