________________
આત્મા ખરો, પણ તે આત્માના કબજામાં નથી. કબજો કરમરાજાનો છે. તેથી ચીજ કોરટ દ્વારા લેવી પડે. કબજામાં આવેલી ચીજ છોડવી પડે તો કૂતરાનેય મુશ્કેલ પડે છે. કૂતરો કબજો ન છોડે. ગલીની માલિકી તમારી છે, એને દસ્તાવેજ નથી, ટેક્સ ભરવો નથી પણ તે ગલીનો કબજો કૂતરાનો હોય છે. જ્ઞાન, દર્શન, વિર્યાદિક કબજામાં આવેલી ચીજ કેમ કર્મ શત્રુ છોડે? અનામત કિંમતી ચીજ છૂટવી મુશ્કેલ તો આત્માની અમૂલ્ય ચીજ જ્ઞાનાદિક કર્મરાજને કબજે ગયેલી કેમ છૂટે? ત્રીસ વરસનો ભાડૂત થાય. તો ઘરધણી સાવચેત ન રહે તો? તો આત્મા અનાદિનો આંધળો ન ચેતે તો કર્મ માલિક ન થાય તો બીજું શું? અનંત કાળના અંધારામાં કબજો લઈ બેઠેલો કરમરાજા તેના કબજામાંથી કેમ છોડાવાય?
આત્માનો ક્બજો મેળવવાની તક કઈ?
રાજસંક્રાંતિનો વખત હોય તે વખતે કબજો લઈ લેવાય. રાજની ઉથલપાથલનો ટાઈમ હોય તો તેમાં જોરાવર થઈ કબજો લઈ લેવાય. ગ્રંથિભેદ એ સંક્રાંતિનો ટાઈમ ગણાય. અહીં ઉથલપાથલ એ જ ગ્રંથિ ભેદ. આ કર્મની કટારમાં જીવ દબાયેલો હતો. તેમાં જ સેવા કરતો હતો. ભવની છાયા છોડી મોક્ષના મહેલમાં મહાલવાની મરજી થાય છે, પણ કટારમાં છત્રછાયા માનતો હતો. આ મારા સગા વહાલા એમ કરતો હતો. પછી તે પલટાયો. જુલમગાર જે રાજ્યને જુલમગાર માને ત્યારે જ સંક્રાંતિનો વખત ગણાય. અહીં ભવચક્રમાં કર્મરાજાની કટારને કલ્યાણ તરીકે માનતા હતા. તેને સંક્રાંતિ થઈ ત્યારે જુલમગાર માનીએ. મને કર્મરાજાએ રખડાવ્યો. એણે મારી ચીજ લૂંટી લીધી. સંક્રાંતિની જડ કઈ?
રૂપિયામાં લયલીન. અમેરિકામાં વોશીંગ્ટન સંક્રાંતિ કરનાર તેમ અહીં જડ કઈ? ત્રિલોકના નાથ તીર્થંકર ભગવાન, તે સિવાય બીજો કોઈ નથી. કુટરાજ નીતિના કબજે પડી જેઓ દારૂમાં, રંડીબાજીમાં ચકચૂર બન્યા, જુગારમાં જોડાયા તે રાજવીઓ રાજ તરફ નજર ક્યાંથી કરે ? તો પછી આ આત્મા કર્મની કઠોર કુટરાજ નીતિમાં કબજે થઈ વિષયાદિકમાં જોડાયો તો આત્મા તરફ નજર કરે ક્યાંથી ? કરોડોની આવક હોવા છતાં રંડીબાજી આદિમાં રાજવી જોડાઈ જાય તો છેવટે અમલદારને રાજ સોંપી દેવું પડે. આણે તો “તું કરજે એટલું પણ ન રાખ્યું. ચક્રવર્તીપણા જેવી સ્થિતિ હોવા છતાં કેદમાં પડેલો દારૂડિયો રંડીબાજ જુગારી રાજાની શી વલે ? તેમ આ કેદમાં પડેલો ચક્રવર્તી રાજ્યને જોવા પણ ન પામે. રાજની હદની નજીકમાં કેદ ન કરે પણ એના રાજથી છેક હદે કેદ કરે. નેપોલીયનને કેદ સેંટહેલીનામાં કર્યો. ફ્રાંસમાં નહીં. ક્રોંજીને દક્ષિણ આફ્રિકામાં કેદ કર્યો, ટ્રાન્સવાલમાં નહીં.
કે 1 | Liા કરે છે, મરી