________________
૬૪ ] મારતીય વિદ્યા
[ વર્ષે રૂ
વ્યાપારો (Phonetie processes) કેવી રીતે પ્રવર્તે છે તેનો કંઈક ખ્યાલ આવ્યો હતો. અભ્યાસ વધતાં તેમના પરિક્ષળની વધારે ને વધારે પીછાણ થતી ગઈ. પણ હજી જોઇતી ચોક્કસાઇનો અભાવ હતો. જેમ જેમ અભ્યાસનું ક્ષેત્ર વિસ્તરતું ગયું, ખીજાં ભાષાકુળોનાં બંધારણ અને ઇતિહાસ તપાસાવા લાગ્યાં, તેમ તેમ, ફલિત થતા નિર્ણયોમાં પ્રથમ જે અસ્પષ્ટતા હતી, તે દૂર થવા લાગી. બીજાં શાસ્ત્રોમાં જે ઝીણવટ અને ચોક્કસાઈ જરૂરી ગણાતી તેમનો ભાષાશાસ્ત્રીય અભ્યાસમાં પણ આગ્રહ રખાવા લાગ્યો. એક ભાષાની બે પૂર્વાપર ભૂમિકાઓની તપાસણીદ્વારા ધ્વનિઓમાં થયેલા વિકારોનો સમાવેશ કરતા જે ધ્વનિનિયમો (Phonetic laws) તારવવામાં આવતા, તે પહેલાં તો ‘સગવડિયા’ કહી શકાય તેવા હતા; કેમ કે માત્ર મુખ્ય મુખ્ય ઘટનાઓની સમાનતા ધ્યાનમાં લઈ તેમને આધારે અનુમાનો દોરાતાં, જે કેટલીક ખૂંચતી હકીકતો આ નિયમોનો છડેચોક ભંગ કરતી દેખાતી તેમની તરફ નજીવા અપવાદો, અનિયમિતતાઓ તરીકે દુર્લક્ષ કરવામાં આવતું પણ હવે તો આવા અપવાદોનેય આવરી લેતા બીજા પેટા-નિયમોની તપાસ કરવામાં આવતી. હતી આમ ધ્વનિ –નિયમોની સાર્વત્રિકતા પર વધુ ને વધુ ભાર મૂકાતો ગયો. પરિણામે ઓગણી શમી સદીના છેલ્લા ચરણમાં “ધ્વનિ નિયમો જાણે કે આંખો મીચીને જ – અન્યનિર્પેક્ષપણે–એક પ્રકારની અબાધિત અનિવાર્યતાથી પ્રવર્તે છે” એવો, ધ્વનિાપારોને અણુઘટતું અતિમહત્ત્વ આપી દેતો અને તેથી અતિ-ગણનાની કોટિમાં મૂકી શકાય તેવો નાદ ઉભો થયો. આનું એક અગત્યનું પરિણામ એ આવ્યું કે નિ–નિયમોના અપવાદોને શાસ્ત્રીયપણે સમાવવામાં સાદૃશ્યનું તત્ત્વ કેવું કામ કરી રહ્યું છે એ
સ્પષ્ટ થતું ગયું; અને ભાષાના વિકારક બળોની થએલી તલસ્પર્શી તપાસને લીધે ધ્વન્યાત્મક અળો ( Phonetic forces) નો પણ ભાષા-વિકાસમાં કેટલો અસામાન્ય ફાળો છે, એ લક્ષમાં આવ્યું. પહેલાં જેની “ આભાસી સાદૃશ્ય” (false analogy) કહી કુત્સા કરાતી, જેની તરફ ધ્વનિ-નિયમોના વિરોધી અને અનિયમિતતાઓના ઉત્પાદક તરીકે કરડી નજરે જોવામાં આવતું, તે સાદૃશ્યનો સ્વભાવ ખરા રૂપમાં જણાતાં એ પ્રકારના ખ્યાલો દૂર થયા, અને ધ્વનિ-નિયમોના અગત્યના સહયોગી અને પૂરક તરીકે તેને ઉચિત સ્થાન અપાયું.
આથી ભાષાકીય અભ્યાસની પદ્ધતિમાં પણ દૂરગામી પરિવર્તન થયું. શરૂઆતમાં જ્યારે થોડા સીધાસાદા ધ્વનિ નિયમોની અસર નીચે, ઉપરછલ્લી સમાનતાને અણુઘટતું મહત્ત્વ આપી, ઝીણી ઝીણી વિગતોની કડાકૂટ કર્યાં વિના ઝટ દઈને શબ્દોની વ્યુત્પત્તિ રજૂ કરવામાં આવતી, ત્યારે ભાષાદેહનો રૂપ-પલટો સમજાવવો એ રમતવાત લાગતી. એથી ઉલટું ધ્વનિ-નિયમોનું ધોરણ કડક થયું ત્યારે કેટલીક વાર તો એવી સ્થિતિ આવીને ઉભી રહેલી કે મૂળ નિયમને વશ વર્તતા શબ્દો કરતાં અપવાદો અને અનિયમિતતાઓ વધી પડે. સાદશ્યના સિદ્ધાન્તે જ આવીને ઘટતી વ્યવસ્થા આણી અને સમજાવ્યું જેમ કેટલાક શબ્દો આડું – અવળું પગલું ભર્યાંવિના સરળ રસ્તે ઉતરી આવે છે તેમ બીજા કેટલાક શબ્દો એવી અંતર્ય અટપટી ગલીકૂંચીઓમાંથી પસાર થઈને આવે છે, કે તેમની રખડપટ્ટીના પ્રેરક બળો તદ્દન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org