Book Title: Ashtak Prakaran
Author(s): Anandsagarsuri
Publisher: Anand Prakashan

View full book text
Previous | Next

Page 127
________________ પરિરિાષ્ટ તા. ૧ વિશિષ્ટ વાક્યો પૃષ્ઠન. વિશિષ્ટ વાડો. ૨ . “જિન” એ ગુણનિષ્પન્ન નામ છે. ૭ . તીર્થકર નામકર્મની સત્તા શાસ્ત્રકારે અંતઃકોડાકોડ સાગરોપમમાં થોડો ઓછો કાળ બતાવ્યો છે. ૮.... અરિહંત મહારાજાનો ઉપગાર આત્માની રિધ્ધિ દેવા તરીકેનો માને તે સમકિતી. બાહ્ય પુદ્ગલ દેવા તરીકે ઉપગાર માને તે મિથ્યાત્વી. ૧૨ ..... “કરશે એ ભોગવશે, નહીં કરે એને કંઈ નહીં. એ જૈન મતનો સિધ્ધાંત નથી. એ સિધ્ધાંત પુન્યમાં લ્યો. ૧૬..... પાપ કરવાનો તે તો ભોગવવાનો. પણ અનુમોદન આપનારો કે સામેલ થનારો પણ પાપ ભોગવનારો જરૂરી છે ૧૭. રસોળી કપાવીને તેજાબ દ્વારા જ્યારે મૂળથી બાળે, ત્યારેજ રસ પહોંચતો બંધ થાય. કપાવે તો પણ વધે છે. તે પ્રમાણે, પાપ ન કરવું તે કપાવવા જેવું છે. અવિરતિને પાપ માની પચ્ચખ્ખાણ કરો ત્યારે તેજાબ દ્વારા મૂળથી બાળ્યું કહેવાય. ૧૯... યોગ અને કષાય ભળે ત્યારે અને અવિરતિ એકલી હોય ત્યારે બંને વખત કરમ જુદી જાતનાં બંધાય. ૨૨. પથ્ય કુપથ્ય ટાળવું એ જગતનું થરમામીટર સૂચવતું નથી. પણ ત્રિલોકના નાથ તીર્થંકર મહારાજા કર્મનો તાવ સૂચવે છે અને તેના કારણો બતાવે છે તેમજ તેને રોકવાના ઉપાય પણ બતાવે છે. ૨૪. પાંચ પરમેષ્ઠિમાં નિરોગી થઈ નિકળનારા સિધ્ધ મહારાજા.. ૨૪. અવિરતિ અનાદિથી લાગેલી છે એની પ્રતીતિ થાય તે સમ્યક્ત. ૨૫.....દેવલોકાદિ સુખની ઇચ્છાએ અભવ્યો, મિથ્યાષ્ટિઓ ધર્મ કરે. ૨૫. અન્યધર્મી આત્માને જ્ઞાનનો આધાર માને પણ જ્ઞાનમય નહિ. ૨૭. આત્માને આધારે શરીર છે પણ નેતા જડ છે. આત્માને ચાહે જેટલું દેખવું હોય પણ આંખ અનુકુળ ન હોય તો દેખી ન શકે. ૨૭.. જગતને આંખ જુવે છે પણ પોતાને જોતી નથી. આંખને અરીસો મળે તો જ આંખ આંખને જુવે. એમ આ આત્મા આત્માને સર્વજ્ઞ ભગવાનના આગમરૂપી અરીસો મળે તો જ જોઈ શકે. (૩૧ ... પહેલા વિકાર રોકવા કે કર્મ રોકવા? પહેલા વિકાર રોકો. વિકારો ક, ' ' ( ૧૧૪

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138