________________
१२० ] भारतीय विद्या
[ વર્ષે રૂ
.
શિક્ષા કરતા. વળી, શાપને લીધે ઉચ્ચ યોનિમાંથી મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કરવો પડતો, અને તે સમયે પ્રથમ જન્મનું સ્મરણ રહેતું. મણિ, મંત્ર અને ઔષધિઓનો પ્રભાવ જાણનારાઓને અનિષ્ટનિવારણાર્થે અમુક સિદ્ધિ પ્રાપ્ત થએલી હોવાનું માનવામાં આવતું. તેઓ શરીરાન્તર કરાવી શકતા, સર્પનું ઝેર ઉતારી શકતા, અને મણિની મદદથી ભૂખ, તરસ આદિનું નિવારણ કરી શકતા. સિદ્ધ તાપસો ભવિષ્ય કહેતા. રાક્ષસો, ડાકિનીઓ, પ્રેતો અને ભૂતપિશાચોને લોકો માનતા અને યક્ષ, ભૂત આદિનું મનુષ્યને વળગણ થતું એમ માનવામાં આવતું. ભૂપિશાચો ‘ અરેબિયન નાઇટ્સ'માં જેમ કરે છે તેમ અહીં પણ મનુષ્યોને અદ્ધર ઊઠાવી સ્થળાન્તર કરાવતા, તથા તેઓ ઇચ્છાનુસાર ગમે તે રૂપ ધારણ કરી શકતા. અંજન આંજવાથી મનુષ્યને વાનર અનાવી શકાતું, ગુપ્તનિધિ પ્રકટ કરી શકાતો, તેમ જ અદૃશ્ય થવાની વિદ્યાના જાણકાર અદૃશ્ય થતા. શખ ખાનારી ડાકિની (ghoul )નું અસ્તિત્વ પણ માનવામાં આવતું. યક્ષરાક્ષસો તરફથી ઉત્પન્ન થએલા ઉપદ્રવો માટે મંત્રતંત્રના જાદુઈ ઉપચારો કરાવવામાં આવતા. રણમાં જે યોદ્ધાઓ પડતા તેમને અપ્સરાઓ વરતી એ માન્યતા પણ આ કાળમાં પ્રચલિત હતી. વળી, પક્ષીઓનાં વચનપરથી ભાવી વસ્તુઓની શક્યાશક્યતા અને કાળનો નિર્ણય કરવામાં આવતો. વિશેષમાં કિરાત લોકો મિથિલાપતિના માળકપુત્રને દેવી આગળ અલિદાન આપવા પ્રવૃત્તિ કરતા હોવાનો ઉલ્લેખ છે તેથી હલકા વર્ણના લોકોમાં નરઅલિ આપવાનો રીવાજ તે સમયમાં હોવો જોઈ એ. મહાન આપત્તિના અથવા દુઃખના સમયે આત્મઘાતનું શરણ લેવાતું, અને વૈશ્વાનર (અગ્નિ )પ્રવેશ કરીને અથવા ભૈરવજપનો કૂદકો મારીને મગર તો* પ્રતિશયન વા અનશન વ્રતથી જીવનનો અંત આણવામાં આવતો. આ પ્રમાણે રાજા કદી ભૂખે મરી પોતાના જીવનનો અંત આણવા ગંગાતટપર આવેલા વનમાં સપતીક જતો તો તેની સાથે વૃદ્ધ પૌરજનો પણ મરવા તૈયાર થતા. ગુલામીની પ્રથા તે કાળમાં ચાલુ હતી એમ જણાય છે, અને દાસ દાસીઓ વેચાતાં મળી શકતાં હતાં.
આતિથ્ય અને કરકસર
અતિથિàવો મન એ શાસ્રાદેશને પ્રમાણરૂપ ગણનાર આપણો દેશ અતિથિસત્કારમાં પાછો પડે એમ નથી, એટલે પરોણાઓનું આતિથ્ય ઉત્તમ રીતે કરવામાં આવતું એ સ્પષ્ટ જ છે. અતિથિનું યોગ્ય સ્વાગત કરી, સાન, ભોજન, શય્યા, કર્પૂરયુક્ત તાંબૂલ આદિથી તેની સરભરા કરવામાં આવતી. વળી, ગૃહિણીની કરકસર તથા આતિથ્યનું દૃષ્ટાંત ગોમિનીની વાર્તા યથાસ્થિત પૂરૂં પાડે છે, એટલે તેનું સંક્ષિપ્ત કથન કર્યા વિના આ લેખ અપૂર્ણ ગણાશે. આપણા લોકોની સાદાઈ, સ્વચ્છતા, સંતોષવૃત્તિ અને રહેણી કરણીનું તાદૃશ ચિત્ર તે ઊભું કરે છે. તે નીચે પ્રમાણે છેઃ -
ગોમિનીનું વૃત્તાંત
કાંચીપુરીના શક્તિકુમાર નામના યુવકને ગુણવાન સ્ત્રી સાથે લગ્ન કરવું હતું તેથી તેવી સ્ત્રી મેળવવાને માટે તે દેશેદેશ ભટક્યો. સાથે શાલિ ડાંગેરનું પસ્તાનું ખાંધી
* પ્રતિશયનઃ દેવ દેવતા સમક્ષ ખાધા પીધા વિના પોતાની ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થતાં સુધી, અને તે પ્રાપ્ત ન થાય તો મરતાં સુધી પડી રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org