________________
અંજ ૨ ] નાળપંચમી ા તેના હેલો,મતિઓ અને વસ્તુનો પરિચય [o
જોઈ ગયા. એટલે જ્યાં ગુરુભેદ અને સમયભેદ સ્પષ્ટપણે બતાવવામાં આવ્યો હશે ત્યાં તો પંચમી કથાના રચનાર મહેશ્વરસૂરિ તે તે મહેશ્વર સૂરિથી જુદા એમ બેધડકપણે કહી શકાશે.
* આવશ્યક સપ્તતિ’ ઉપર ટીકા લખનાર મહેશ્વરસૂરિ વાદિદેવ સૂરિના શિષ્ય હતા તેથી, ‘કાલિકાચાર્ય કથા’ પ્રાકૃતમાં લખનાર મહેશ્વરસૂરિ પલ્લિવાલ ગચ્છમાં થઈ ગયા તેથી, ‘વિચાર રસાયન પ્રકરણ'ના રચનાર મહેશ્વરસૂરિ સં. ૧૫૭૩ માં વિદ્યમાન હતા તેથી, દેવાનંદ ગચ્છના મહેશ્વરસૂરિ ગભેદે તથા સં. ૧૬૩૦ માં થઈ ગયા તેથી, ‘સિદ્ધાંતોદ્ધાર પ્રકરણ’ના રચનાર મહેશ્વરસૂરિ વર્ધમાનસૂરિના શિષ્ય હતા તેથી, અને ‘શબ્દ ભેદ પ્રકાશ,’ ‘લિંગભેદ નામ માળા,’ ‘વિશ્વકોષ,’ અને ‘શબ્દ પ્રભેદ’ ના લખનાર ચારેય મહેશ્વરસૂરિઓ અર્વાચીન દેખાય છે તેથી એ નવેય મહેશ્વરસૂરિઓ ‘જ્ઞાન પંચમી’ કથાના લેખક મહેશ્વરસૂરિ કરતાં ભિન્ન છે એ નિર્વિવાદ છે. હવે રહ્યા એક ‘સંયમ મંજરી'ના લખનાર મહેશ્વરસૂરિ જે પ્રસ્તુત ‘જ્ઞાન પંચમી કથા’ના લેખક મહેશ્વરસૂરિ હોય એવી સંભાવના રહે છે, અપભ્રંશ ભાષામાં ‘સંયમ મંજરી’ નામનો પ્રકરણ ગ્રન્થ લખનાર મહેશ્વરસૂરિએ તે ગ્રંથમાં પણ પોતાના સમય વગેરે વિષે કશો ઉલ્લેખ કર્યો નથી. પોતાના ‘હિસ્ટરી ઓફ ઈન્ડીઅન લિટરેચર’ ભાગ. ૨. માં વિન્ટરનિ ‘સંયમ મંજરી’ના લખનાર મહેશ્વરસૂરિને હેમહંસસૂરિના શિષ્ય ભૂલથી માનીને હેમચંદ્રસૂરિના સમસામયિક અથવા ૧૩૦૯ પહેલાં તો અવશ્ય થયેલા માને છે. ‘કાલકાચાર્ય કથાનક’ના કર્યાં મહેશ્વરસૂરિ અને સંયમમંજરીના મહેશ્વરસૂરિ અન્ને એક છે એમ કલ્પી, ‘કાલકાચાર્ય કથાનક ’ની તાડપત્રીય પ્રતિ ઈ. સ. ૧૩૦૯ માં લખાયેલી મળી આવેલ છે તે ઉપરથી સંયમમંજરીના રચનાર મહેશ્વરસૂરિ ૧૩૦૯ પહેલાં મોડામાં મોડા થયા હોવા જોઇએ એમ ગણી તેઓ હેમહંસસૂરિના શિષ્ય છે એમ આગળ કહ્યું તેમ ભૂલથી માની તેમને હેમચંદ્રસૂરિના સમસામયિક બનાવે છે. આ આખી વિચારસરણિ ભૂલ ભરેલી દેખાય છે. પહેલાં તો એ કે કાલકાચાર્ય કથાનક’ના રચનાર મહેશ્વરસૂરિ તેજ ‘સંયમમંજરી’ના રચનાર મહેશ્વરસૂરિ, મેં આગળ કહ્યું તેમ, માનવાનું ખાસ કાંઈ કારણ નથી. તે ઉપરાંત, મહેશ્વરસૂરિ હેમહંસસૂરિના શિષ્ય હતા એ ખોટું છે કારણ કે ઉલટું હેમહંસસૂરિ (પૂર્ણચંદ્રસૂરિ શિષ્ય)ના શિષ્ય ‘સંયમમંજરી’ નામના પ્રકરણ ગ્રન્થ ઉપર પ્રાકૃત-સંસ્કૃત કથાઓથી અલંકૃત વિસ્તીર્ણ વ્યાખ્યા રચી પ્રકરણકાર તરફનો પોતાનો આદરભાવ વ્યક્ત કર્યો છે. એટલે પૂર્ણચંદ્રસૂરિ શિષ્ય હેમહંસસૂરિ શિષ્ય તો વૃત્તિકાર થયા, નહિ કે પ્રકરણકાર; અલમત્ત, પોતાની એ વ્યાખ્યામાં વ્યાખ્યાકાર હેમહંસસૂરિ શિષ્ય પણ પ્રકરણકાર મહેશ્વરસૂરિ સંબંધે કશું જ લખતા નથી, મહેશ્વરસૂરિ ‘સંયમમંજરી'ના રચનાર હતા એ પણ કદાચ વ્યાખ્યાકાર જાણતા નો’તા કારણ કે મહેશ્વરસૂરિ શબ્દ પ્રયોગને બદલે તેઓ પ્રકરણકાર કહીને જ લેખકને ઓળખાવે છે. આ હેમહંસસૂરિ શિષ્ય તે કદાચ હેમસમુદ્ર
૫૮ નુ ઘુ, પટટ્ટુ ની સાતમા પાનિોંધ,
ૐ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org