________________
*૪૨] गुजरातमां नैषधीयचरित उपर लखायेली टीकाओ [२५
संवत् १३९५ वर्षे कार्तिकशुदि १० शुक्रे श्रीभारतीप्रसादेन जंघरालवास्तव्य उदीच्यज्ञातीय रा० दूदासुत रा० केसव महाकाव्यनैषधपुस्तिका માસા 1 મારું મવતુ n
આ સિવાય સંઘવીના પાડાના ભંડારમાં નૈષધ'ની ત્રીજી તાડપત્રીય પ્રત પણ છે,° પરન્તુ એમાં લખ્યા સંવત્ નથી. જેસલમેરમાં પણ ઉપર નોંધેલી સં. ૧૨૯૫ વાળી હાથપ્રત ઉપરાંત ‘ નૈષધ'ની મીજી ત્રણ તાડપત્રીય પ્રતો છે, એમાંની એ પ્રતિમાં તો ‘સાહિત્યવિદ્યાધરી’ટીકા પણ લખેલી છે.` આ ત્રણ પૈકી એક પ્રતમાં લખ્યા સં. નથી, પરંતુ એ સર્વે પ્રતો તાડપત્રો ઉપર લખાયેલી છે, અને સામાન્ય રીતે વિક્રમની પંદરમી સદીના અંત પછી તાડપત્રો ઉપર લખાયેલા ગ્રન્થો મળતા નથી, ખ એ જોતાં એમાંની કોઈ પણ પ્રત પંદરમી સદીથી અર્વાચીન હોઈ શકે નહીં. લિપિના મરોડની દૃષ્ટિએ પરીક્ષા કરવામાં આવે તો એથી ઘણી જૂની પણ માલુમ પડે.
નૈષધ’ની જાનામાં જાની હાથ પ્રતો આમ ગૂજરાતે સાચવી છે, એ વસ્તુ પણ ગુજરાતના વિદ્વાનોમાં ‘નૈષધ’નો જે પ્રચાર થયો હતો તેની સૂચક છે. સંસ્કૃત સાહિત્યના આ અમૂલ્ય રતનાં આટલાં પ્રાચીન અને વિશ્વસ્ત પ્રતીકો બીજે ક્યાંય મળતાં હોય એમ મારા જાણવામાં નથી.
ગુજરાતમાં લખાયેલી ‘નૈષધ’ની ટીકાઓ
નૈષધ’નું વ્યવસ્થિત અધ્યયન-અધ્યાપન પ્રમાણમાં ગુજરાતમાં જ પહેલું થયું હોય એમ તેની સૌથી પ્રાચીન—તથા સૌથી વિદ્વત્તાપૂર્ણ—ટીકાઓ ગૂજરાતના વિદ્વાનોએ લખી છે તે ઉપરથી લાગે છે. ગુજરાતમાં લખાયેલી ‘નૈષધ’ની નીચે પ્રમાણે છ ટીકાઓ અત્યાર સુધીમાં જાણવામાં આવેલી છે.૪
. Descriptive Catatogue of Mss. of the Jain Bhandar at Pattan, p. 113.
૧૦. Tbid, p. 170.
૧૧ Catalogue of Mss, in Jesalmere Bhandar, p. 13-16–37.
૧૨. જીઓ–“અમારો અનુભવ છે ત્યાં સુધી પંદરમી સદીના અંત સુધી તાડપત્ર ઉપર લખવાનું ચાલુ રહ્યું છે. પંદરમી સદીના અસ્ત સાથે તાડપત્ર ઉપરનું લેખન પણ આથમી ગયું છે.”પુરાવિદ્ મુનિ શ્રીપુણ્યવિજયકૃત ‘ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા,' પૃ. ૨૬
૧૩. ગુજરાતના એ પહેલા ટીકાકારો વિદ્યાધર અને ચંડુ પંડિત બ્રાહ્મણો હતા. બાકીની ટીકાઓ જૈનોને હાથે લખાયેલી છે. ગુજરાતના જૈનોમાં ‘નૈષધ’નું પિરશીલન સારા પ્રમાણમાં થતું હતું. પંદરમા સૈકામાં થઈ ગયેલ ‘શાન્તિનાથ ચરિત’ના કર્તા મુનિભદ્રસૂરિ પોતાના એ મહાકાવ્યમાં ‘શ્રીહર્ષના અમૃત સૂક્તવાળા નૈષધ મહાકાવ્ય'નો ઉલ્લેખ કરે છે. સત્તરમા સૈકામાં થઈ ગયેલા, જૈન વિશ્વવિદ્યા (Cosmology )નો સુપ્રસિદ્ધ ગ્રન્થ ‘લોકપ્રકાશ ’ તથા ‘કલ્પસૂત્ર' ઉપર ‘સુબોધિકા' નામની ટીકા લખનાર પ્રતિભાશાળી વિદ્વાન ઉપાશ્ર્ચાય વિનયવિજચજીએ નૈષધાદ્રિ મહાકાવ્યોનો અભ્યાસ કર્યો હતો અને તેમના પોતાના હાથે ૧૬૮૪ના ચૈત્ર વદ ૧૦ શુક્રને દિને લખાયેલી નૈષધની ખારમા સર્ગ સુધીની રામચન્દ્ર શેષની ટીકા સાથેની પ્રત મળે છે. અરાઢમા શતકમાં થયેલા મેઘવિજય ઉપાધ્યાયે નૈષધીયસમશ્યા’ નામથી શાન્તિનાથનું ચરિત્ર લખ્યું છે. તે પાદપૂર્તિનો એક જબરો પ્રયત્ન છે. ‘નૈષધના પ્રતિશ્લોકનો એક પાદ લઈ પોતાના નવા ત્રણ પાદ ઉમેરી છ સર્ગમાં એ કાવ્ય તેમણે લખ્યું છે. મુનિભદ્રસૂરિએ પોતાના ઉપયુક્ત શાન્તિનાથચરિત્ર’માં જણાવ્યું છે તેમ “જૈનેતરોએ રચેલાં પંચમહાકાવ્યો જૈનાચાર્યો પ્રથમાભ્યાસીઓને વ્યુત્પત્તિની પ્રાપ્તિ અર્થે સતત ભણાવતા હતા.”
૧૪. ‘નૈષધ’ની ૩૪ ટીકાઓ Classical Sanskrit Literature (પૃ. ૧૮૨-૮૩)માં કૃષ્ણ૩. ૧.૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org