________________
મંજo ]
પાળનાર ચેતવંશનો સમ્રાટ્ ખારવેલ ઉદયગરીની ગુફાના લેખો ( ૧૩૪૫ થી ૧૩૫૦ ) ના લેખોથી અને હાથીગુમ્ફાના લેખથી એ મોટો રાજા હતો તે સાખીત થાય છે. એ વંશના રાજાઓ વિક્રમાદિત્યના સમયમાં મળવાન હોવાનો સંભવ છે.
शुं विक्रमादित्य महान सम्राट् हतो ?
મથુરામાં એ સમયે કૃષ્ણભક્તિ અને જૈનધર્મ અને પ્રચલિત હતા. એમાં શરૂઆતમાં સુરસેનનું રાજ્ય હતું. શૃંગ સમયના બાર રાજાઓના નામો પુરાણોમાંથી મળે છે. ઈ. સ. ના પહેલા સૈકામાં છેલ્લા રાજા બ્રહ્મમિત્રનું નામ અહિચ્છત્રના રાજા ઈન્દ્રમિત્ર સાથે મળે છે. શૂગવંશના રાજાઓ એમના ચક્રવત્ત હતા. શકોએ મથુરા જીતી લીધું હતું. શકો પણ વૈષ્ણવો બન્યા હોય એમ એમના સિક્કાઓ સૂચિત કરે છે.
કૌસંખી ( અવધ ), વિદેહ (ઉત્તર બિહાર ), કાશી, મગધ ( દક્ષિણુ બિહાર ), અંગ ( સોંગીર અને ભાગલપુર ) ના રાજાઓના સિક્કા મળે છે. પરંતુ નામ સિવાય બીજી હકીકત મળી શકી નથી.
ઈ. સ. પૂર્વે પહેલા સૈકામાં મહારાષ્ટ્ર, નાસીક અને પુના જીલ્લાઓ, ગૂજરાત, સુરાષ્ટ્ર તથા માળવાના થોડા ભાગમાં પરદેશી ક્ષત્રપોનો અધિકાર હતો. એઓ શકજાતિના હતા. પંજાબમાં યવનો ગ્રીકો )ની સત્તા આ શકોએ તોડી હતી.
[ ૪૭
ભારશૈવોના નાગ ( બ્રાહ્મણ) રાજઓ પાછળથી સાતવાહન વંશના રાજાના ખંડીઆ થયા હતા. તેઓ બુદેલ ખંડના હતા.
આ સિવાય આ સમયમાં હિંદમાં અનેક રાજાઓ નાના નાના વિસ્તારમાં રાજ્ય કરતા હતા જેમાં કેટલાક સ્વતંત્ર અને કેટલાક ખંડીઆ હતા. રાજપૂત વંશોના એ મૂળ પુરૂષો હતા. આમાંના કેટલાકના સિક્કાઓ પણ મળ્યા છે. આ રાજાઓ કોઈ મોટા સમ્રાટ્ની સામે નમી પડતા હતા. પરંતુ સાધારણ રીતે સ્વતંત્ર રહેતા હતા. પંજાબમાં યોદ્ધેય અને રાજપૂતાનામાં અર્જુન નામના રાજપૂતોના સમૂહો હતા.
Jain Education International
આ રીતે વિક્રમાદિત્યના સંવતકારના મહત્ત્વ અને પરાક્રમો સંબંધી કાંઈ પાયાદાર હકીકત મળતી નથી. એ સાધારણ રાજા હોય એમ ઘણા માને છે. કારણ કે મોટો ચક્રવત્તિ અને વિજેતા હોવાનું એકેય પ્રમાણુ ઇતિહાસ કે પુરાતત્ત્વ અતાવતું નથી.
***
*
For Private & Personal Use Only
www.jainelibrary.org