________________
બા. બ્ર. શ્રી. વિનોદ મુનિનું
સંક્ષિપ્ત જીવનચરિત્ર
આ પુસ્તક બા.બ્ર. શ્રી વિનોદમુનિના સ્મરણાર્થે પ્રગટ કરવામાં આવેલ છે તેથી તેમના જીવનમાંથી અહીં સંક્ષિપ્તમાં તેઓશ્રીનું જીવનવૃત્તાંત છાપવામાં આવેલ છે.
આ પરમ વૈરાગી પુરુષને જન્મ વિક્રમ સંવત ૧૯૯૨ માં પિોર્ટ સુદાન (આફ્રિકા)માં, કે જ્યાં વિરાણી કુટુંબને વ્યાપાર આજ દિવસ સુધી ચાલુ છે, ત્યાં થયો હતો.
શ્રી વિનોદકુમારના પુણ્યવાન પિતાશ્રીનું નામ શેઠશ્રી દુર્લભજી શામજી વિરાણુ અને મહાભાગ્યવાન માતુશ્રીનું નામ મણિબહેન વિરાણું. બન્નેનું અસલ વતન રાજકોટ (સૌરાષ્ટ્ર) છે. બહેન મણિબહેન ધાર્મિક ક્રિયામાં પહેલેથી જ રુચિવાળાં હતાં, પરંતુ શ્રી. વિનોદકુમાર ગર્ભમાં આવ્યા પછી વધારે દઢધમ અને પ્રિયધર્મી બન્યાં હતાં.
પૂર્વભવના સંકારથી શ્રી વિનોદકુમારનું લક્ષ ધાર્મિક અભ્યાસ અને ત્યાગભાવ તરફ વધારે હોવા છતાં તેઓશ્રીએ નેનમેટ્રિક સુધી અભ્યાસ કરી વ્યાવહારિક કેળવણી લીધેલી અને વ્યાપારની પેઢીમાં કુશળતા બતાવેલી.
તેઓશ્રીએ યુનાઈટેડ કિંગ્ડમ, ફ્રાન્સ, બેલ્જિયમ, હોલેન્ડ, જર્મન, સ્વીટઝલેન્ડ, તેમ જ ઈટાલિ, ઇજિપ્ત, વગેરે દેશમાં પ્રવાસ કરેલ. સાં. ૨૦૦૯ ના વૈશાખ માસ, સને ૧૯૫૩ માં લંડનમાં રાણું એલીઝાબેથના રાજ્યારોહણ પ્રસંગે તેઓશ્રી લંડન ગયાં હતા. કાશ્મીરનો પ્રવાસ પણ તેમણે કરેલ. પરદેશ ફરવા છતાં પણ તેમણે કોઈ વખતે પણ કંદમૂળને આહાર વાપરેલ નહીં.
ઊગતી આવતી યુવાનીમાં તેઓશ્રીએ દુનિયાનાં રમણીય સ્થળો જેવાં કે કાશ્મીર, ઈજિપ્ત અને યુરોપનાં સુંદર સ્થળોની મુલાકાત