________________
પાડ્યો. કહ્યું : પ્રતિકૂળતા તમારા બળવાખોરો છે, ધાડપાડુઓ છે, તે બધાને સામનો કરવો પડશે. આગળ વધુ કહ્યું ઃ તેને પંપાળવા હોય તો મારી સાથે વાત ન કરશો. પ્રતિકૂળ મિત્ર રાજ્યમાં મિત્ર તરીકે જોડાવું હોય તેણે શત્રુ સામા વોર ડીક્લેર કરવી પડે. અહીં જેને અવિરતિની સામે જાહેરમાં લડાઈ ન કરવી હોય તેને જિનેશ્વર કહે છે કે દૂર રહેજો. ‘ગળે વળગી ડૂબો ને મને ડૂબાડો' તેમ ન કરશો. ડૂબતો હોય તેને બચાવે તો ગળું પકડે તો બે ડૂબે, એકે ન બચે. તેમ મારી સાથે જોડાઈને અવિરતિ સામે પ્રતિકૂળ ન થવું હોય તેણે જિનેશ્વરના પગ ન પકડવા, પ્રતિકૂળ એકલા શત્રું સામે લડાઈ જાહેર કરીને બરોબર મર્યાદાસ૨ વર્તવું જોઈએ.
ન
લડાઇમાં ફાવટ ક્યારે ?
ચૌદની લડાઇમાં બ્રીટીશરો, ફ્રેંચો, જર્મનો જુદા જુદા રહી લડવા પામ્યા-ત્યારે ન ફાવ્યા. જ્યારે એક જનરલ થયો ત્યારે ફાવ્યા. જિનેશ્વર જનરલના હાથ નીચે રહી લડો તો ફાવો. અમે જે મર્યાદા કહીએ તે મર્યાદામાં રહી લડવાનું. એ મર્યાદાસર માત્ર નથી. પણ રહ્યાનું-થનું બધાની વચ્ચે પ્રતિજ્ઞા કરવી તેનું નામ પ્રત્યાખ્યાન. તે બે પ્રકારના : એક દ્રવ્યથી ને બીજું ભાવથી - એમ પચ્ચક્ખાણ કરે. સંજોગ હતો માટે કરવું પડ્યું, મારે કરવાની જરૂર નહતી, બધા કરે તો કરવું પડે, બધા કરે તો અમે તૈયાર છીએ, અમે ફળ દેખતા નથી. તેમ અવિરતિથી ખસ્યો થકો પ્રત્યાખ્યાનના પચ્ચક્ખાણ કરે. ‘પણ શું કરીએ ?’ તેવો હીજડો ન જોઈએ. બે બાજુ ઢોલકીવાળો ન જોઈએ. વિરતિના પક્ષનું બોલે, પણ અંદરથી સડેલો હોય તે કામનો નહીં. તે દ્રવ્ય પચ્ચક્ખાણવાળો ગણાય. ભાવ પચ્ચક્ખાણવાળો અવિરતિથી સાવ છૂટાછેડા. યાવચંદ્ર દીવાકરૌ સુધી. હંમેશ માટે જાહેરસભામાં સરખી રીતે પ્રત્યાખ્યાન કરે તે ભાવ પ્રત્યાખ્યાનવાળો કહેવાય. આ સમજીને ભાવ પચ્ચક્ખાણ પાળશે તે આ ભવ પરભવને વિશે મોક્ષ સુખને વિષે બિરાજમાન થશે.
અષાઢ સુદ-૯ વિ.સં. ૧૯૯૨, ૨વિવા૨ લક્ષ્મી આશ્રમ, જામનગર.
૧૩