________________
ધર્મપરીક્ષા
(પ્રશ્ન : આભિગ્રહિકમિથ્યાત્વી અભવ્ય પણ જ્યારે મરીને એકેન્દ્રિયાદિમાં જાય, ત્યારે તો એને એક માત્ર અનાભોગ જ હોય ને ? એટલે એ વખતે આભિગ્રહિકનો ક્ષય થવાથી તે સાન્ત બને જ. તો પછી એને અપર્યવસિત શી રીતે કહેવાય ?)
ઉત્તર ઃ એકેન્દ્રિયાદિદશામાં તો અભવ્યોનું મિથ્યાત્વ મિથ્યાત્વમાત્ર જ = અનાભોગ જ હોય છે. તેમ છતાં (“વર્તમાનકાળના પદાર્થમાં તેના ભૂતકાલીનપર્યાયનો ઉપચાર કરવો’ એ અતીતકાલનય કહેવાય. દા.ત. વર્તમાનમાં કોઈને નહિ ભણાવનાર વૃદ્ધ પુરુષ પણ ભૂતકાળમાં ઘણાઓને ભણાવનાર હોવાથી તે પુરુષ “શિક્ષક” તરીકે ઓળખાય છે, તેમ.) અતીતકાળનયને અનુસારે આ મિથ્યાત્વ પણ “આભિગ્રહિક” એ શબ્દથી વ્યવહાર કરી શકાય છે. ભૂતકાળમાં એ મિથ્યાત્વ આભિહિક હતું. એટલે વર્તમાનમાં તે અનાભોગ રૂપ હોય તો પણ ઉ૫૨ મૂજબ આભિગ્રહિક કહેવાય અને એ રીતે તે અપર્યવસિત કહી શકાય.
(આ પાઠમાં પણ સ્પષ્ટ રીતે અભવ્યોને આભિગ્રહિક મિથ્યાત્વ હોવાની વાત કરી छे.)
यशो० : नन्वेवं 'एवं अणभिग्गहियमिच्छादंसणे वि' इत्यतिदेशादनाभिग्रहिकमिथ्यात्वमप्यभव्यानां प्राप्नोतीति 'अभव्यानामाभिग्रहिकाऽनाभोगलक्षणे द्वे एव मिथ्यात्वे' इति भवतां प्रतिज्ञा विलुप्येतेति चेत् ?
=
चन्द्र० : एवं पाठद्वयात् स्वमतं खण्डितं दृष्ट्वा व्याकुलीभूतः पूर्वपक्षो ग्रन्थकृते आपत्ति दातुं समुत्सहते - नन्वेवं = स्थानांगपाठबलाद् अभव्यस्यापर्यवसितमाभिग्रहिकं सिद्ध्येत्, तर्हि “एवं अणभिग्गहियमिच्छादंसणे वि" अनन्तरमेव प्रतिपादितो य आभिग्रहिक - मिथ्यात्वस्य पाठः, तदनन्तरमेव तत्र विद्यमानाद् " एवं अनाभिग्रहिकमपि" इति अतिदेशात् = अनाभिग्रहिके आभिग्रहिकभेदसदृशताप्रदर्शकात् पाठाद् अनाभिग्रहिक-मिथ्यात्वमपि न केवलं अनाभोगमाभिग्रहिकं चैव, किन्तु अनाभिग्रहिकमपि इत्यपिशब्दार्थः । अभव्यानां प्राप्नोति । स्थानांगपाठबलाद् आभिग्रहिकानाभिग्रहिकयोः समानमेव निरूपणं कर्त्तव्यम् । ततश्च यथा सम्यक्त्वाप्राप्तेः अभव्यस्याभिग्रहिकं अपर्यवसितं तथैव सम्यक्त्वाप्राप्तेः अभव्यस्यानाभिग्रहिकमपयवसितं सेत्स्यति । इति = एवं सिद्धे सति अभव्यानामित्यादि, स्पष्टम् । प्रतिज्ञा = प्रागेव ग्रन्थकृता कृता विलुप्येतेति ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત પર
=