________________
४६] भारतीय विद्या
[ वर्ष ३ છે. અલબત્ત, એ અવન્તિનો સાધારણ રાજા હોવાની માન્યતાને જૈન સાધનો બરાબર ટેકો આપે છે. વિક્રમાદિત્ય જરૂર થઈ ગયો હોવો જોઈએ નહિ તે એનો સંવત કેમ ચાલે?
હવે જે જે ઐતિહાસિક પુરાવા મલ્યા છે તે પુરાવાઓ પ્રમાણે હિંદમાં એ સમયે કોણ કોણ રાજ્યો હતા તે આપણે અવલોકીએ. એ સમયે શકો અને માલવોની શક્તિ ઉત્તરહિદના પંજાબ વિભાગમાં વધતી જતી હતી. આ શકોએ ઉજજયિનીના ગર્દભિલ્લા રાજાને કાઢી મુક્યો હોય તે તદ્દન બનવા જોગ છે. પૈઠણરાજ સાતકણ બીજાને (સાતવાહન અથવા શાલિવાહનનો) સહકાર મેળવીને વિક્રમાદિત્યે એમને (શકોને કાઢી મુક્યા હોય તે તદ્દન સંભવિત છે. આ પરદેશી શકોએ બકટીઆના ગ્રીક લવનોના રાજ્યનો અંત આણ્યો હતો. આ બનાવ ઈસુ પહેલાં ૧૩૫ વરસે બન્યાનું અનુમાન છે. શકોનું રાજ્ય મથુરા ઉપર ઈ. સ. અગાઉના પ્રથમ સૈકામાં હતું તે એમના સિકકાઓની પ્રાપ્તિથી સાબીત થાય છે. શક સમ્રાટુ રજુબુલા અને એના ઉત્તરાધિકારી સોડાસના સિક્કાઓ મલ્યા છે. પંજાબથી તે જમના નદી સુધીના પ્રદે. શમાં એનું રાજ્ય ઈ. સ. પહેલાની સદીમાં હતું એ જણાય છે. શકોને તદ્દન મારી કાઢવા માટે તે ઇસુની ચોથી સદીને ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય જ જવાબદાર હતો.
શંગવંશને બ્રાહ્મણરાજ પુષ્યમિત્ર ઈ. સ. પૂર્વે ૧૮૫–૧૪૪ માં થઈ ગયો છે. મૌર્ય સામ્રાટમાંથી છેલ્લા રાજા બહદ્રથને મારીને એ સિંહાસન ઉપર આવ્યો હતો. યવને (ચીકો) ને હરાવી એણે કચ્છ, સૌરાષ્ટ્ર અને પંજાબ જીતી લીધાં હતાં. એનો પુત્ર અગ્નિમિત્ર મહાન વિજેતા હતો. કાલિદાસના “માલવિકાગ્નિમિત્રો એ નાયક છે. તેણે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. ઈ. સ. ૭૩ માં છેલ્લા રંગરાજા દેવભૂતિને મારીને એના કાવવંશના બ્રાહ્મણ પ્રધાને રાજય લઈ લીધું હતું. એઓનું રાજ્ય માળવા પાસે જ વિદિશામાં હતું. એ વંશ. ઈ. સ. પૂર્વે ૭૩ થી ૨૮ સુધી ચાલ્યો જણાય છે. વિક્રમાદિત્ય એ વંશના રાજાઓને સમકાલીન હતો. કોઈ ચકવ િન હતું.
આંધ્ર અથવા શાલિવાહન વંશ ખૂબ લાંબો ચાલ્યો જણાય છે (ઈ.સ. પૂર્વે ૩૨૦ થી ઈ. સ. ૨૨૫). એ વંશ પૈઠણમાંથી આવ્યો હતો. એના પહેલા રાજા સાતકર્ણએ પુષ્યમિત્રને હરાવ્યાની સંભાવના છે. ઉજ્જયિની એણે જીતી લીધું હોવાનો સંભવ છે. સાતકણી પહેલાના પૌત્રે માળવા તથા મહારાષ્ટ્ર જીતી લીધા હતા. સાતકર્ણી બીજો વિક્રમાદિત્યના સમયમાં સૌથી મોટો સમ્રાટ હતો. એણે વિક્રમાદિત્યને મદદ આપી માળવા અપાવ્યું હોય એવો સંભવ છે. એતિહાસિક પુરાવો કાંઈ નથી. પાછળથી એજ રાજાએ વિક્રમ કે તેના વંશજ પાસેથી ઉજજયિની લઈ લીધું હતું. માળવામાંથી શકોને હાંકી કાઢનાર સાતકર્ણ બીજો હતો. ભીલસાના ટીંબા ઉપરથી સાતકર્ણનો નં. ૩૪ વાળો શિલાલેખ મલ્યો છે. ઠેઠ ઈ. સ. ૨૨૫ સુધી આંધોનું મહાન સામ્રાજ્ય ચાલ્યું હતું. એને શકો ઉપર વિજય છેવટે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે સંપૂર્ણતાએ ઈસુની ચોથી સદીમાં પહોંચાડ્યો.
મહાન અશોકે કલિંગ (ઓરીસા) દેશ (ઈ.સ. પૂર્વે ૨૬૨) જીતી લીધો હતો. પરંતુ મૌર્યવંશના પતન પછી એ દેશ સ્વતંત્ર થયો હતો. એ કલિંગ વંશમાં જૈન ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org