________________
સુખી-દુઃખી, મેં જાણ્યું-એનો સંસ્કાર છે. હું નથી એવો સંસ્કાર કોઈ જગો પર નથી. આ આત્મા છે. એવું જ્ઞાન હંમેશા હતું.
તીર્થક્ય મહારાજાએ વિસતિવાળા આત્માને દરદને ઓળખાવ્યું.
તીર્થંકર મહારાજે નવું શું કર્યું? જે પોતાને જ્ઞાન ન હતું- “હું જાણું છું' એ જ્ઞાન તો પ્રથમથી હતું, નહીંતર સ્પર્શ રસ રૂપ ગંધને જાણે ક્યાંથી? તીર્થંકર મહારાજે નવું ખ્યાલમાં દેવડાવ્યું હોય તો હું અનાદિકાળથી અવિરતિવાળો છું.” એ જ્ઞાન કોઈ આત્માને સ્વયં થતું નથી. કોઈ દર્શનવાળાએ એ જ્ઞાન કરાવ્યું નથી. કોઈપણ મતવાળો આ જ્ઞાન કરવાનું કહેતો નથી. આત્મા અનાદિથી અવિરતિવાળો છે એ જ્ઞાન અન્ય કોઈ કરતો નથી. કહી શકતો નથી, જયારે તીર્થંકર મહારાજે આત્મા અવિરતિવાળો જણાવ્યો ત્યારે ચેતવાનું થયું. દાક્તર દરદ કહી પૈસા લ્ય છે. દવા ન આપે, દરદની જ પરીક્ષા કરી દે, તેની જ ફી. તેને અંગે એની મોટાઈ માનીએ. જડ પદાર્થની પરીક્ષા કરી દે તેમાં ફી આપીએ. તેમાં દાક્તરનું માન ગણીએ તો જેણે આત્માનું દરદ ઓળખી લીધું. આત્માનું દરદ કહેનારોઓળખાવનારો ત્રણ જગતમાં બીજો કોઈ નથી કેવળ એક જ તીર્થંકર મહારાજા. એમણે દરદ ઓળખાવ્યું ત્યારે જ આપણી આંખ ઉઘડી. કેન્સર દરદ હોય, દરદીને માલુમ ન પડે પણ તે દરદ ઓળખે તો આપણે કેટલાં ચોંકીએ છીએ? જડના દરદને અંગે ચોંકીએ, ને આત્માના દરદને અંગે ન ચોંકીએ! તો કેવા ગણાઈએ? વધારે તો દૂર રહ્યું પણ એ દરદથી જેટલા ચોંકો તેટલા તો અહીં ચોંકાવો જોઈએ ને? પાડોશી ભાડુતી ઘરવાળા છે. તે ભાડુતી ઘરવાળા પાડોશીના નુકસાનમાં જેવું ચોંકાય છે એટલું પણ ખંડના દરદમાં ચોંકાતું નથી. એને હજુ ભયંકર માન્યું નથી. કહો જિનેશ્વર ઉપગારી શાથી?
બહુમાન કરવાલાયક શાથી? અવિરતિ દરદ ઓળખાવે, તેનું ભયંકરપણું સમજાવે, તેથી જ તેમનો ઉપગાર છે. અવિરતિ ઓળખાવવાથી તેમનો ઉપગાર છે. તેમની સેવાભક્તિ તે તો બધું દલાલીમાં જાય છે, બીજું કંઈ નહીં. આત્માને અવિરતિમાં પડેલો ઓળખાવ્યો. તે ઉપગારને લીધે પૂજીએ, સેવીએ, જપીએ, થ્થાઈએ આ તે અવિરતિ ઓળખાણની દલાલી છે. આત્મા કરતાં આરીસાની કિંમત શોભાની દલાલી. ચાટલાની કિંમત કટેલા પૂરતી? જે જિનેશ્વરને પૂજીએ, જપીએ તે અવિરતિ ઓળખાણની દલાલી ગણીએ તો અવિરતિ ઉપર કેટલું હોવું જોઈએ? જો અવિરતિ ઉપર તિરસ્કાર ન હોય તો તેની સેવા-પૂજા-ધ્યાન-ભક્તિ બધું ગુણ જાણ્યા વગર કરાયેલું છે. એમનો ગુણ જાણી લેવાપૂજા કરીએ તો તો અવિરતિ ઉપર ધિક્કાર પહેલી નજરે આવવો જોઈએ. ઊંડો સડો હોય તો કાગ્યે જ છૂટકો. સડો થયા પછી કાપ્યા સિવાય બીજો રસ્તો નથી. આ સડો પાંચ પચ્ચીસ
૧૦૫ )