________________
अंक १] नाणपंचमी कहा-तेना लेखको, प्रतिओ अने वस्तुनो परिचय [३३ દુ ” “જૈન ગ્રન્થાવલિ મહેશ્વરસૂરિ રચિત “ભવિષ્યદત્તાખ્યાન' (૨૦૦૦ ગાથાલીંબડી)નો બીજો ઉલ્લેખ પૃ. ૨૨૮ ઉપર કરે છે તે પણ “પંચમી કહા” વિષેનો જ સમજવો. આ “વિસ્મયત્ત કહા” કે જેનું બીજું નામ “સુય પંચમી કહા° પણ છે તેનો રચનાર ધનપાલ છે અને તે ધનપાલ ઘર્કટ વંશનો હતો. તેની બાવીસ સંધિઓ છે. આ કથા અપભ્રંશમાં લખાયેલી છે અને તેનો નાયક ભવિષ્યદત્ત રાજા છે. જ્ઞાનપંચમીના ફળનું તેમાં વર્ણન કરેલું છે. તેનો લેખક ધનપાલ પોતે જ પોતાનો પરિચય આપતાં કહે છે કે તેના પિતાનું નામ માસર હતું અને માતાનું નામ ધનશ્રી હતું. તેનું પદ્ય લખાણ ધવલ અને પુષ્પદંત કવિના લખાણ સાથે સરખાવી શકાય તેવું છે. તેની અપભ્રંશ હેમચંદ્રના અપભ્રંશ કરતાં પ્રાચીન લાગે છે પણ તે ઉપરથી તેની અને હેમચંદ્રની વચ્ચે બે સૈકાનું અંતર હોય એમ કલ્પી તેને દશમી સદીમાં મુકવાનું યુક્તિયુક્ત લાગતું નથી. ઉલટું, ઈસવી સનની બારમી સદી આસપાસ થયો હોવાનું સામાન્યપણે સ્વીકારાયું છે.
ધારાધીશ મુંજને અને ભજનો પણ અતિ માનીતો, સરસ્વતી બિરૂદને પ્રાપ્ત થયેલ, પાઈયલચ્છી”“તિલક મંજરી” વગેરેનો રચનાર વિપ્ર સર્વદેવનો પુત્ર ધનપાલ ઉપર્યુક્ત ધનપાલ કરતાં બીજો અને તેના પછી થયો હોવાનું મનાય છે.
ભવિસ્મયત્ત કહા’ના રચનાર ધનપાલને વિન્ટરનિલ્ટ, યાકોબીને અનુસરી, દિગબર જૈન શ્રાવક કહે છે. ઘર્કટવંશ એજ ઉપકેશ– ઊકેશ વંશ અને ઊકેશ એટલે ઓસવાળ વંશ એવું પણ કથન જોવામાં આવે છે. સારાંશ એ કે વિક્રમની અગીઆરમી સદીમાં કે તે પહેલાં થઈ ગયેલા શ્વેતાંબરાચાર્ય શ્રી મહેશ્વરસૂરિ રચિત પ્રાકૃત ગાથામય પંચમી કથાના દસમા કથાનક ભવિષ્યદત્ત ઉપરથી ઈસવીસનની બારમી. સદીમાં થયેલ મનાતા ઘર્કટવંશ વણિક દિગંબર જૈન ધનપાલે ભવિસ્મયા કહા અથવા સુયપંચમી કહા’ અપભ્રંશ ભાષામાં રચી.
૧૦ મોહનલાલ દલીચંદ દેસાઈ કૃત “જૈન ગૂર્જર કવિઓ' (જૈ. ગુ. ક), પ્રથમભાગ, મુંબઈ, ૧૯૨૬, પૃ. ૩૭,
૧૧ આથી વિરુદ્ધ અભિપ્રાય માટે જુઓ ઉપર્યુક્ત પુસ્તકનું પૃ.૩૮. તથા જે. સા. સ. ઈ. નું પૃ. ૨૩૦ ઉપરનું વાકચ “ ધનપાળ કવિ લગભગ દસમી સદીમાં થયો.” એજ પુસ્તકના પૃ. ૧૮૮ ઉપર
આ પૈકી ભવિષ્ય દત્ત કથા પરથી ઘર્કટ વણિક ધનપાલે અપભ્રંશમાં ભવિસ્મયત્ત કહા- પંચમી કહા રચી જણાય છે” વાકય લખેલું છે. મહેશ્વરસૂરિ ઈ. સ. ના દશમા સૈકામાં પ્રાયઃ થયા એમ તો શ્રી. દેસાઈ તેજ પુસ્તકના પૃ. ૧૮૭ ઉપર કબુલ કરે છે તો પછી મહેશ્વરસૂરિના “પંચમી કથા તર્ગત ભવિષ્યદત્ત કથાનકનો આધાર લઈ “ભવિસયત્ત કહા લખનાર ધનપાલને દશમી સદીમાં કયાંથી મુકશે ? ૧૨ જુઓ ઉપર્યુક્ત ૫. ભા. ગ્ર. સ. ના પ્રાસ્તાવિક (અંગ્રેજી) પૂ. ૬ર ઉપરની પહેલી પાદનોધ. ૧૩ વિન્ટરનિÖકત “હિસ્ટરી ઓફ ઈન્ડીઅન લિટરેચર, વ. ૨. પૃ. ૫૩ર ઉપરની ચોથી પાદનોંધ. ૧૪ ઉપર્યુક્ત પુસ્તકનું પૃ.૫૩૨. ૧૫ ઉપર્યુક્ત. ૫. ભા. ગ્ર. - પૃ. ૩૨૭ તથા પૃ. ૩૩૯ / ૧૬ ઉપર્યુક્ત જે. સા. સં. ઈ.પૃ.૫૩ ઉપરની ૪૪૧ મી પાદનોધ. ૧૭ સરખાવો ઉપર્યુક્ત જે. ભાં. ગ્ર. સ્.ના પૃ. ૪૪ ઉપરનું નિસ્રોક્ત વાક્યઃ-સાજં સિદ્ધા चर्कठवणिग्वंशोद्रवधनपालनिर्मिता.........अपभ्रंशा भविस्सयत्त कहा (पञ्चमीकहा) अस्या एव પાના ઉપર અહિંઆ એક વાત ખાસ સ્પષ્ટ કરી લેવા લાયક છે. એક “પંચમી ચરિઅ?
રૂ.1.5.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org