Book Title: Ashtak Prakaran
Author(s): Anandsagarsuri
Publisher: Anand Prakashan

View full book text
Previous | Next

Page 119
________________ નાના-નો કે દહાડાનો હતો તો અનાદિનો રોગ કેટલો સડો બાકી રાખે? અને તો કાપ્યા સિવાય બીજો | રસ્તો નથી. અનાદિની અવિરતિ ખરેખર સડો છે. તેને લગીર રાખે પાલવશે નહીં. સડાનું શેષ પણ રહે તો નવો સડો ઊભો રહે. અવિરતિનો અંશ રહે તો આખી નવી અવિરતિ | ઊભી કરે. વાદ કરવા આવેલા ગૌતમરવામીએ સર્વવિરતિ કેમ લીધી ? તીર્થંકર મહારાજાએ અવિરતિ સડાને કાપવાનો રસ્તો એટલે ઓજાર આપણને આપ્યું છે. અને તે ઓજાર જ સર્વ વિરતિ છે. હવે સહેજે ખુલાસો થશે કે ગણધર મહારાજ આવ્યા વાદ કરવા, તેમને દીક્ષાનો સંબંધ શો હતો? વધારેમાં વધારે વાદમાં એક જીતે એક હારે. અહીં તો પોતે કબૂલ કર્યું કે અમારા સંશય કહે તો સર્વજ્ઞ માની લઈએ. સંશયનું સમાધાન પણ કર્યું. ગૌતમ સ્વામીએ પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે ભગવાન મહાવીર મહારાજ સંશય કહે તો સર્વજ્ઞ માની લેવાના હતા. સમાધાન કરવાથી સર્વજ્ઞ માને તેમ હતું. “તમને જીવનો સંશય છે તેટલું કહી મહાવીર મહારાજાએ મૌન પકડવાનું હતું. સંશયમાં નિર્ણયને કામ ન હતું. “જીવ છે કે નથી તેવો તને સંદેહ છે. પણ જીવ સાબિત કરવાની જરૂર શી? જીવ છે – એ વાત સાચી. તે ગૌતમસ્વામીની શંકા નીકળી ગઈ. તમે અહીં સાધુ પાસે પ્રશ્ન કરી નિર્ણય કરો છો. શંકા ટાળી. મહારાજ જ્ઞાની છે. ત્રીજું કંઈ થાય છે ? તેમ ગૌતમસ્વામીને એટલું જ કરવું હતું. પણ દીક્ષાને શો સંબંધ? દીક્ષાનો સંબંધ એજ કે જીવ ઓળખાવ્યો તે સાથે અવિરતિનું ભયંકરપણે પણ ઓળખાવ્યું. તેને કાપ મૂકવાની આ કરવત છે. દરદ સમજે, કાપવાને સમજે -તેવા દરદીના હાથમાં કરવત આપે તો કાપવામાં વિલંબ કરે ખરો? ભયંકર સડેલા અંગને કપાવવામાં દરદી આજીજી કરે. સાહેબ! જલ્દી કાપી નાંખો કહે. જલ્દી ઓપરેશન કરાવી નાંખે. એમ અહીં પંડની પરખ થઈ, રોગ પારખ્યો, જેણે સડાને દૂર કરવાનું સાધન આ મહાપુરુષ પાસે છે તેમ માલુમ પડે તે સડો કાપવામાં વિલંબ ન કરે. તેથી ગણધરોએ એક ડગલું પણ પાછા ફર્યા વગર સર્વવિરતિ લીધી. અવિરતિ સડાને કાપવાનું ઓજાર કેવળ સર્વવિરતિ પચ્ચકખાણ. પઢાણ' શGદનો અર્થ. એ પચ્ચક્ઝાણમાં શબ્દાર્થ વિચારીએ તો પ્રત્યાખ્યાન. બોલેલા શબ્દનો પણ પૂરો ખ્યાલ નથી. પ્રતિ મા થાત્ (પ્રતિ આ ખ્યાન) આ ત્રણ ભેળા કરો ત્યારે પ્રત્યાખ્યાન શબ્દ બને. આ મુદ્રાલેખ કર્યો. અનાદિનું જે વર્તન થયું તેનાથી પ્રતિકૂળ રાજીનામું અપાવે છે. શબ્દથી રાજીનામું અપાવે છે. અનાદિથી જે પ્રવૃત્તિ હતી તે પ્રવૃત્તિથી હું નીકળું છું. પ્રતિકૂળ થઈ (નિકળીને) ક્યાં ટકીશ? તીરથી ખસી નદીમાં જાય તો? એટલે શાસ્ત્રકારે - hisી, 1 SEE '1ની : /1}* Buil hd just | Hist . * ' , , , . || \ \ \ | | | | LOS

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138