Book Title: Ashtak Prakaran
Author(s): Anandsagarsuri
Publisher: Anand Prakashan

View full book text
Previous | Next

Page 113
________________ કેવળજ્ઞાનના ભેદો શી રીતે ? કેવળ એક પ્રકારનું છે. તે શી રીતે? મતિજ્ઞાનના અઠ્યાવીસ ભેદ કરીને એક એકના બાર ભેદ ગણાવી - ચાર બુધ્ધિના ભેદ મેળવી કુલ ત્રણસોને ચાલીસ ભેદ કરી બેસી ગયા. | તથા શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ અને વીસ ભેદ કરી બેસી ગયા. અવધિજ્ઞાનના છ ભેદ તેમજ મન:પર્યાયજ્ઞાનના બે ભેદ બતાવ્યા. આમાં લગીર વિચારવાનું છે. અસંખ્યાતા સમુદ્રનું પાણી, પણ પાણીપણામાં ભેદ નહીં. સ્થાનને લીધે ફલાણા સમુદ્રનું કહેવાય. તેમણે કેવળજ્ઞાનના સ્વભાવમાં કોઈપણ જાતનો ફરક નથી. આકાશ જો ઘટના પોલાણમાં હોયતે | ઘટકાશ. મઠની અંદર પોલાણમાં હોય તે મઠકાશ. મંજુષા એટલે પેટીનાં પોલાણમાં હોય તે મંજૂષાકાશ. તે ભેદ પડ્યા. પણ ત્યાં આકાશમાં ભેદ ન પડ્યો. ઘડાના, ગોળીના કે ગાગરના આકાશમાં ફરક નથી. ફરક માત્ર ઉપાધિજન્ય છે. તેમ કેવળજ્ઞાનમાં આમ ફરક * * * * * * * * * * * * * * * * * * સ્વરૂપે ભેદ પડે તો પ્રથમ-અપ્રથમ, ચરમ-અચરમ આવા વિકલ્પ રહી શકશે નહીં. | ૧૦૦ છે તેમાં પ્રથમ એક-અને અપ્રથમ કહ્યા એટલે બેથી માંડી ૧૦૦. તેમ ૧૦૦ કહીએ. - તેમાં ચરમ ૧૦૦ અને અચરમ ૯૯ થી ૧ સુધી. ૯૯ ને ૧૦૦ વચ્ચે ફરક હોય તો ચરમ અને અચરમમાં ફરક ન કરી શકીએ. પ્રથમ લઈએ ત્યારે વગેરે જુદા પડે. અચરમ લઈએ | તો એક ને બે ભેગા થાય. એક ને બે વચ્ચે ફરક પ્રથમ-અપ્રથમ, ચરમ- અચરમનો. વિભાગ થવાથી સ્વરૂપે ભેદ નથી. બે મળતા છે. બીજા મુદાએ વિચારીએ તો અનંતર સિધ્ધના પંદર ભેદ રાખ્યા છે. તે સિદ્ધ થયા પહેલાંની અપેક્ષાએ. તીર્થક વળી અને સામાન્ય કેવળીમાં તફાવત. મૂળ વાતમાં આવીએ. કેવળજ્ઞાનમાં જુદાપણું નથી. સામાન્ય કેવળી કે તીર્થંકર કેવળી બેના કેવળજ્ઞાનમાં જરી પણ ફરક નથી. કેવળી મહારાજમાં કેવળજ્ઞાન, કેવળદર્શન, વીતરાગતા, અનંતવીર્ય, સુખ, યથાખ્યાત ચારિત્ર તે તીર્થકરમાં જેવા છે તેવા જ સામાન્ય કેવળીમાં છે. તો ચોવીસ તીર્થકરનેજ દેવ કેમ માન્યા? અસંખ્યાતા તીર્થકર કહો ને? ચોવીશ જ કેમ? સામાન્ય કેવળીઓને અરિહંતપદમાં લઈ ન શકાય. ચઉશરણનો ખ્યાલ હોય તેને સાધુપદમાં મન:પર્યવજ્ઞાની કેવળજ્ઞાની લીધા, અરિહંતમાં નહીં. અરિહંતમાં માત્ર ચોવીશ. તેથી જેણે ત્રીજે ભવે વિશસ્થાનક તપ આરાધ્યું છે, ત્રણ જ્ઞાન સહિત ઉપજયા છે, અજવાળું થાય તે તીર્થકરના જન્મમાં બધા કેવળીઓ ત્રીજે ભવે વીશસ્થાનક આરાધવાવાળા નિયમિત હોતા નથી. સારાસાદદાસ 11TBકારી ,બિન કાસ and in (ા , પાણી 00. ઉપર

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138