________________
ધમપરીક્ષા
प्रामाण्यं, तत् पुरस्कृत्य तदुद्धारस्यैव = जिनवचनार्थशङ्कोद्धरणस्यैव, न तु शङ्कादार्यकरणादेरिति एवकारार्थः । साध्वाचारत्वात् = भावसाध्वाचारत्वात् ।
तथा च साधवः सूक्ष्मार्थादिसंशये सति " तमेव सच्वं..." इत्याद्यागमं स्मृत्वा "इदं जिनवचनं, तस्मान्नात्र शङ्का करणीया, सत्यमेवेदं" इति जिनवचनप्रामाण्यं पुरस्कृत्य सूक्ष्मार्थसंशयान् दूरीकुर्वन्त्येव । एवं च युक्तमुक्तं "ते भगवद्वचनाप्रामाण्यज्ञाननिवर्त्तनीयाः” કૃતિ ।
ચન્દ્ર : સાધુઓને જે સૂક્ષ્મ અર્થોને વિશે સંશયો ઉત્પન્ન થાય છે એ પરમાત્માના વચનમાં અપ્રામાણ્યની શંકાથી ઉત્પન્ન થયેલા હોતા નથી. અર્થાત્ “ભગવાનના વચનો ખોટા હશે તો ?’’ એવી શંકાને કારણે આવો સંશય નથી થતો કે “આ પદાર્થ ખોટો હશે તો ?’” ઉલ્ટું એ શંકા તો પરમાત્માના વચનમાં પ્રામાણ્યના જ્ઞાન વડે દૂર કરવા યોગ્ય હોય છે.
(પ્રશ્ન : “સૂક્ષ્માર્થસંશયો પ્રભુવચનમાં પ્રામાણ્યના જ્ઞાન વડે દૂર કરી શકાય એમ છે” એવું તમે શા આધારે કહો છો ?)
ઉત્તર : અરે ભાઈ ! આ પ્રમાણે સાધ્વાચાર જ છે કે જ્યારે પણ સમ્યક્ત્વમોહનીયનો ઉદય થવા વિગેરે રૂપ કારણસર સૂક્ષ્માર્થાદિના સંશય પડે ત્યારે શાસ્ત્રમાં જે જિનવચનપ્રામાણ્ય બતાવેલ છે કે “તે જ નિઃશંક પણે સત્ય છે, કે જે જિનવરોએ કહેલ છે” તેવા પ્રામાણ્યને આગળ કરીને, મનમાં લાવીને ઉત્પન્ન થયેલી શંકાને દૂર કરવી.
આમ શાસ્ત્રમાં કહેલા પ્રભુવચનના પ્રામાણ્યનો પુરસ્કાર કરવા દ્વારા ઉત્પન્ન શંકાનો ઉદ્ધા૨ ક૨વો એ જ સાધુઓના આચાર છે. (એટલે અમે જે વાત કરી છે કે આ સાધુઓને થનારી શંકાઓ પ્રભુવચનમાં પ્રામાણ્યનું જ્ઞાન કરવા દ્વારા દૂર થનારી છે એ વાત એકદમ યોગ્ય છે. કેમકે શાસ્ત્રવચન પ્રમાણે શંકોદ્ધાર એ સાધ્વાચાર છે અને સાધુઓ એ આચાર પાળે એ સ્વાભાવિક છે.)
यशो० : या तु शङ्का साधूनामपि स्वरसवाहितया न निवर्त्तते सा सांशयिकमिध्यात्वरूपा सत्यनाचारापादिकैव, अत एव काङ्क्षामोहोदयादाकर्षप्रसिद्धिः । ४ ।।
चन्द्र० : ननु साधूनामपि केषाञ्चित् तादृशी सूक्ष्मार्थविषयकशङ्का दृश्यते, या न भवदुक्तरीत्या મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત × ૩૪