________________
જે કલ્યાણની મર્યાદા બતાવી છે તેમાં ટકીશ. પ્રતિકૂળતામાંથી છૂટી મર્યાદામાં રહીશ, સાજય ત્યાગ કરીશ, મોક્ષમાર્ગમાં ચાલીશ, કલ્યાણબુદ્ધિ રાખીશ એ મર્યાદાનું હું કથન કરું છું. શાનું ? પાપ નહીં કરું. અનાદિ પ્રવૃત્તિથી પ્રતિકૂળ પણે શાસ્રમર્યાદા પ્રમાણે હું બોલું છું : પન્નવામિ અને વોસિરામિ. અહીં બે કેમ કહ્યા ? અનુકૂળતા જણાવી. કથન કર્યુંછોડું છું. આથી પ્રત્યાખ્યામિ અને વોસિરામિ. બંને વસ્તુ કહેવી પડે. એમ અવિરતિના કરાતાં પચ્ચક્ખાણ બે પ્રકારે છે.
જાસુસો ન ખસે એવું જગતમાં સ્થાન નથી. રાજા મહારાજાઓના મહેલોમાં જનાનામાં જાસુસો ઘૂસે છે. તેમ મોહરાજાના જાસુસો ક્યાં ઘૂસે છે તેનો પત્તો નથી. ભક્તિ બે પ્રકારની. વફાદારીના પચ્ચક્ખાણમાં જે પ્રતિકૂળ ગણો છો તે હદે પણ હજુ તે મોહરાજાના જાસુસો આવે છે. પણ તેમ થયેલું પચ્ચક્ખાણ તે દ્રવ્ય પચ્ચક્ખાણ કહેવાય છે. પચ્ચક્ખાણ બે પ્રકારનું. એક દ્રવ્યથી ને બીજું ભાવથી. જાસુસને ઓળખવો મુશ્કેલ છે. અહીં દ્રવ્ય પચ્ચક્ખાણ ઓળખવું શી રીતે ? જે પચ્ચક્ખાણ કરતાં લાલચ હોય, વીર્યની મંદતા હોય, અનુત્સાહ હોય, બેદરકારી હોય, તેવા પચ્ચક્ખાણ તે દ્રવ્ય પચ્ચક્ખાણ સમજવા. જાસુસ અને વફાદારને ઓળખો. મારું મેળવવા લાયક હોય તો મોક્ષ અને તેનું સાધન જિનેશ્વરે પચ્ચક્ખાણ કહ્યું છે. આવી બુદ્ધિનું જે પચ્ચક્ખાણ તે ભાવ પચ્ચક્ખાણ. જે પચ્ચક્ખાણ પૌદ્ગલિક ઇચ્છાએ, નિરૂત્સાહથી કે વેઠથી કરે તે પચ્ચક્ખાણ મોહ રાજાની છાયાવાળા દ્રવ્ય છે. જ્યારે તેથી વિપરીત થાય છે તે ભાવ પચ્ચક્ખાણ સમજવા. અપેક્ષા આદિએ કરાય તે દ્રવ્ય પચ્ચક્ખાણ. જેમાં અપેક્ષા રહિત પણું છે- તે ભાવ પચ્ચક્ખાણ. આમ દ્રવ્ય-ભાવ પચ્ચક્ખાણ બે ભેદે છે. તેનું સ્વરૂપ જણાવ્યું. હવે તેનો વિસ્તાર અગ્રે વર્તમાન.
હૈ જિજ્ઞેશ્વર ભગવાત ! અન્ય દેવોમાં સમભાવવાળી બે ચક્ષુઓ નથી, પ્રસમુખ તથી, હથિયારથી શુન્ય બે હાથ તથી
અને સ્ત્રીઓથી રહિત ખોળો તથી. એ હેતુથી એ દેવોની મૂર્તિ મોક્ષને માટે કેવી રીતે થાય ? અર્થાત્ ત જ થાય.
: