________________
********
ધર્મપરીક્ષા
તાદશશકાનો નિષેધ કરેલો છે તે તો મોક્ષેચ્છાથી પ્રયુક્ત એવી જ તાદશશંકાનો નિષેધ સમજવો.
અથવા તો “અભવ્યને ભવ્યાભવ્યત્વની શંકા ન હોય” એ વિષયમાં શાસ્ત્રકારો ભવ્યાભવ્યત્વપદનો અર્થ આ પ્રમાણે જ કરતા હોવા જોઈએ કે “મોક્ષયોગ્ય + મોક્ષને અયોગ્ય.”
એટલે “હું મોક્ષયોગ્ય છું કે નહિ ?” આવી શંકા બને. આ શંકા અભવ્યને ન હોવાની વાત યોગ્ય જ છે. કેમકે મોક્ષને જ નહિ માનનારા અભવ્યોને મોક્ષેચ્છાનો અભાવ હોવાથી તે શંકાથી થના૨ એવી પ્રકૃતશંકાનો સંભવ નથી જ અને પ્રકૃતશંકાનું બીજું કોઈ કારણ નથી એટલે અભવ્યને તેવી શંકા હોવાનો નિષેધ યુક્તિસંગત છે. આ અમે સંક્ષેપમાં અમારો અભિપ્રાય જણાવ્યો.)
ગાથા-૮ સંપૂર્ણ
यशो० : नन्वभव्यानामन्तस्तत्त्वशून्यानामनाभोगः सार्वदिको भवतु, आभिग्रहिकं तु कथं स्याद् ? इति भ्रान्तस्याशङ्कामपाकर्त्तुमाभिग्रहिकभेदानुपदर्शयति
चन्द्र० : एवं तावन्मिथ्यात्वपञ्चकमभिधाय तत्स्वामिनं च प्रतिपाद्याधुना प्रकृतार्थ उत्सूत्रं वदन्तं प्रकटयन्नाह - ननु इत्यादि, अन्तस्तत्त्वशून्यानां = गाढमिथ्यात्वित्वेन सर्वथाऽज्ञानान्धानां अनाभोगः तत्त्वाप्रतिपत्तिः सार्वदिकः = सर्वकालीनः भवतु, न तत्रास्माकं कश्चिद् विरोध: | आभिग्रहिकं मिथ्यात्वं तु कथं स्याद् = सर्वथाऽन्तस्तत्त्वशून्यानां अप्रज्ञापनीयताप्रयोजकं स्वस्वाभ्युपगतार्थ श्रद्धानमपि नैव सम्भवतीति न तस्याभिग्रहिकमिति उत्सूत्रप्ररूपकाभिप्रायः । इति = अनन्तरप्रतिपादितरीत्या भ्रान्तस्य = भ्रमं प्राप्तस्य ।
=
ચન્દ્ર : (આ પ્રમાણે મિથ્યાત્વપંચકનું નિરૂપણ કરીને અને તેના સ્વામીઓને જણાવીને હવે આ વિષયમાં ઉત્સૂત્ર બોલનારાને પ્રગટ કરતા ગ્રન્થકાર નવમી ગાથાની અવતરણિકા રચે છે.)
પૂર્વપક્ષ : અભવ્યો ગાઢ મિથ્યાત્વી હોવાથી અંદરખાને તો તત્ત્વથી શૂન્ય જ હોય છે. અને એટલે કાયમ માટે તેમને ગાઢ અજ્ઞાન હોવાથી અનાભોગ મિથ્યાત્વ જ ગણાય. આ બાબતમાં અમારે વિરોધ નથી. પરંતુ તેમને આભિગ્રહિક તો શી રીતે હોઈ શકે ?
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત * ૪૫