Book Title: Ashtak Prakaran
Author(s): Anandsagarsuri
Publisher: Anand Prakashan

View full book text
Previous | Next

Page 129
________________ તીર્થકરો સ્વલિંગ ગ્રહણ કરીને મોક્ષે ગયા છે. ૬૦. ઔદંપર્યથી શુધ્ધ તત્ત્વની શુદ્ધિ તે આગમતત્ત્વ. ૬૨. ધર્મને બતાવનાર બને તો ધર્મ અનાદિનો માની શકાય, ૬૭ ... આ ભવમાં જે પુણ્ય ભોગવીએ છીએ તે પાછળનું ભોગવીએ છીએ. જઠરા કોને પચાવે છે? જુનાને. અહીંથી ઉતરે તેવું આંતરડામાં જઈ પચવા નથી માંડતું. ખોરાક લીધા પછી પરિણામ ત્રણ ક્લાકે પામીએ છીએ. ૭૪ તીર્થંકર નામકર્મ છોડી નિયમ રાખ્યો કે જે જે કર્મ વેદાય તે તે કર્મ બંધાય. ૭૫...... પ્રથમ આયુષ્યનો ઉદય થાય. કોઈપણ ગતિ કે ભવમાં પ્રથમ ઉદય આયુષ્યનો. પહેલા ભવના છેલ્લા સમયે આહાર, શરીર પછી પણ આયુષ્યનો ઉદય. પહેલા ભવના છેલ્લા સમયે બીજા ભવના ઉદય વગર પહેલાનું પૂરું થાય નહીં. ૭૬ ..... . નિગોદમાં કાયા હોવા છતાં કાયા ન કહીએ તો ચાલે. સંસારમાં બીજા એવા જીવો નથી જે પોતાના જોગ બીજાની હિંસાના કારણ ન બને. અયોગી કેવળીપણું કે જ્યાં મોક્ષનું બારણું ત્યાં પણ તેમના જોગ પહેલાં કર્યા છે તે પણ હિંસાનું કારણ થવાનું. જ્યારે નિગોદના જીવો પોતે કોઈને હણે નહીં, ન બીજાથી પોતે હણાય. ૭૫..... આયુષ્યનો કાર્પણ કાયયોગને અંગે ભોગવટો નહીં. જન્મ્યા ત્યાં જ ભોગવટો શરુ. ૭૬ .... અજવાળાં કરતાં પણ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવના શરીરના પુદ્ગલો વધારે બારીક છે. ૮૦.... અવિરતિમાં કર્મબંધ માત્ર જૈન શાસન માને છે. ૮૬ .... બુધ્ધિના બારણાં ન ખુલી શકે ત્યાં શ્રદ્ધાની જરૂર છે. » આત્મા ઘડાની માફક બનવાવાળી ચીજ હોય તો તેનું પૂર્વ અને ઉત્તર સ્વરૂપ હોવું જોઇએ.(અર્થાત્ આત્મા કોઈએ બનાવ્યો નથી, અનાદિ છે.) સ્થાપનાને અને દ્રવ્યને ન માને તેઓને પોતાને પોતાનું મુખ દેખવું વાજબી નથી. ૯૩. કર્મના નાટકને ટકવાનું સ્થાન બાહ્ય પદાર્થ સિવાય કંઈ પણ નથી.' ૯૮ .... જ્ઞાનાવરણીયનું ખસવું મોહનીયના ખસ્યા વગર બનતું નથી. મોહ ખસ્યો હોય અને જ્ઞાનાવરણીય ન ખસે એમ બને(૧૨મેં ગુણઠાણે તેમ બને), જ્ઞાનાવરણીય નથી ખર્યું ને મોહ નથી ખસ્યો તેમ પણ બને (૧૧ મે ગુણઠાણે તેમ છે), પણ જ્ઞાનાવરણીય ખર્યું ને મોહ નથી ખસ્યો તેમ ન બને. અષ્ટક પ્રકરણ ૧૧૬ ) I. ૮૮.... " I LANI TANT તારી મારી લીધી . આ

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138