________________
લીધી હોવા છતાંય તેઓને રમણીય સ્થળો કે રમણીય યુવતીઓનું આકર્ષણ થયું નહીં, એ પૂર્વભવના ધાર્મિક સંસ્કારનો રંગ હતો અને એ રંગે જ તેમને તે બધું ન ગમ્યું અને તુરત વતન પાછા ફર્યા અને સાધુ-સાધ્વીજીનાં દર્શન કરવા ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશને લાભ લીધે અને વૈરાગ્યમાં જ મન લાગ્યું.
હુંડા વીસીના પાંચમા આરાનું વિચિત્ર વાતાવરણ જોઈ તેમને કંઈક ક્ષોભ થતો કે તુરત જ તેને ખુલાસો મેળવી લેતા અને ત્યાગ ભાવમાં સ્થિર રહેતા. દેશ પરદેશમાં પણ સામાયિક, પ્રતિક્રમણ, ચોવિહાર આદિ પચ્ચખાણ તેઓ ચૂક્યા નહીં. ઊંચી કોટિની શૈયાને ત્યાગ કરી તેઓ સૂવા માટે માત્ર એક શેતરંજી, એક ઓશીકું અને ઓઢવા માટે એક ચાદર ફક્ત વાપરતા અને પલંગ ઉપર નહીં પણ ભૂમિ પર જ શયન કરતા. અને પહેરવા માટે એક ખાદીને લે છે અને ઝભ્ભો વાપરતા. કોઈ વખતે કબજો પહેરતા. બહુ ઠંડી હોય તો વખતે સાદો ગરમ કેટ પહેરી લેતા અને મુંહપતી, પાથરણું', રજોહરણ અને બે ચાર ધાર્મિક પુસ્તકની ઝોળી સાથે રાખતા.
સંડાસમાં નહીં પણ જંગલમાં એકાંત જગ્યામાં ઘણે ભાગે શરીરની અશુચિ દૂર કરવા જતા. હાલતાં ચાલતાં, સંડાસ અને પેશાબ સંબંધીમાં જીવદયાની બરાબર જતન કરતા.
દેશમાં કે પરદેશમાં જ્યારે તેમને કેઈની સાથે મળવાનું થતું ત્યારે તેમની સાથે અહિંસામય જૈન ધર્મનું સ્વરૂપે પ્રગટ કર્યા વગર રહેતા નહીં.
દીક્ષાર્થીઓને જલદી દીક્ષા લેવાની પ્રેરણું કરતા અને એમ જ કહેતા કે જિંદગીને કોઈ ભરોસો નથી, “અસંખયં જીવિય મા પમાયએ” આયુષ્ય તૂટતાં વાર લાગતી નથી, જીવન તૂટયું સંધાતું નથી માટે ધર્મકરણીમાં સમયમાત્રને પ્રમાદ ન કરવો જોઈએ.
ગોંડલ સંપ્રદાયના ઘણાખરા પૂ. મુનિવરે અને પૂ. મહાસતીજીઓને તથા બોટાદ સંપ્રદાયના પૂ. માણેકચંદજી મહારાજ અને