Book Title: Ashtak Prakaran
Author(s): Anandsagarsuri
Publisher: Anand Prakashan

View full book text
Previous | Next

Page 128
________________ ૩૧ ૩૨ ૩૩..... ૩૩ ૩૭ ૪૦ ૪૧ ૪૧ ૪૩ ૪૪ ૪૫ ૪૧..... ૫૧ ..... ૫૨ ૫૩ ..... ..... ..... ..... ..... ..... .**** ..... ..... રોકો તો કર્મ તોડવાની તાકાત તમને વધારે આવશે. આથી સંવરને પ્રથમ અને નિર્જરાને પછી સ્થાન આપ્યું. પહેલા સંવરની જરૂર ક્યારે સમજાય ? જ્યારે આશ્રવનું નુકશાન સમજાય ત્યારે. જૈનોએ તે દેવ પ્રદર્શક તરીકે માન્યા. સૂર્ય પ્રવર્તક નથી, પ્રદર્શક છે. કાંટા-કાંકરાને સૂર્ય બનાવતો નથી, પણ બતાવે છે. તેમ જિનેશ્વર મહારાજ ધર્મ અધર્મને બનાવતા નથી, પણ બતાવે છે. અન્યમતના મુદ્દાપ્રમાણે ‘કરે તે ભોગવે.’ પણ જૈનના મુદ્દામાં શું છે ? પ્રતિજ્ઞા ન કરે ત્યાં સુધી પાપનો ભાગી છે. (ન વિરમે તે ભોગવે) પ્રતિજ્ઞા લોપે તે મહાપાપી. એ વાક્ય પ્રતિજ્ઞા લીધેલી હોય તેને શોભે છે. પહેલાનું જ્ઞાન હતું તે દીવો કે સૂર્ય થયા એટલે ઉત્ક્રુત થયું. મા-બાપ આપણને જન્મ આપે. આપણે કોઇ વખત તેમને જન્મ આપીએ. અરસ-પરસ બન્નેને ઉપગાર તળે દબાવવાનું છે. પણ ત્રિલોકના નાથ તીર્થંકરનો આપણે કયો ઉપગાર કરવાના ? વાંદરા ચંચળ ખરા પણ પોતાનું વન છોડીને ક્યાંય જાય નહિં. આ અંદર ભરાએલો વાંદરો(મન) ત્રણે જગતમાં જાય. મનપ્તિ અયં विश्वे भ्रमति. હળદરનો રંગ હવાથી ન ઉડે, તડકે ઉડે. (આપણા માટે) ધર્મનો આ રંગ હવાથી ઉડે. જ્યોતિષ્ક વૈમાનિકમાં અસંખ્યાત વખત પૂજા કરવાનો વખત આવવાનો. જગતમાં એવું કોઇ રાજ્ય નથી જ્યાં પ્રજા કરતાં લશ્કર વધારે હોય. પણ અહીં પ્રજા કરતાં લશ્કર વધારે છે. અહીં એવું છે કે આત્માના એક પ્રદેશ ઉપર અનંતાનંત કર્મવર્ગણા વળગેલી છે. નાભીના આઠ પ્રદેશ નિર્મલ છે-તે કર્મના કબજામાં નહીં. પહેલ વહેલા જિનેશ્વરના સમાગમમાં આવનારને વીર્ય ન ઉછળે તો અભવ્યની શંકા થાય છે. જીવ અજીવ છે એ જ્ઞાનને પ્રવૃત્તિ નિવૃત્તિને અંગે ઉપયોગી બનાવવું જોઇએ. ત્યારે આશ્રવ કહેવો પડ્યો. ઉપદેશકે પ્રથમ પોતે તૈયાર થવું. જિનેશ્વર મહારાજાઓએ ગૃહિલિંગે અને અન્ય લિંગે સિધ્ધ થવાનું માન્યું, લોકોને કહ્યું, પણ પોતે સ્વલિંગમાં જ દાખલ થયા. ચોવીશ ૧૧૫

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138