Book Title: Ashtak Prakaran
Author(s): Anandsagarsuri
Publisher: Anand Prakashan

View full book text
Previous | Next

Page 115
________________ હું સેવામાં રહું.' ભગવાને કહ્યું છે ઇંદ્ર એવું થતું નથી, થશે પણ નહીં કે કોઇની મદદ તીર્થકર કેવળજ્ઞાન મેળવે. કેવળ કાયિક મદદ પણ કેવળજ્ઞાનમાં ન લેવી. વિનંતી કરી ઊભા રહેનારાની કાયિક મદદનો નિષેધ કર્યો. મરણાંત ઉપસર્ગો ભલે આવે. પણ કોઈની મદદે કેવળજ્ઞાન ઊભું ન કરું. તીર્થંકરનો રિવાજ હું કોઈની મદદ ન લઉં તેમ નથી. પણ તીર્થકરો કોઈ પણ ઇંદ્રની કે દેવતાની મદદથી કેવળજ્ઞાન ઉપજાવે નહીં. કેવળજ્ઞાનની વાત નથી, પણ કેવળજ્ઞાન ઉત્પન્ન કરવામાં સાધન પરિષહ ઉપસર્ગો છે. મનુષ્યને રોગ ઉત્પન્ન થતો માલુમ નથી પડતો પણ તેની ચિકિત્સા ? ક્ષય, શરદી થતી હોય તો માલુમ ન પડે. પણ થયેલા રોગની દવા? આંતરડા ઊંચા થાય તો કરવી પડે. કર્મો બંધાય તે તમને માલુમ નથી પડતા, પણ ઉદય થાય અને ભોગવવા પડે તે વખતે આંતસિયા ઊંચા આવે. ક્ષ્મ તોડવાના બે રસ્તા. વરની દવા બે પ્રકારે છે. કાં તો લાંઘણ કાં તો કડવા ઓસડો. તેમ કર્મ બંધાઈ ગયા છે. આત્મા ભારે થયો છે. હવે તેના બે રસ્તા છે. કાં તો તપસ્યા કરે, પરિષહ ઉપસર્ગમાં સ્થિર રહે. કાં તો દુર્ગતિમાં જઈ સફર કરી તોડે. સમજુ મનુષ્ય રોગ ઉપર-તાવ ઉપર દવા ખાવા કરતાં કપથ્ય ઉપર કાબુ મેળવે. તાવ આવે ને મિષ્ટાન્ન ખાય તો? ડાહ્યો દરદી દાણો પણ ન ખાય. ફાંકા કરી દેવા. ઉના પાણી સિવાય કંઈ નહીં. એ અજીરણ જેવું લાગે. તાવનું પૂર્વરૂપ લાગે તે વખતે લાંઘણ ખેંચે તો બચી જાય. પણ ડકાર આવે છે. શરીર તૂટે છે. એવા વખતમાં મિષ્ટાન્ન ઉડાવ્યું તો? તેમ આપણે કરમથી ઘેરાયેલા છીએ. જડ જેવી સ્થિતિમાં જીવન ગુજારીએ છીએ. એવા કરમ કરવાનું બંધ ન કરીએ, પરેજી ન પાળીએ. તો પરિસ્થિતિ શી સર્જાય? કર્મનો વિકાર રોકવાના રસ્તા તપસ્યા. નિર્યુક્તિકાર મહારાજ કહે છે કે તીર્થંકર મહારાજને જન્મથી ત્રણ જ્ઞાન છે. કશું ન કરે તો પણ આ ભવે મોક્ષે જવાના જવાના ને જવાના. દીક્ષા વખતે ચાર જ્ઞાન છે. કદી તપસ્યા ન કરે તો દેવતા પૂજે ક્યાંથી ? પણ ગર્ભથી, જન્મથી વગર તપસ્યાએ પણ દેવતાથી પૂજાયા છે. જેઓ ગર્ભ અને જન્મથી પૂજઈ રહેલા છે જેઓનો ખીલો મોક્ષને અંગે ચોક્કસ ઠોકાઈ ગયો છે. પછી તેમને તપસ્યાની શી જરૂર? મોક્ષ ચોક્કસ છે. દેવેન્દ્રો જન્મથી પૂજી રહ્યા છે. મારે વેત્ મધુ વિતે ઘરના આંગણે મધપુડો ભરેલો હોય તો ડુંગરે મધ લેવા કોણ જાય? એ તપસ્યા કરે ન કરે તો પણ મોક્ષ નક્કી કરેલો હતો. તીર્થકર, ગણધર કે કેવળી તે જ ભવે મોક્ષે ( જાય. વગર તપસ્યાએ પણ મોક્ષ મળવાનો હતો. તપસ્યા ન કરે તો મોક્ષ ચાલ્યો જવાનો આEDરણ. . ૧૦૨ શીતથી 121!!HEI) Ed li[T[]BEF ELL' WARE જતી HANDાની કાકી 13 ના કરતા

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138