________________
३० ] भारतीय विद्या
[ વર્ષ રૂ
-अन्या अपि बह्व्यष्टीकाः स्वदेश- परदेशप्रसिद्ध पण्डिप्रतका
"જીતાઃ સન્તિ
પ
મુનિચન્દ્ર નામના અનેક જૈન વિદ્વાનો ગ્રન્થકારો થઈ ગયા છે, તેમાંથી ક્યા મુનિચન્દ્રે ‘નૈષધ’ની ટીકા લખી તે કહેવું મુશ્કેલ છે. બૃહદ્ (વડ) ગચ્છમાં મુનિચંદ્રસૂરિ નામે એક સુપ્રસિદ્ધ ગ્રન્થકાર થયા છે, પરંતુ તેમનો સ્વર્ગવાસ સં. ૧૧૭૮માં થયો હતો, જ્યારે નૈષધ”ની રચના વિક્રમના તેરમા સૈકાના પૂર્વાર્ધમાં થઈ છે, એટલે આ ટીકા તેમની તો ન જ હોઈ શકે. ઉપર્યુક્ત સૂચિની પ્રસ્તાવનામાં શ્રીજિનવિજયજીએ ધ્યાન દોર્યું છે કે વિક્રમના પંદરમા સૈકા પૂર્વે લખાયેલા ગ્રન્થોનાં નામ જ એ સૂચિમાં છે. અર્થાત્ સૂચિ મોડામાં મોડી પંદરમા સૈકામાં લખાયેલી હશે. આ જોતાં મુનિચન્દ્રસૂરિની નૈષધ’ટીકાનો સમય પણ ત્યાર પહેલાંનો માનવો જોઇએ.
-
C
રચન્દ્ર- વિક્રમના સત્તરમા સૈકામાં થયેલા સુપ્રસિદ્ધ જૈન વિદ્વાન્ ‘કૃપારસકોશ’કાર શાન્તિચંદ્રના શિષ્ય રતચંદ્ર · નૈષધ' ઉપર ટીકા લખી છે. આ ટીકાની હાથપ્રત જાણવામાં આવી નથી, પણ તેનો ઉલ્લેખ રત્નચંદ્રે પોતાની ‘રઘુવંશ’ટીકામાં કર્યો છે ં એટલીજ માહિતી તેના વિષે મળે છે. ચંદ્ર એક વિદ્વાન ગ્રન્થકાર અને ટીકાકાર હતા. તેમણે સં. ૧૬૭૧માં ‘પ્રથ્રુસ્રચરિત' મહાકાવ્ય, સં. ૧૬૪માં મુનિસુન્દરસૂરિષ્કૃત ‘અધ્યાત્મકલ્પદ્રુમ’ ઉપર ‘ કલ્પલતા' નામની ટીકા, સં. ૧૬૭૬ માં ‘સમ્યકત્વસઋતિકા ’ ઉપર ગૂજરાતી ખાલાવોષ તથા સં. ૧૬૭૯માં ધર્મસાગર ઉપાધ્યાયના મતના ખંડનરૂપે ‘કુમતાહિવિષ– જાંગુલિ' નામે ગ્રંથ રચ્યો છે. આ સિવાય તેમણે પોતાના ગુરુના ‘કૃપારસકોશ’ ઉપર તથા કેટલાક સ્તોત્રો ઉપર પણ ટીકાઓ લખેલી છે.
૨૪. ‘પુરાતત્ત્વ,’ પુ. ૨, અંક ૪માં શ્રીજિનવિજયજીનો લેખ, ‘સંસ્કૃતાદ ભાષાના વ્યાકરણ, કોષ, છંદ કાવ્ય અને અલંકારાદિવિષયક કેટલાક પ્રધાન ગ્રંથોની એક ટુંકી યાદી'. ઉપર આપેલા અવતરણમાં ચંતુ પંડિત તથા વિદ્યાધરની ટીકાઓની નોંધ છે. શ્રીહર્ષના પૌત્ર કમલાકરગુપ્તનું ભાષ્ય ઉપલબ્ધ નથી, પણ જો તેનું શ્લોકપ્રમાણ સાચું હોય તો એ ટીકા ગ્રંથ કેટલો વિસ્તૃત હશે એની કલ્પના કરવી પણ કઠિન છે. ૨૫. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૮૬૩
૨૬. એજ, પૃ. ૨૪૧-૪૩
૨૭. જૈન સાહિત્યનો ઇતિહાસ, પૃ. ૫૭
૨૮. એજ, પૃ. ૫૭-૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org