________________
ધર્મપરીક્ષા
इति पदार्थः परिकल्पित इति । प्रकृते तु यत्प्रसिद्धं व्यावहारिकलक्षणं, तद् एका परिभाषा, तस्मादन्या परिभाषा किं भवता स्वीक्रियते, यदयोगादभव्यानामव्यावहारिकत्वं स्थाप्यते ? કૃતિ । અયં ભાવ: सम्यक्त्वं नाम तत्त्वार्थश्रद्धानं इति एका शास्त्रीया परिभाषा, तदनुसारेण चतुर्थगुणस्थानादारभ्य सम्यक्त्वनो भवन्ति । किन्तु चारित्रं एव सम्यक्त्वं इति परिभाषान्तरानुसारेण तु चतुर्थगुणस्थायिनो मिथ्यात्विनो भवन्ति । एवं प्रसिद्धाया व्यावहारिकपरिभाषाया अनुसारेण अभव्या व्यावहारिका भवन्ति । किन्तु पूर्वपक्षपरिकल्पितया द्वितीयपरिभाषया अभव्या अव्यवहारिणो भवन्त्यपि । ततश्चात्र महोपाध्यायाः पूर्वपक्षं पृच्छन्ति किं काचिद् अन्या परिभाषा भवता तादृशी परिकल्पिता, या अभव्येषु अघटमाना तान् अव्यवहारिणो व्यवस्थापयन्ति ? રૂતિ ।
-
ચન્દ્ર : મહોપાધ્યાજી ઃ પ્રજ્ઞાપનાવૃત્તિના અભિપ્રાયને અનુસરીને તમે અભવ્યોનું જે અવ્યવહા૨ીત્વ સિદ્ધ કરો છો, તે અવ્યવહારીત્વ અભવ્યોમાં વ્યાવહારિકજીવોનું લક્ષણ ન ઘટવાના લીધે સિદ્ધ કરો છો ? કે પછી તમે કોઈ બીજી પરિભાષાનો આશ્રય કરેલો હોવાથી સિદ્ધ કરો છો ?
(આશય એ છે કે તમે કોઈપણ હિસાબે અભવ્યોને અવ્યવહા૨ી સાબિત કરવા પ્રયત્ન કરો છો ? પણ એ શા માટે ? વ્યવહારીજીવનું લક્ષણ અભવ્યોમાં ઘટતું નથી, તે માટે ? કે પછી વ્યવહા૨ીની જે પરિભાષા પ્રસિદ્ધ છે, એ સિવાયની તમે કોઈ નવી જ પરિભાષા સ્વીકારી હોય અને એ પરિભાષાને અનુસારે એ અભવ્યોને અવ્યવહા૨ી કહો છો ?
વ્યાકરણ પ્રમાણે શબ્દનો અર્થ કરવો એને બદલે પોતાની વિવક્ષા પ્રમાણે શબ્દનો અર્થ નક્કી કરવો એ એક પરિભાષા કહેવાય. દા.ત. સાગારિક એટલે “ઘરવાળો ગૃહસ્થ” એ સંસ્કૃતવ્યાકરણ પ્રમાણેનો અર્થ છે. છેદગ્રન્થકારો પોતાની વિવક્ષા પ્રમાણે એનો “મૈથુન” એવો અર્થ કરે છે. આ એક પરિભાષા કહેવાય. એમ સમ્યક્ત્વ એટલે સાચાપણું એ વ્યુત્પત્તિ-અર્થ ગણાય. અને જૈનશાસ્ત્રકારો સમ્યક્ત્વ એટલે ભગવાનના વચન ઉપર અવિહડ શ્રદ્ધા...એ વિગેરે અર્થો કરે છે એ એક પરિભાષા છે.
આ પરિભાષા પ્રમાણે ૪થા ગુણસ્થાનકથી માંડીને બધા સમ્યક્ત્વી કહેવાય છે. પણ હવે કોઈ એવી નવી પરિભાષા બનાવે કે ચારિત્ર એ જ સમ્યક્ત્વ. તો એ પરિભાષા મુજબ તો ચોથાગુણસ્થાનવાળાઓ પણ મિથ્યાત્વી જ કહેવાય. નિશ્ચયનય આવી જ
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત * ૧૧૧