________________
સંવત ૨]
महाकवि दण्डीना समयनो हिंदुसमाज [११३ (૧) આનંદદાયક મૃગયાનાં પ્રલોભનોથી બંધ માગવાળા અરણ્યોમાં સામાવાળાએને પ્રવેશ કરાવી દ્વારપર અગ્નિ ચેતાવી બાળી નાખવા; (૨) વાઘના શિકારની લાલચ આપી તેમની પાસે તેઓનો જીવ લેવડાવવો; (૩) સારા મીઠા ફુવાઓની આશાએ દૂર નિર્જન અને નિર્જળ પ્રદેશોમાં લઈ જઈ ભૂખ ને તરસથી જીવ લેવડાવવો; (૪) પાંદડાં, ડાળીઓ વગેરેથી ઢંકાએલા ખાડાવાળા માર્ગે લઈ જઈ તેમાં પાડી નાખવા; (૫) વિષમય સોયોથી પગના કાંટા કઢાવી કાસળ કઢાવવું; (૬) જુદે જુદે સ્થળે ફેરવી પોતાના નોકરોથી છૂટા પાડી વધ કરાવવો; (૭) હરણનાં શરીર ચૂક્યાં હોય એવો દેખાવ કરી તે જ બાણવડે સંહાર કરાવવો; (૮) શરતના બહાને દુર્ગમ પર્વતો પર ચઢાવી નીચે ફેંકી દેવડાવવા; (૯) જંગલી મનુષ્યોના વેશમાં આવી સંહાર કરવો; (૧૦) પાસાનું જૂગટું, પક્ષીયુદ્ધ, મેળાઓ વગેરે જાહેર દૃશ્ય સ્થળોમાં ટોળાઓમાં બળથી પેસાડી મારામારી કરી જીવ લેવડાવવો; (૧૧) ખાનગીમાં નુકસાન કરાવી સાક્ષીઓ દ્વારા તેને પ્રસિદ્ધ કરાવી અપકીર્તિમાંથી બચવા ગુપ્તપણે નસાડી મૂકી મરાવી નંખાવવા; (૧૨) પારકી સ્ત્રીઓ સાથે મેળાપ કરાવી તેમના પતિઓનો અને ઉપપતિઓનો સંહાર કરાવીને તેમને માથે પાડી શિક્ષા કરાવવી; (૧૩) સુંદર સ્ત્રીઓ દ્વારા સંકેત સ્થળે આણું છુપાઈને ઓચિત હુમલો કરાવવો; (૧૪) દ્રવ્યનિધિ માટે ભૂમિ ખોદાવી અથવા મંત્રસાધના કરાવી તેને લીધે પડતી અડચણોના મિષે નાશ કરાવવો; (૧૫) ગાંડા હાથી પર બેસાડી અંકુશમાં ન રખાવી તેમનો વધ કરાવવો; (૧૬) તોફાની હાથીઓને એમના પર છોડાવી મૂકી નાશ કરાવો; (૧૭) વારસા માટે લડાવી મારી નંખાવી એને દોષ સામા પક્ષેપર ઢોળવો; (૧૮) વંઠેલા લોકોને મારી નાખી એમના મારનારા તરીકે એમને જાહેર કરાવી મરાવવા, (૧૯) વિષમય સ્ત્રીઓ સાથે રાતદિવસ સંભોગ કરાવી ક્ષયરોગ ઉત્પન્ન કરાવી નાશ કરાવવો; (૨૦) વસ્ત્રો, અલંકારો, માળાઓ અને ચંદનપાદિમાં ઝેર ભેળવી સંહાર કરાવવો; (૨૧) અને ચિકિત્સાના બહાને રોગ વધારી મૃત્યુવશ કરવા.
નઠારા રાજાઓ રૈયત પર અત્યાચાર કરતા અને તેમના ખરાબ સગાઓ પણ કવચિત રૈયતને રંજાડતા. વળી, સામાની ગુપ્ત વાતો જાણવા રાજાઓ જાસૂસોને કામે લગાડતા અને તેઓ યતિઓ અને જાદુગરોના વેશમાં દુશ્મનના દેશોમાં ભ્રમણ કરી બાતમી લઈ આવતા. રાજાને પોતાના પર કોઈ વિષપ્રયોગ ન કરે તેની ખાસ સંભાળ રાખવી પડતી. રાજાઓ મહેફિલો ભરતા અને તેમાં જાદુની રમત, નજરબંધી તથા કસરતના ખેલો કરાવવામાં આવતા, જેવા કે પક્ષીઓના ધ્વનિનું અનુકરણ, હાથપર કૂદકા મારવા, પગ ઊંચા કરવા, જમીનપર હથેળી રાખી માથાને ગોળ ફેરવવું, એક પગ ઊંચે કરી બીજાને સંકુચિત કરવો, બાજુએ નૃત્ય કરવું, વૃશ્ચિકની જેમ ચાલવું, અથવા મગરની જેમ ફાળ ભરવી, તથા મત્સ્યની જેમ ધસી આવવું વગેરે.
માલવપતિના રાજમહેલમાં જાદૂગર વિધેશ્વર જાદુના યાને નજરબંધીના ખેલોને માટે પ્રથમ અનુકૂળ વાતાવરણ ઉત્પન્ન કરે છે. પોતાના પરિજનોથી બનાવાતાં અનેક વાઘોના અવાજ સાથે અને મત્ત કોકિલાના ધ્વનિસમ ગાયિકાઓના મધુર સંગીત સાથે તેના ખેલ શરૂ થાય છે. જાદુગર મોરપિચ્છને ગોળ ફેરવતે પિતાના સાથીઓને ગોળ
૨.૧.૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org