________________
અંજ]
લોકકથા અને દેવકથા
:
આ ઉદાહરણોને ઝીણવટથી તપાસતાં એક વસ્તુ છુપી નહિ રહે. આવી લૌકિ વ્યુત્પત્તિમાંથી કોઈ કોઈ વાર લોકકથાઓ કે દેવકથાઓ પણ ઘડી કાઢવામાં આવે છે. માહ્મણ ગ્રન્થોમાંથી આપેલા ઉદાહરણોમાં આ વધારે સ્પષ્ટપણે દેખાશે. ‘શચીપતિ’ (=અળનો સ્વામી' ર્મેન્દ્ર) એ શબ્દમાંથી શચી' (ઇંન્દ્રાણી) આ રીતે જ ઘડાણી'. સંસ્કૃત કોશોમાં શીવ શબ્દ નટ' એ અર્થમાં આપ્યો છે. શબ્દની વ્યુત્પત્તિ ચર્ચાસ્પદ છે. આ શબ્દનો રામાયણમાં આવતા કુદરા અને વ સાથે એશક સંબંધ છે. પણ કોઈ એમ માને છે કે કુશ અને લવ રામાયણમાં આવા પ્રકારના વીરચરિત કાવ્યના પહેલા પાઠક તરીકે રજૂ થયા છે, તેથી તેમને આધારે થોડાઘણા
અભિનય સહિત આખ્યાન કરનાર દરેકને માટે અને છેવટે નટ માટે, ‘ કુશ' અને ‘લવ’ જોડાઈ અનેલો ‘ કુશીલવ’ શબ્દ પ્રચલિત થયો. પણ મને બીજો મત ખરો લાગે છે. માણભટ કે ચારણને કંઈક મળતા સૂત અને માધોમાંથી કોઈ વિશિષ્ટ વર્ગને માટે મૂળ રુશીહવ શબ્દ પ્રચલિત હશે. પછીથી રામાયણ જ્યારે આદિકાન્ય ગણાવા લાગ્યું હોય ત્યારે કે તે પહેલાં આખ્યાનરૂપ કાવ્યના સૌથી પહેલા પાઠક તરીકે રુશીવ માંથી રા અને રુન્ય ઉપજાવી કાઢવામાં આવ્યા હોય. રામાયણના ‘ ઉત્તરકાંડ’ની પ્રક્ષિપ્તતા અને કુશ અને લવના કૃત્રિમરીતે થએલા જન્મની કથા આ અનુમાનને ટેકો આપે છે. તેવી જ રીતે, અર્થવવેદનાં એક સૂક્ત(૧-૧૧–૩)માં પ્રસવના અધિષ્ઠાતા તરી કે સૂચન (સરસૂ॰ ‘જન્મ આપવો’) દેવનો ઉલ્લેખ છે. ખરી રીતે સૂચન જેવો કોઈ શબ્દ જ નથી; પણ પુષ્ટિના દેવ પૂર્ ના ધ્વનિસાતૃશ્યથી એ સૂક્તકારે ક્ષણિક તરંગમાં સૂષન દેવ ઘડી કાઢેલ છે.
કેટલીક લોકકથા કે દેવકથાના સર્જનમાં આદિ ઉદ્ભવસ્થાન તરીકે આવી છોકરમતિયા કે અસમંજસ લાગતી લૌકિક વ્યુત્પત્તિઓ હોય છે. એ આના ઘણી અચરજ પમાડે તેવી લાગે પણ તેનાં કારણો તપાસતાં તેમાં નવાઈનું તત્ત્વ જરા પણ નહિ દેખાય. સામાન્ય જનતાનું માનસ હમેશાં સરળતાપ્રેમી અને ધોકાપંથી વૃત્તિવાળું હોય છે. તેમાં તેને કંઈક કંઈક સાદૃશ્યને આધારે શમિયોની ટોળાબંધી કરી દેવાની ખાસિયતનો આધાર મળે છે. એટલે જ્યારે તે શબ્દો પર વ્યાધૃત શાય છે ત્યારે તે લાકડે માંકડું વળગાડવા જેવું જ કરે છે. દેખતી રીતે મોંમાથા વિનાના લાગતા ગમે તેવા એ શબ્દોને તોડીફોડી કંઈક નવું ઉપજાવે છે કે એ અર્થોનો ખીચડો કરે છે. અનુકૂળ સંજોગો મળતાં આવા શબ્દાંશો કે સંકરશબ્દો ભાષામાં
સ્થાન પામે છે, આમાં કથાસર્જક કલ્પનાનું બળ કામ કરી રહ્યું હોય તો માત્ર વ્યુત્પત્તિ આગળ ન અટકતાં લોકમાનસ કથાસર્જન સુધી પણ પહોંચી જાય છે. ધ્વનિઓની ગરમડ
આથી શબ્દના ધ્વનિર્દેહમાં થતી ગરબડ કે તેના અર્થમાં ઉભા થતા ગૂંચવાડા પર પણ પ્રકાશ પડે છે. પરભાષાનો વિશિષ્ટ ધ્વનિરચનાવાળો શબ્દ કાને પડતાં ૬ આ માટે જીઓ “દેવકથાસૃષ્ટિ તેનાં સર્જક બળો, સર્જન અને વિકાસ ”, પ્રસ્થાન આષાઢ, ૬ સરખાવો મેકડોનલ ( Modonell): Sanskrit Dictionary, કુશશબ્દ શબ્દ નીચે
૧૯૯૬.
Jain Education International
सादृश्यनुं स्वरूप [ ७१
For Private & Personal Use Only
www.jainelibrary.org