________________
૧૫
દરિયાપુરી સંપ્રદાયના ભાયચંદજી મહારાજ, શ્રમણ સંઘના મુખ્ય આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ, વગેરે અનેક સાધુ સાધીઓના ઉપદેશને તેમણે લાભ લીધેલ.
પૂર્વ સંચિત પુણ્યબલના અવલંબનથી અને ગયા જન્મના પ્રબલ ક્ષયોપશમની જાગૃતિથી તેઓશ્રી ધર્મપ્રવૃત્તિમાં એટલા મગ્ન રહેતા હતા કે સંસારચિત્ર દૃષ્ટિથી વિલીન થઈને મોક્ષ ઉપાય માટેની ધગશથી આત્મા તરળ રહેતો.
આ પહેલાં તેઓ જ્યારે માતા-પિતાની સાથે પૂજ્યશ્રી માણે કચંદજી મહારાજનાં દર્શને બોટાદ ગયેલા ત્યારે તેમના ઉપદેશની જે અસર થઈ તે પણ મુખ્ય અસર પહેલી હતી અને બીજી અસર શ્રી લાલચંદજી મહારાજની. આ બેઉ પ્રસંગોએ પૂર્વભવની બાકી રહેલી આરાધનાને પૂરી કરવાના નિમિત્તરૂપ હોઈને વખતોવખત તેઓ માતા-પિતા પાસે દીક્ષાની આજ્ઞા માગતા હતા અને તેને જવાબ તેમના પિતાશ્રી તરફથી એક જ હતો, “હજુ વાર છે. સમય પાકવા દે, જ્ઞાન અભ્યાસ વધારે.”
સાં. ૨૦૧૨ ના અષાડ સુદિ ૧૫ થી શ્રી વિનેદકુમારે પુરુષોત્તમજી મહારાજ સાહેબ પાસે વેરાવળ ચાતુર્માસ દરમ્યાન ખાસ નિયમિત રીતે દીક્ષાની તૈયારી કરવા માટે તેમની પાસે જ્ઞાનાભ્યાસ કર્યો. તેમની સાથે શ્રી પુરુષોત્તમજી મહારાજના સંસાર પક્ષના કૌટુંબિક, દીક્ષાના ભાવિક શ્રી જસરાજભાઈ પણ જ્ઞાનાભ્યાસ કરતા હતા. તેઓએ ત્યાં એવો નિર્ણય કરેલ કે શ્રી પુરુષોત્તમજી મહારાજ પાસે આપણે બંનેએ દીક્ષા લેવી. શ્રી જસરાજભાઇની દીક્ષા તિથિ પૂ. પુરુષોત્તમજી મહારાજ સાહેબે સં. ૨૦૧૩ ને જેઠ સુદ ૫ ને સોમવારે માંગરોલ મુકામે નક્કી કરી. શ્રી જસરાજભાઈ વિનોદકુમારને રાજકોટ મળ્યા. શ્રી વિનોદકુમારે શ્રી જસરાજભાઈની યથાયોગ્ય સેવા બજાવી, માંગરોળ રવાના કર્યા અને પોતે નિશ્ચયપૂર્વક દીક્ષા માટે આજ્ઞા માગી પણ