________________
કર] મારતીય વિદ્યા
[વર્ષ આમ, દરેક બોલનાર બોલતા હોય છે ત્યારે સાદ્રશ્યમૂલક રૂપે સતત સરયે જતો હોય છે એ સ્પષ્ટ છે. તેથી [૧] સ્મૃતિ દ્વારા પુનઃસર્જન અને [૨] સાહચર્ય દ્વારા અભિનવ ઘડતરઃ આ બે સાદૃશ્યના અનિવાર્ય ઘટકો છે.
અને ઉચ્ચારણઅવયવો (vocal organs) દ્વારા ભાષાનું ઉત્પાદન અને આ ઉત્પાદનના મૂળમાં પ્રવર્તી રહેલા માનસિક વ્યાપારોઃ એ બે વચ્ચેનો પરસ્પર સંબંધ–અર્થાત ભાષાની પાછળ રહેલું માનસશાસ્ત્ર (psychology of speech)-જરા ધ્યાનપૂર્વક તપાસીએ તો આ સાતૃશ્યના તત્ત્વનું આવું સ્વરૂપ અને વર્ચસ્વ શા કારણેને લીધે છે તે આપણાથી સારી રીતે સમજી શકાય. પ્રથમ આપણે પાઉલના પૃથક્કરણે આપેલાં બીજકોનો જ વિસ્તાર કરવાનો છે, અને પછી તેને આધારે આગળ વિચાર કરીશું.
શબ્દઉત્પાદનના પૂર્વવ્યાપાર શબ્દોનો ઉત્પાદન વ્યાપાર તપાસતાં બે અગત્યની ઘટનાઓ તરફ આપણું લક્ષ ખેંચાય છે. પ્રથમ તો જે શબ્દો આપણા ઉચ્ચારણવ્યાપારને લીધે વ્યક્ત થાય છે, તે શબ્દો કોઈ પણ જાતના પૂર્વ સંબંધ વિના, તદ્દન અદ્ધરથી જ નવા સરજાઈને બહાર પડે છે, એવું નથી. સામાન્યરીતે આપણું નાની વયથી આસપાસના સમાજમાં જે ભાષા પ્રચલિત હોય તેને આપણે આંતરિક અનુકરણશક્તિ દ્વારા સ્વભાષા તરીકે અપનાવતા આવીએ છીએ. જે જે શબ્દોના વપરાશથી આપણે જાણતા થઈએ છીએ, તેમને આપણી સ્મૃતિમાં સંઘરીએ છીએ. સાંભળવામાં આવતા શબ્દોનાં બિંબ કે આકૃતિ (verbal image) તેમની ધ્વનિસામગ્રી અને અર્થસામગ્રી સાથે આપણું સ્મૃતિ પર અંકિત થઈ જાય છે. એટલે આપણે વિચારોને વાણી દ્વારા
વ્યક્ત કરવા હોય છે, ત્યારે સામાન્ય સંજોગોમાં શબ્દબિંબોના ભંડારમાંથી અનુકૂળ બિંબોની વીણણી કરી તેમને આપણે મૂર્ત સ્વરૂપ આપીએ છીએ. ૨ જુઓ વાંયે (Vendryes) Language, પા. ૬૫ અને પછીનાં.
અર્વાચીન ભાષાશાસ્ત્રના આ વિચારોની ઝાંખી આપણે અઢી હજારથી વધારે વરસ પહેલાનાં ભારતવર્ષના ભાષાશાસ્ત્રીઓનાં લખાણોમાં કરી શકીએ છીએ. નિરક્તકાર યાસ્ક (ઈસુપૂર્વે ૬ઠ્ઠી૭મી સદી) પોતાના કોઈ પૂર્વાચાર્ય ઔદુમ્બરાયણને મત નોંધે છે: “વચન માત્ર (ઉચારણના) અવચોમાં જ શાશ્વત છે એમ ઔદુમ્બરાયણ (માને છે).” એટલે કે ભાષાધ્વનિઓ ઉચ્ચારણઅવચવોથી છટા પડી શ્રવણેન્દ્રિથનો સ્પર્શ કરે અને અર્થબોધ થાય એટલા પૂરતા જ અસ્તિત્વમાં હોય છે, તેમની અંતઃકરણ ઉપર કોઈ શાશ્વત છાપ પડતી નથી. આ મત તે સમયથી જાણીતી થએલી શબ્દના નિયત્વ-અનિયત્વને લગતી ચર્ચાનો એક પક્ષ છે. શબ્દનું ખરું સ્વરૂપ શાશ્વત માનતો બીજો પક્ષ સમય જતાં વૈચાકરણોના ફોટવાદ તરીકે પ્રસિદ્ધ થાય છે. વૈયાકરણોમાં પતંજલિ વગેરેએ, મીમાંસકોમાં જૈમિનિ વગેરેએ, અને આલંકારિકોમાં આનંદવર્ધન, મમ્મટ વગેરેએ આ વિષય સારી રીતે ચર્યો છે (જુઓ, લક્ષમણ સરૂપકૃત “નિરુકતીનું અંગ્રેજી ભાષાન્તર પા. ૬ ઉપરના ઉલ્લેખો અને પા. ૨૦૩ ઉપરનાં ટાંચણ ). એ ધ્યાનમાં રાખવા જેવું છે કે વૃત્તિકાર દુર્ગાચાર્ય (આ. ઈસવી ૧૩મી સદી) વર્ણદ્વારા વ્યક્ત થતો વિનાશી શબ્દ અને તેની બુદ્ધિ પર પડતી અવિનાશી છાપ એ બે વચ્ચે સ્પષ્ટપણે ભેદ પાડે છે. અને તેમને માટે અનુક્રમે “શબ્દવ્યક્તિ” અને “શબ્દાકૃતિ” (સરખાવો અંગ્રેજી સંજ્ઞા verbal inage) એવી સંજ્ઞાઓ યોજે છે. પ્રાચીન ભારતના વિદ્વાનોના ભાષા વિશેના વિચારો શબ્દની વૃત્તિઓ, અભિહિતાવરવાદ, અન્વિતાભિધાનવાદ, વગેરે)ની અર્વાચીન ભાષાશાસ્ત્રની દષ્ટિએ મુલવણી ચવાની ઘણું જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org