________________
'વ્યાખ્યાન - ૧૭
दव्यतो भावतश्चेतिप्रत्याख्यानं द्विधामतं ।अपेक्षादिकृतंह्याद्यमतोऽन्यत् चरमंमतम् ॥
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે ધર્મોપદેશ કરતાં છતાં જણાવી ગયા કે પ્રત્યાખ્યાન કરવું તે જરૂરી છે. વળી જિનેશ્વર પર શ્રધ્ધા રાખવી, ભક્તિ કરવી તે બધું અવિરતિ ટાળવાનું દલાલું છે. જે અવિરતિ એમણે બતાવી તેથી અમે તેમને ઉપગારી માનીએ છીએ. એટલે કે તીર્થંકરનું ઉપગારીપણું માનીએ તેનું કારણ એ કે આપણને અવિરતિ ઓળખાવી. આ વાટવો બતાવ્યો. તેમાં લૂગડું બતાવ્યું કે રંગ? રંગ લૂગડાથી જુદો ન હતો. રંગ સાથે લૂગડું છે જ. તેમ અવિરતિથી આત્મા જુદો ન હતો. તેથી આત્મા ઓળખાવ્યો અને સાથે અવિરતિ ઓળખાવી. અવિરતિ ને ઓળખાવે તો આત્મા ઓળખાવ્યો કે ન ઓળખાવ્યો - તેમાં ફરક નથી. ચંદ્ર સૂર્ય એ રત્નના વિમાનો છે. રત્ન બધા ઇચ્છે છે. તો ત્યાં જઈ કેમ નથી લાવતા? એવી સ્થિતિ એ દૂર રહ્યા છે. જ્યાં જવું અશક્ય છે. અશક્ય હોય પછી જાણો, તો નિશ્ચિત કરવાનો અર્થ નથી. તેમ અશક્યનું (પ્રવર્તિલાયક રહિત) જ્ઞાન મળે તો તે જ્ઞાન મળ્યું ન મળ્યું સરખું થાય. - જિનેશ્વર મહારાજાએ આત્માને શુદ્ધ ચિદાનંદમયપણે ઓળખાવ્યો. અશુદ્ધ સ્વરૂપ કેમ છે? તે ન જણાવે તો આત્માને ઓળખાવવાનું વ્યર્થ થાય. આત્માને અંગે શું કરવાનું? તે ન સમજાવે ત્યાં સુધી પહેલાં આકુમારની દશા હતી તેવું થાય.
આકુમારને મૂર્તિનો ખ્યાલ નથી, ખ્યાલ ઘરેણાનો છે. આ તે કેડે કે માથે મેલવાનું ઘરેણું છે. મિત્રએ એની પાસે ભેટ મોકલી છે. તો આ ઘરેણું હોવું જોઈએ. આને શું કરવાનું? આ વખતે યુગાદિદેવની મૂર્તિ છે પણ તેનો અર્થ કંઈ નથી. દેખી હોય, હાથમાં આવી હોય છતાં નકામી છે. કારણ એનો ઉપયોગ શો કરવો? તેનો ખ્યાલ નથી. પછીથી જાતિસ્મરણ થયા પછી યુગાદિદેવ માને છે. અહીં પણ હું આત્મા-હું આત્મા કરું એમાં કશું ન વળે. નીતિના હિસાબે પણ નાસ્તિકો બીજા જીવ ન માનવા, મોક્ષ નથી, પુન્ય-પાપ નથી, એમ કહે. પણ હું નથી-એમ નાસ્તિક પણ બોલતો નથી. બીજા જીવો નથી, પુન્યપાપ-સ્વર્ગ નથી-નરક નથી, એમ બોલે છે. પણ હું નથી તેમ કોઈ પણ બોલતું નથી. હું