________________
९२] भारतीय विद्या
[ રૂ. ચારિત્ર્યરૂપી મહારાનિધાન સરખા ત્રણ સુવર્ણકલશો મંત્રીશ્વરે મુકાવ્યા હતા. એ ઉપરાંત બે અતિમૂલ્યવાન તોરણે ત્યાં કરાવ્યાં હતાં.
શત્રુંજય પાસે આવેલું અર્થપાલિત (અંકેવાલિયા) ગામ જે રાણક શ્રી વિરધવળની સત્તામાં હતું તે તેમની પાસેથી આ મંદિરોના પૂજનાર્ચનાર્થે અપાવ્યું. તેની નોંધ સુતકીર્તિવક્ટોનિમાં પણ આપવામાં આવી છે. પરંતુ બીજા ગ્રન્થકારોએ તે સંબંધી કાંઈ પણ ઈશારો કર્યો નથી. વધુમાં ત્યાં અશ્વાવતાર મંદિર બંધાવી મુનિસુવ્રતની મૂર્તિ બેસાર્યાનું તથા પરબ બંધાવ્યાનું જણાવ્યું છે. જ્યારે સુતસંકીર્તનકાર ત્યાં તળાવ ખોદાવ્યાનું કહે છે. પાલિતાણામાં પોતાની સ્ત્રી લલિતાના નામ ઉપરથી લલિતા સરોવર બંધાવ્યું હેવાનો ઉલ્લેખ કર્યો છે. તેની અલંકારપૂર્ણ ભાષામાં પ્રશંસા કરતાં કવિ કહે છે કે જાણે મંત્રીશની કીર્તિને પ્રકાશ કરતું હોય તેવું આ સરોવર નિર્મળ જળ યુક્ત છે. આ સરોવરની નોંધ બધા ગ્રન્થકારોએ લીધી છે. આદીશ્વર ભગવાનની પાછળ સુવર્ણનું પૃષ્ઠપટ્ટ (પુંઠીયું) કરાવી અર્પણ કર્યું. શ્રીનાભિસૂનું પ્રભુના પ્રાસાદમાં વસ્તુપાળે સુવર્ણતોરણ કરાવ્યું. ત્યાર બાદ કવિએ બન્ને મંત્રીવરોની કેટલીક યશગાથાઓ અલંકારપૂર્ણ ભાષામાં રજુ કરી છે. વસ્તુપાળે વસ્ત્રાપથના માર્ગમાં રહેલા તપસ્વિઓના શાસનનો ઉદ્ધાર કરી તેમની પાસેથી લેવાતો કર માફ કર્યો અને તેમને પ્રસન્ન કર્યા. આ હકીકત પણ નવીન છે. બીજા કોઈ ગ્રન્થમાં તે જોવામાં આવતી નથી. છેવટમાં ગ્રન્થર્તા વસ્તુપાળે શત્રુંજય ઉપર નંદીશ્વરતીર્થ અને અનુપમાસર બંધાવ્યા ઉલ્લેખ કરી યોગ્ય શબ્દોમાં પ્રશસ્યું છે. વધુમાં રૈવતકના તાપને ગામનું દાન કર્યાની હકીકત જણાવી તેનાં સુકૃતકાર્યોની નોંધ સમેટી લે છે. ઉપરોક્ત કથાનુસાર કવિ કેટલીક નવીન હકીકતો રજુ કરે છે. આથી કવિનું યાત્રાવર્ણન તેમજ ધર્મકાર્યોનું વર્ણન વધુ ચોકસાઈવાળું હોવાનું જણાય છે. અંતમાં ગ્રંથકાર વસ્તુપાળની અને તેના દાનકાર્યોની યોગ્ય શબ્દોમાં પ્રશંસા કરી ધન્યુચ માર્ચની ફલ શ્રુતિમાં કહે છે કે વિશ્વાલંકૃત કરનાર અને ગુણરત્નોના ભંડારરૂપ આ સુવર્ણ રચિત સંશાધીશ્વર ચરિત્ર સજ્જન પુરુષોના હૃદયમાનસમાં રહેલાં દુરિતોનો નાશ કરો એવો આદેશ આપી વિરમે છે. उदयप्रभसूरि अने तेमना पूर्वाचार्यो
જે સાધુ પુરુષના પુનિત વચનામૃતથી પવિત્ર બની વસ્તુપાળે મહાન દાનધર્મો કર્યા હતા તે મહાનુભાવ અને તેમના વિદ્વાન શિષ્ય ઉદયપ્રભસૂરિનો તે ગચ્છના પૂર્વાચાય સાથે ટૂંક પરિચય આપ્યા સિવાય આ નિબંધ અપૂર્ણ જ લેખાય. તેથી તેમની યથાયોગ્ય પિછાન આપવા અહીં પ્રયત્ન કર્યો છે. આ ગ્રંથના રચયિતા મુનિવર્ય ઉદયપ્રભસૂરિ સુપ્રસિદ્ધ નાગેન્દ્ર ગચ્છના હતા. તેમણે પોતાના ગચ્છનો પૂર્વપરિચય આપતાં કહ્યું છે કે “નાગેન્દ્ર ગચ્છમાં શાંતિસુધાના કલશસમાન અને સંસારમોન્સુલન તત્ત્વાદેશ આપનાર મહેન્દ્રસૂરિ થયા. તેમના પટ્ટધર શ્રી શાંતિસૂરિ થયા જેમણે દિગંબરો ઉપર વિજય મેળવ્યો હતો. તેમના પછી નાગેન્દ્રગચ્છસિંહાસનાધિરૂઢ શમદમને ધારણ કરનાર આનંદસૂરિ અને અમરચંદ્રસૂરિ થયા. વાદિચક્રવતિ આ બન્ને સૂરિઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org