________________
zazs usel
બ્લોક ૮-૧
ઢાઢાળ – ૧
IIIIIII
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
द्रव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधा मतं । अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत् चरमं मतम्॥
(અષ્ટક પ્રકરણ ૮-૧) શાસ્ત્રકાર મહારાજા ભગવાન્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા ભવ્યપ્રાણીઓના ઉપકારને માટે અષ્ટકજી નામના પ્રકરણને રચતા થકાં પ્રથમ દેવગુરૂ આદિનું સ્વરૂપ બતાવ્યું દરેક મતવાળા પોત પોતાના સ્થાપના દેવને દેવ તરીકે માને છે. વૈષ્ણવો વિષ્ણુને માને છે, સ્માર્ત બ્રહ્માને માને છે, મુસલમાન પેગંબરને માને છે. દરેક મતના સ્થાપકો દરેક મતમાં દેવ તરીકે ગણાય છે. તેમ જૈનોમાં જિનેશ્વર દેવ તરીકે મનાય છે. આટલી વાત સીધી ધ્યાનમાં આવે છે. પણ એક માણસ કાચને હીરો કહી દે. બંને ચળકે તો છે, માત્ર ચળકાટ દેખ્યો છે. હજુ હીરાપણામાં ઉતર્યો નથી. હીરો એવો કાચ, કાચ એવો હીરો. હીરા અને કાચને દેખીને આ એવો એ, અને એ એવો આ એમ કોણ બોલે ? હીરાની સ્થિતિ વિશે પરીક્ષામાં ઉતરેલો બંને સરખા ન ગણે. જવેરી જીવન અને કલચરમાં સરખાવટ ન બોલે, તો કાચ અને હીરામાં બોલેજ શાનો? દરેક મતના પ્રવર્તકો દેવ તરીકે મનાયા. જે મતમાં જે પ્રવર્તક તે દેવ તરીકે મનાયા છે તેમ જૈનમાં જિનેશ્વર દેવ તરીકે મનાયા છે.
હા અષ્ટક પ્રકરણ
૧