________________
११२] भारतीय विद्या
[ રાજાઓને નીતિશાસ્ત્ર શીખવું પડતું.
રાજાઓને રાજનીતિમાં નિપુણતા પ્રાપ્ત કરવી પડતી અને એને માટે કૌટિલ્યને અર્થશાસ્ત્ર અને અભ્યાસ આવશ્યક ગણાતો. તેના અભ્યાસથી રાજનીતિદક્ષ રાજાઓ કેવી રીતે પોતાના કાર્યમાં સફળતા મેળવતા, અને વિરોધીઓને પરાજય આપતા તેનો ચિતાર આ ગ્રંથના છેલ્લા ઉદ્ઘાસમાં સરસ રીતે આપવામાં આવ્યો છે. રાજનીતિને અનુસરનારા રાજાઓને અહોરાત્ર પ્રવૃત્તિમય જીવન ગાળવું પડતું. સારા રાજા તરીકે પુણ્યવર્માને ધામિક, પ્રતાપી, સત્યવાદી, ઉદાર, નમ્ર, પ્રજાને શિક્ષા આપનાર, નોકરવર્ગને સંતુષ્ટ રાખનાર, કીર્તિમાન, બુદ્ધિમાન, રૂપગુણસંપન્ન, પુરુષાથી, શાસ્ત્રની આજ્ઞાનુસાર વર્તનાર, વિદ્વાનોને આશ્રય આપનાર, કૃતજ્ઞ, ગુણવાન, વિદ્વાન, ગુણગ્રાહી, રાજ્યના કોશાદિપર સ્વયં દેખરેખ રાખનાર, શૂરવીર, શત્રુઓનો તિરસ્કાર કરનાર, પ્રજાની સર્વ આપત્તિઓનું નિવારણ કરનાર અને મનુના ધોરણે ચાતુર્યનું પાલન કરનાર તરીકે વર્ણવવામાં આવ્યો છે. રાજા તેના અમાત્યો, સેનાપતિઓ, પુરોહિતો, દૂતો વગેરેની સલાહ અને સહાયથી પોતાનું રાજ્યતંત્ર ચલાવતો. સારા રાજાઓ ગૃહ
સ્થાશ્રમની અવધિએ પહોચ્ચેથી વાનપ્રસ્થાશ્રમ અંગીકાર કરતા. રાજ્યના સલાહકારો અને પાંચમી કતાર
અર્થશાસ્ત્રાનુસાર રાજાને નિત્ય વ્યવસાય નીચે પ્રમાણે નક્કી કરવામાં આવ્યો હતો. દિવસે:-(૧) (પ્રથમ ચોઘડીયે) આવક જાવકનો હિસાબ, (૨) ન્યાય કર્મ, (૩) સ્માન અને ભોજન, (૪) સુવર્ણપરિગ્રહણ કિંવા ભેટોનો સ્વીકાર, (૫) મંત્રીઓ સાથે રાજકાજની મસલત, (૬) આરામ, (૭) ચતુરંગ સેનાનું નિરીક્ષણ, (૮) સેનાપતિ સાથે વિગ્રહ વિષે ચિંતા.
રાત્રિએ:-(૧) રાજ્યત અને ગુપ્તચરો સાથે મંત્રણ, (૨) અભ્યાસ, (૩), (૪), (૫) નિદ્રા, (૬) શાસ્ત્રોક્ત કાર્યો, (૭) મંત્રીમંત્રણ અને દૂતપ્રેષણ, (૮) પુરોહિતને અને બ્રાહ્મણોને દાન.
રાજાઓને સારા તેમ જ નઠારા સલાહકારો મળતા. ખરાબ સલાહકારો અવળી શિખામણ આપી રાજાઓને મૃગયા, ઘત, મદિરા અને સ્ત્રીઓના છંદમાં નાખી ખરાબ કરતા. દિવસના આઠે પહેર કામમાં રચ્યો પચ્યો રહેનાર એક વેતરા જેવો રાજા કામમાંથી એક ક્ષણ પણ નવરો પડી આરામ લઈ શકતો નથી એમ કહી તેને કામમાં પ્રેરનાર રાજનીતિની હાંસી કરતા. વળી, તેઓ રાજાના મિત્રો વચ્ચે ભેદ પડાવવાનો, નવા શત્રુઓ ઊભા કરાવવાનું અને દગા ફટકાથી સામાવાળાને મળી જઈ લશ્કરનો સંહાર કરાવવાના ઉપાયો અજમાવતા, જેવા કે અશ્મક તૃપતિ વસંતભાનુના અમાત્યનો પુત્ર ચંદ્રષાલિત પોતાના પિતાએ તેને કાઢી મૂક્યો છે એવા ખોટા બહાના નીચે સામાવાળા ભોજપતિ અનન્તવમના રાજ્યમાં જઈ તે રાજાના નઠારા સલાહકાર વિહારભદ્રને પોતાના પક્ષમાં મેળવી લઈ રાજાને ખરાબ રસ્તે ચઢાવે છે. પછી તે અત્યારે પાંચમી કતારના નામથી પ્રસિદ્ધ થએલી જાસુસોની ટોળીના જેવા ઉપાયો થકી અનન્તવર્માના લશ્કરને નાશ કરે છે. તે ઉપાય આ પ્રમાણે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org