________________
ધર્મપરીક્ષા
જીવના અનંતપુદ્ગલપરાવર્ત ભમવાના સ્વભાવ વિના તો આ અનંતપુદ્ગલપરાવર્તનો બોધ થતો નથી. (જો જીવનો તાદેશસ્વભાવ ન માનીએ તો “જીવનું અનંતપુદ્ગલપરાવર્તકાળ પસાર થાય છે.” એ પદાર્થ જ મનમાં ન બેસે, ન સમજાય. (જેમ પાણીનો ઠારવાનો સ્વભાવ જ ન માનો તો “પાણીથી ઠારવાનું કામ શી રીતે થતું હશે ?’” એ ન જ સમજાય. સાપનો સ્વભાવ ક્રોધ છે ક્ષમા નહિ. અને આપને જ એવું જાણવા મળે કે કોઈક સાપ ગમે તેટલા પત્થરો લાકડીઓ મારીએ તો પણ સામે ફુંફાડો મારતો નથી, ભાગી જતો નથી...તો એ ન જ સમજાય. કેમકે ક્ષમાનો સ્વભાવ જ નથી તો ક્ષમાની ક્રિયા શી રીતે ઘટે ? એમ જો જીવનો સ્વભાવ અનંતપુદ્ગલપરાવર્ત ભમવાનો ન હોય તો આ પદાર્થ ન જ સમજાય કે “તાદશસ્વભાવ વિના જીવ અનંતપુદ્ગલપરાવર્ત ભમે જ શી રીતે ?”)] સૂક્ષ્મ બુદ્ધિથી આ વાત વિચારવી.
यशो० : इति व्यावहारिकत्वेऽप्यनन्तपुद्गलपरावर्त्तभ्रमणसंभवात् तेनाभव्यानामव्यावहारिकत्वसाधनमसङ्गतमिति द्रष्टव्यम् ।
चन्द्र० : इति = प्रतिपादितानां त्रयाणां पाठानामनुसारेण व्यावहारिकत्वेऽपीत्यादि, सुगमम् । संभवात् इत्यत्रपञ्चम्या अन्वयो "नैकान्तरमणीयं " इति पदेन सह कर्त्तव्यः । - यतः प्रतिपादितपाठानुसारेण व्यावहारिकाणामप्यनन्तसंसारपरिभ्रमणं सम्यग् घटते, ततः पूर्वपक्षस्य समाहितमपि स्वमतं नैकान्तरमणीयम् - इति अन्वयार्थः ।
तेन यतोऽनन्तपुद्गलपरावर्त्तपरिभ्रमणं व्यावहारिकाणामपि भवति, तस्मात्कारणाद् अभव्यानां अव्यावहारिकत्वसाधनं = अनन्तपुद्गलपरावर्त्तकालस्थायित्वहेतुनेति शेष:, असङ्गतं व्यभिचारसद्भावादिति शेषः ।
=
ચન્દ્ર : આમ બતાવેલા ત્રણ પાઠો મુજબ વ્યાવહારિકપણામાં પણ અનંતપુદ્ગલપરાવર્ત પરિભ્રમણનો સંભવ હોવાથી પૂર્વપક્ષનો સમાધાનવાળો સ્વમત એકાંતે રમણીય નથી એ સ્પષ્ટ છે. અને એટલે “અભવ્યોને અવ્યાવહારિક તરીકે સિદ્ધ કરવા માટે કરેલું અનુમાન અસંગત છે” એમ જાણવું. (કારણ કે જ્યાં અનંત પુદ્ગલ પરાવર્ત સ્થાયિત્વ હોય ત્યાં અવ્યવહારિત્વ હોય, આ વ્યાપ્તિ વ્યવહારીઓમાં વ્યભિચારવાળી બને જ છે. બતાવેલા પાઠ મુજબ તેઓમાં હેતુ છે, છતાં અવ્યવહારિત્વ સાધ્ય નથી.)
चन्द्र० : तर्हि कायस्थितिस्तोत्रे व्यावहारिकाणां या उत्कृष्टा कायस्थितिरसंख्येयમહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત * ૮૧