________________
११०] भारतीय विद्या
[ વર્ષ રૂ મેળવે છે, અને તદર્થ આયુધ તરીકે પ્રચંડ શત્રસંહારિણી ગદા પ્રાપ્ત કરે છે. સુહ્મપતિ સુંગધન્વા વિંધ્યવાસિનીની પૂજા કરી સંતતિ મેળવે છે. આમ આખા ગ્રંથમાં સ્થળે સ્થળે દેવોની પૂજા, અર્ચનાઓ, યાત્રા તથા ઉત્સવોનો નિર્દેશ કરેલો જોવામાં આવે છે. શ્રાવસ્તીમાં શેકોત્સવ ઉજવાય છે અને તેમાં શંકરલી ગિરિસુતા અંબિકાદેવી વિરાજમાન છે. વળી, ફાગણ મહિનામાં અતઃપુરની સ્ત્રી તીર્થયાત્રોત્સવ ઉજવે છે ત્યારે તીર્થસ્થળે ગંગાજળમાં સ્ત્રીઓ જળવિહાર કરે છે. વસતસમયે માનસારની કુંવરી અવન્તિસુંદરી નગરની સીમાએ આવેલા ઉદ્યાનમાં સખીઓ સાથે આવી વસતોત્સવ ઉજવે છે અને કામદેવની પ્રતિમાનું પૂજન કરે છે. ચંપાનગરીનો રાજા સેંકડો રમણીઓથી વીંટળાઈ ઉપવનમાં પ્રકટ રીતે પૂરવાસીઓની હાજરીમાં કામોત્સવ ઉજવે છે, અને તે ઉત્સવ વિષે નગરવાસીઓને ઘોષણાથી ખબર આપવામાં આવેલી હોય છે. વળી, સુહ્મદેશના રાજા તુંગધન્વાની પુત્રી કંકાવતી એના પિતાને વિંધ્યદેવીના વરદાનથી પુત્ર અને પુત્રી મળેલાં હોઈ દેવીના આદેશાનુસાર નગરજનોની સમક્ષ અસાધારણ ચાતુર્ય અને ચાપલ્ય દર્શાવી દો ઉછાળવાની રમત રમે છે, કે જે પ્રસંગનો કવિએ કંકોત્સવ નામથી ઉલ્લેખ કરી તેને બહુ જ રસિકતાથી વર્ણવ્યો છે. રાજા રાજહંસ રાણી વસુમતીને સમતોત્સવ પિતાના મિત્રો અને રાજાઓને બોલાવી અતિ ઉત્સાહ સાથે ભવ્ય રીતે ઉજવે છે. બ્રાહ્મણે માનપ્રદ બન્યા છે,
વૈદિક કાળમાં વિશિષ્ટ જાતિપદને નહિ પામેલા અને કોઈ વિશિષ્ટ અધિકારને પ્રાપ્ત નહિ કરી શકેલા બ્રાહ્મણો આ કાળમાં સમાજમાં બહુ માનને પાત્ર બન્યા છે. તેમની ગણના શ્રેષ્ઠ કોટિમાં થવા માંડી છે, અને તેમને ભૂદેવ, મહીસૂર, ધરણસૂર વગેરે માનયુક્ત શબ્દોથી ઓળખવામાં આવે છે. રાજા યજ્ઞોમાં દક્ષિણાથી તેમનું સન્માન કરે છે, અને તેમના ગુજરાન માટે ક્ષેત્રાદિ (અહાર)નું દાન આપે છે. અથર્વવેદના બ્રાહ્મણોને ખાસ પુરોહિતના પદે નિયોજવામાં આવતા, કેમકે તેઓ મંત્રતંત્રના જાણકાર રહેતા. બ્રાહ્મણ છતાં નિંદવાલાયક આચરણ અને ચારિત્રવાળા, અને બ્રાહ્મણોના ધર્મ નહિ પાળતા હોઈ પિતાને નામના બ્રાહ્મણ કહેવડાવનાર બહુ તિરસ્કારપાત્ર ગણાતા. દક્ષિણાથી રાચનાર બ્રાહ્મણો પર સખ્ત કટાક્ષ કરવામાં આવ્યો છે. એક સ્થળે રાજાને પુરોહિત પાસે કવિ કહેવડાવે છે, “હમણાંનાં ખોટાં સ્વમાં દેખા દે છે, ગ્રહ બહુ કઠણ છે, શકુન અશુભ છે, શાંતિ કરવી જોઈએ. બધાં તેમનાં સાધનો સુવર્ણનાં બનાવેલાં હોવા જોઈએ. આમ કરવાથી કર્મ ફળદાયી બને છે. વળી, આ બ્રાહ્મણે બ્રહ્મ જેવા છે. એમની કરેલી શુભ વિધિઓ બહુ કલ્યાણકારી નીવડે છે. વળી, તેઓ કષ્ટદાયક રીતે દરિદ્રી, ઘણું બાળકોવાળા, અહર્નિશ પૂજાપાઠ કરનારા, તેજસ્વી અને હજી સુધી તમારી પાસેથી દક્ષિણા નહિ પામેલા છે. એમને આપેલું દાન સ્વર્ગીય આયુષ્ય આપનાર અને અરિષ્ટનો નાશ કરનાર નીવડે છે.” આ દક્ષિણામાં પુરોહિત બહુ મોટો ભાગ હોય છે એ ભાગ્યે જ કહેવાની જરૂર હોય. પૂજવાયોગ્ય બ્રાહ્મણકુમારને સકલ વિદ્યામાં પ્રવીણ, દેવતાને પ્રત્યક્ષ કરાવનાર, યુદ્ધમાં નિપુણ અને મણિ,મંત્ર તથા ઔષધિઓના જાણકાર તરીકે વર્ણવવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org