________________
'વ્યાખ્યાળ - ૧૮
दव्यतोभावतश्चेति प्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत्चरमंमतम् ॥
શાસકાર મહારાજા ભગવાન શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના | ઉપગારને માટે ધર્મોપદેશ કરતાં થકાં પ્રથમ દેવાદિકનું સ્વરૂપ જણાવી ગયા. પણ જેમ માલ લેવાને માટે આડતીયો પ્રથમ ખોલવો પડે. તેમ જિનેશ્વર મહારાજા આપણા આડતીયા છે. આડતીયો માલ પૂરો પાડે. તેમ મોક્ષનો માર્ગ પૂરો પાડનાર ત્રણ જગતમાં કેવળ જિનેશ્વર મહારાજ છે. ચાર નાતીલા ભાઈઓ ભેગા થાય તો વિવાહ લગન આમ થાય આવી વાતો થાય, ગામવાળા ભેગા થાય તો વેપાર આમ થાય, દેશવાળા ભેગા થાય તો ફલાણા રાજ્ય આમ કર્યું. પણ આત્મા કેવો છે? કઈ દિશામાં હતો? કઈ દશામાં હોવો જોઈએ? કઈ દશામાં ભવિષ્યમાં વર્તવો જોઈએ ? એ વિચારને ઉત્પન્ન થવાનું સ્થાન નથી. તેવા ઉપાયોમાં જોડવો તે વાત તો દૂર રહી, પણ વાતાવરણ પણ નથી. વાતાવરણ બધે જુદા જુદા છે. અસલ વાતાવરણ ઉત્પન્ન કરનાર ત્રિલોકના નાથ તીર્થકર ભગવાન છે. એ તીર્થંકર મહારાજા આત્માના ગુણો ઉત્પન્ન થાય એવું વાતાવરણ બનાવી આપે છે. બીજે કોઈ જગો પર એ વાતાવરણ નથી.
સારી વાણી સહુને ગમે, નથી ગમતી તેમ નહીં. સારા અક્ષર સહુને ગમે છે. પોતાના ખોટા અક્ષર ગમતા નથી. પણ કાયા ઉપર કાબૂ ન હોય. વિચાર ઉપર કાબુ ન હોય તો સારી વાણી, સારા અક્ષર લાગે ક્યાંથી? પોતાનું શ્રેય હંમેશા દરેકને ગમે છે. પણ અશ્રેયના વિચારો રાત દિવસ ચાલે છે. આ જીવ સંસ્કારમાં આવેલો નહીં. તેથી સારીવાણી નીકળી નથી. કલ્યાણમાં કેળવાયેલો ન હોવાથી કલ્યાણની ઇચ્છા હોવા છતાં કલ્યાણને રસ્તે જઈ શકતો નથી. તેમ દરેકને શ્રેયની કામના છે, અશ્રેયની કામના નથી, છતાં પણ શ્રેયમાં કેળવાયેલો નથી. કલ્યાણની ઇચ્છા છતાં પ્રવૃત્તિ અકલ્યાણની રહે છે. જગતમાં કલ્યાણનું ! વાતાવરણ ન હોય તો તેના સાધનો, પ્રયત્નો ને તેના ફળ હોય જ ક્યાંથી? કલ્યાણનું વાતાવરણ, સાધન, તેની રીતિ અને ફળ જણાવનાર તીર્થકર ભગવાન છે. તે ન હોય તો આ વાતાવરણ ન હોય. જુગલીયાના ત્રણ, બે ને એક પલ્યોપમના કે કોડો પૂરવના આયુષ્ય હોવા છતાં વાતાવરણ ન હોવાથી ખાલી હાથે ચાલ્યા જાય છે. કલ્યાણની અપેક્ષાએ ખાલી
જનમ Hિ 15 મિનિટ
માં HHE '' - ; , ' ' ના'-છ ' SHARE THE IN Rite = 8 કર . . . SEEM (11- કાકા કાકી
TAT
કાકીકતમામ કાગdia | Hillllllllllllbh BIHદાંત
BigBIBILITIEWSPIRIJI'llia| Hill lllllllllllllli httધી કાયમીkilllllllhHHIIIIIINFHWAJ HHHH
૧૦૮