________________
ધર્મપરીક્ષા
क्रियारुचेर्लिङ्गं पुनः क्रियाकरणं भवति । यद् धर्मबुद्ध्या क्रियारुचिनिमित्तं क्रियायां धर्मबुद्ध्या या रूचिः क्रियारुचिः, तस्याः निमित्तं व्यक्तमिथ्यात्वमुक्तम् - इति । अत्र च चरमावर्त्तवर्त्तिन एव क्रियावादित्वनिमित्तं व्यक्तमिथ्यात्वमुक्तमिति सदैवाचरमावर्त्तवर्त्तिनामभव्यानां अव्यक्तमेव मिथ्यात्वमिति सिद्धम् । एतदेवाह - न चाभव्यस्येत्यादि स्पष्टम् ।
=
ચન્દ્ર : પૂર્વપક્ષ : એક જ પુદ્ગલપરાવર્તકાળ જેનો સંસાર બાકી હોય એવા ચરમાવર્તી જીવમાં જે ક્રિયાવાદી હોય, ક્રિયાવાદિત્વનું અભિભંજક એટલે કે તેમાં રહેલા ક્રિયાવાદિત્વ ને જણાવનાર, તો ધર્મબુદ્ધિથી ક્રિયામાં થનારી રુચિના કારણભૂત મિથ્યાત્વ છે. આવું જે મિથ્યાત્વ હોય તે વ્યક્ત મિથ્યાત્વ કહેવાય.
(આશય એ છે કે “આ ક્રિયા ધર્મ છે” એવી બુદ્ધિ દ્વારા એ ક્રિયામાં જે રુચિ ઉત્પન્ન થાય છે તેનું કારણ ચરમાવર્તી જીવોમાં રહેનારૂં મિથ્યાત્વ છે કે જે મિથ્યાત્વ તે જીવોની ક્રિયાવાદિતાને જણાવનાર હોય છે અને આ જ મિથ્યાત્વ વ્યક્તમિથ્યાત્વ કહેવાય છે.)
(પ્રશ્ન : વ્યક્ત મિથ્યાત્વીની આવી વ્યાખ્યા ક્યાં છે ?)
પૂર્વપક્ષ ઃ શાસ્ત્રમાં કહ્યું છે કે, તે જીવોમાં પણ જેઓનો એક પુદ્ગલપરાવર્ત સંસાર (બાકી) હોય, તેઓમાંના કેટલાકોને તથાભવ્યત્વને અનુસારે ક્રિયારુચિ થાય. (“બધા જ ચ૨માવર્તીઓ ક્રિયારુચિવાળા હોય” એવું નથી પણ ક્રિયારુચિ હોય તો ચમાવર્તીને જ હોય અને એ પણ તેના તથાભવ્યત્વના અનુસારે થાય.) આ ક્રિયારુચિનું લિંગ “ધર્મબુદ્ધિથી ક્રિયા આદરવી તે છે.” કેમકે ધર્મબુદ્ધિથી ક્રિયામાં રુચિનું કારણ વ્યક્તમિથ્યાત્વ છે. (અને આ ચ૨માવર્તીને વ્યક્તમિથ્યાત્વ હોય છે એટલે એને ક્રિયારુચિ પ્રગટે એ સ્વાભાવિક છે.)
આ સિવાયના બાકીના મિથ્યાત્વ અવ્યક્ત કહેવાય. આમ આ પાઠથી સાબિત થાય કે જેને માત્ર એક પુદ્ગલપરાવર્તકાળ સંસાર બાકી રહે તેને જ વ્યક્ત મિથ્યાત્વ હોય. હવે અભવ્યોને તો ક્યારેય પણ એક પુદ્ગલપરાવર્ત સંસાર બાકી રહે એવું બનવાનું નથી. એટલે કાયમ માટે તેમને અવ્યક્ત મિથ્યાત્વ જ હોય છે એ વાત સિદ્ધ થઈ.
यशो० : मैवं, एवं सति चरमपुद्गलपरावर्त्तातिरिक्तपुद्गलपरावर्त्तवर्त्तिनां भव्यानामप्यव्यक्तानाभोगमिथ्यात्वव्यवस्थितावाभिग्रहिकमिथ्यात्वोच्छेदप्रसङ्गात् ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત * ૬૪