________________
गुजरातमां बौद्धधर्मनो प्रचार
ले० - श्रीयुत धनप्रसाद चंदालाल मुनशी.
*
સૌરાષ્ટ્ર – જૂનાગઢમાં મૌર્ય સમ્રાટ્ અશોકના શિલાલેખથી ફળે છે કે મૌર્યોના શાસનકાળમાં વર્તમાન ગુજરાત–કાઠિયાવાડમાં બૌદ્ધ ધર્મ પ્રવર્તમાન થઈ ચૂક્યો હતો. મૌર્યોના ઉદય પૂર્વે અને યુદ્ધ ભગવાન નિક્ખાણ – નિર્વાણ પામ્યા તે વખતે વર્તમાન ગુજરાતમાં ઔદ્ધ ધર્મ પ્રચારમાં આવી ચૂક્યો હતો એમ ઔદ્દોની સાહિત્ય ગૂંથણીથી ખબર પડે છે. આ લેખમાં યુદ્ધના સમયનો અને કૈંક તે પહેલાંનો વર્તમાન ગુજરાતનો ઐતિહાસિક, ભૌગોલિક ચિતાર અને યુદ્ધ ધર્મ કયારે પ્રચારમાં આવ્યો એ આપવા અલ્પ પ્રયાસ કર્યો છે.
ઈસવી સન પૂર્વે ૮૦૦-એ સમય મહાજનપદ યુગ કહેવાય છે. મહાભારતના દારૂણ યુદ્ધ પછી અને મહાજનપદ યુગ સુધીનો સંકલિત ઇતિહાસ જોઈએ તેવો પ્રાપ્ત થતો નથી. બૌદ્ધોના ‘અંગુત્તર નિકાય’માં, મઝિમ દેશ-મધ્ય ભારતમાં સોળ મહાજનપદ હોવાનો ઉલ્લેખ છે. યુદ્ધદેવના સમયમાં પણ આ સોળ જનપદ અસ્તિત્વમાં હતા. ‘ અંગુત્તર નિકાય ’માં સોળ મહાજનપદની નામાવલી આ પ્રમાણે છે. (૧-૨) કાશી-કોશલ, (૩-૪) અંગ-મગધ, (૫-૬) વૃજિ - મન્ન, (૭-૮) ચેદી-વત્સ, (૯-૧૦) હુ? – પાંચાલ, (૧૧ – ૧૨) મત્સ્ય-શૂરસેન, (૧૩ – ૧૪) અશ્મક – અવન્તિ, ( ૧૫-૧૬) ગાંધાર-કોજ: આમાંના ચૌદ જનપદ મધ્ય ભારતમાં આવેલા હતા. ઔદોના ‘અંગુત્તર નિકાય’પ્રમાણે જૈનોના ‘ ભગવતી સૂત્ર’માં સોળ મહાજનપદના નામ ઉપરાંત કેટલાક ખીજા દેશોની નામાવલી વિશેષ મળે છે (‘અનુત્તર નિકાય’ કરતાં ‘ભગવતી સૂત્ર’ કેટલાક સૈકા પછીનો ગ્રન્થ હોવાનું મનાય છે). મહાભારતના કર્ણપર્વમાં જનપદ રચવા પ્રાના સ્થળ નિવાસનો નિર્દેશ છે.
જૂના બૌદ્ધ સાહિત્યમાં ઉત્તરાપથ અને દક્ષિણાપથનો ઉલ્લેખ મળે છે. ડૉ. રાઈસ ડેવીડ્સ જણાવે છે કે સોળ મહાજનપદ સિવાય બીજા નાના નાના ગણ રાજ્યો અને જનપદો ભારતવર્ષમાં પથરાયેલા હતા. આ સાહિત્યમાં પાશ્ચાત્ય દેશ – અપરાન્તનો ઉલ્લેખ મળતો નથી; પણ પશ્ચિમ સાગર તટના પ્રાચીન નગરો સિન્ધુ – સૌવીરનું પાટન
Jain Education International
૧ અંગુત્તર નિકચ પુ. ૧, 'પૃષ્ઠ ૨૧૩; પુ. ૪, પૃષ્ઠ ૨પર, ૨૫૬,૨૬૦.
૨ મઝિમંદેશ – મધ્ય ભારત એ પ્રાચીન આર્યાવર્તે. ખોદ્ધ અને બ્રાહ્મણ સાહિત્યમાં આ પ્રદેશની સીમા મળે છે. પ્રાચીન સૂત્ર ચુગમાં– ઔદ્ધાયનના ધર્મસૂત્રમાં આર્યાવર્તની–મદેશની પૂર્વસીમા જયાં સરસ્વતી નદી અદ્રશ્ય થઈ તે સ્થળ, પશ્ચિમે કાલકવન (પ્રયાગ આગળનો કેટલોક વિભાગ–કનિંગહામની હિંદની પ્રાચીન ભૂગોળ - એસ. એન. મજુમદાર કૃત. પ્રસ્તાવના નોંધ – ૧ પૃષ્ઠ ૬૦) ઉત્તરે પારિચાત્ર અને દક્ષિણે હિમાલય બૌદ્ધાય ધર્મસૂત્ર ૧,૧-૨-ક અને વશિષ્ઠ ૧-૮], મનુ ભગવાનના ધર્મરાસમાં આર્યાવર્તની દક્ષિણ તિબાધી ઉત્તરે હિમાલય, પશ્ચિમ વિંનશન અથવા અંશ ( જ્યાં સરસ્વતી પટ્સ્થ થઈ તે સુધીનું સ્થળ ), અને પ્રયાગ પૂર્નસીમાડો, પુરાણમાં મધ્યદેશની સીમા મનુના ધર્મશાસ્ત્ર પ્રમાણે જ આલેખેલી મળેછે.
For Private & Personal Use Only
www.jainelibrary.org