________________
કર્મરાજા કેદ એવી રીતે કરે કે આત્માના ગુણમાં જોડ ન કરાય. પુદ્ગલની જાળમાં કેદ કરે. સેંટહેલીનામાં કેદી થયેલો ટપાલ સ્પંથ મુદ્રા દેખે તો બ્રીટીશ, ફ્રેન્ચ તરીકેનું સ્વપ્ર પણ દૂર રહે.
મરાજાની કેદ કઈ રીતે માનશું ?
આ આત્મા કર્મરાજાની કેદમાં સપડાય તો સવાર સાંજ સ્વપ્રમાં પુદ્ગલને જ દેખે. આત્મ-સ્વરૂપનું નામનિશાન પણ જોવા ન મળે. આવી રીતે આપણા આત્માનો કબજો ગયો. કેદમાં પડ્યો. એવી વખતે છોડાવનાર કોણ મળે ? આજની સત્તાઓ વચનને ધોઈ પીવા તૈયાર છે, પણ ચીનનું મંચુરીયા ખવાઈ ગયું. એબીસીનીયા ખવાઈ ગયું. વચન આપી થૂંકીને ચાટ્યા કરે. આમાંથી જે લડાઈ કરે તો બધાનો શત્રુ સમજવો. પારકી પંચાતે એક પણ બારક્સ ખોવું પાલવતું નથી. તો બક્યા હતા કે બોલ્યા હતા ? પ્રતિષ્ઠા ઉપર પાણી ફરી ગયું, તેમ આ દુનિયાના બધા આત્માઓ કરમ રાજાની કેદમાં પડ્યા હતા. તો જિનેશ્વરને શી પડી હતી કે વચમાં પડે ? જિનેશ્વરે આપણી અનાદિની કેદ છોડાવી. અહીં તારે કબજામાંથી છૂટવું નથી તો પણ મારે તને છોડાવવો છે. આત્મા જાગતો થયો નથી, કેદ સમજ્યો નથી. જિનેશ્વરે એ સમજાવીને આત્માને કહ્યું : આ તારૂં છે, આત્માના અદાનું છે, કરમકાકાનું નથી. કરમકાકાએ કબજો લીધો છે. તારી મિલકત સંભાળ. ન આવે તો પણ તારી જોડે રાખ. આવી ઘરધણીને નથી પડી. આ તો કજીયાખોર દલાલ થયાને ? કેટલાક વકીલો એવા હોય છે કે ઘરધણીને મિલકતની ખબર ન હોય, કોરટમાં જવા ન માંગે તો કેટલાક વકીલ ‘કબજે લાવી દઉં’ એમ કહેનાર પણ હોય છે. જિનેશ્વરને તેવા ગણવા ને ? મને આપવું તેમ પણ કહેનાર વકીલ હોય છે, પણ આ તેવા નથી.
તીર્થંકર મહારાજા ક્બજો અપાવે છતાં બદલામાં કાંઈ લેતા નથી.
આ તો કહે છે : હથિયાર સામગ્રી લશ્કર હું પૂરું પાડું. તું કબજો લે ત્યારે આપણે બે સરખા બનશું. એવા આ તીર્થંકર મહારાજા છે. મંચુરીયા રૂશિયાથી મુક્ત કરું છું. રૂશિયા ખસે તો ચીનના હાથમાંથી લેવું રમત વાત છે. મંચુરીયા દાનત દેખાવમાં જુદી હતી. કૈવલ્યસિધ્ધ થાય તો પણ તીર્થંકર મહારાજાએ તેની પાસેથી કંઈ લેવાનું નહીં. સ્વતંત્ર કરાર છે. તારે તારું તમામ રાખવું. એવા ત્રિલોકનાથ તીર્થંકર મહારાજા છે. તેમણે ચોરોને અને લૂંટારુને હઠાવવા લશ્કર પૂરું પાડ્યું. અવિરતિના લૂંટારું હંમેશા આપણને લૂંટી રહ્યા હતા. તેને હઠાવવા પચ્ચક્ખાણનું લશ્કર પૂરું પાડ્યું. અવિરતિ આત્માને ગાંઠતા નહતા. સરહદના તાયફાવાળા ગાંઠતા નથી, માત્ર એક જ રસ્તે ગાંઠે. બંબગોળાને માર ચાલે ત્યારે નાસીપાસ થઈ ઘરમાં ભરાવું પડે. તેમ ભવ્ય જીવોને પ્રત્યાખ્યાન રૂપે વિમાની કાફલો પૂરો અષ્ટકરણ | TET ( ૧૧૨