Book Title: Ashtak Prakaran
Author(s): Anandsagarsuri
Publisher: Anand Prakashan

View full book text
Previous | Next

Page 111
________________ ઉપયોગ સ્વરૂપ નથી માન્યો તેમને ભાડુતી જ્ઞાન આપ્યું છે. ખોળે લીધાથી વાંજણીપણું ન જાય તેમ આત્મામાં જ્ઞાન આવીને રહેતું હોય તો પણ આત્મામાં જ્ઞાન થવાનું નહીં. આત્માને જ્ઞાનનો આધાર માનનારા લોકો આત્માને જડ માનનારા છે. સર્વજ્ઞ મહારાજે જ્ઞાન સ્વરૂપ આત્મા માન્યો. સર્વજ્ઞ મહારાજા દરેકને જણાવે છે. તમારો આત્મા સર્વજ્ઞ છે, માત્ર આવરણ ખસેડવાનું છે, પડદો ખસેડવાનો છે. તે પણ પડદામાં રહેલું આત્માનું સ્વરૂપે પ્રગટ કરી શકો છો. એમ આખી લાઈન તૈયાર કરનાર સર્વજ્ઞ ભગવાન છે. પરમેશ્વરમાં શાના આધારે માનીએ છીએ? પડદો કોને આભારી છે? અવિરતિને એ પડદો આભારી છે. પહેલા મોહનીય ખસે, પછી જ્ઞાનાવરણીય. કૈવલ્યને રોકનાર એ અવિરતિ પડદો છે. આત્માના સ્વરૂપને બગાડનાર એ અવિરતિ પડદો છે. કેવળજ્ઞાન એ કેવલાવરણીયના ક્ષયથી થવાવાળી ચીજ છે. જ્ઞાનાવરણીય પાનને રોકે. પણ અવિરતિ મોહનીયના ઘરનું - તે જ્ઞાનાવરણીયને નડે કેમ? જેને લીધે જે થતું હોય તે પણ તેનું કારણ જોડે કહી શકાય. જ્ઞાનાવરણીયનું ખસવું મોહનીયના ખસ્યા વગર બનતું નથી. મોહ ખમ્યો હોય અને જ્ઞાનાવરણીય ન ખસે એમ બને (૧૨ મેં ગુણઠાણે તેમ બને), જ્ઞાનાવરણીય નથી ખર્યું ને મોહ નથી ખસ્યો તેમ પણ બને (૧૧ મે ગુણઠાણે તેમ છે), પણ જ્ઞાનાવરણીય ખર્યું ને મોહ નથી ખસ્યો તેમ ન બને. સર્વજ્ઞને સરાગ કહેતા નથી. કેટલાક જીવોને મોહ રહિત છબસ્થ કહીએ, મોહ રહિત જ્ઞાનાવરણીયવાળો કહેવાય. પણ જ્ઞાનાવરણીય વગરનો મોહ સહિત એવો કોઈ જીવ જગતમાં નથી. પ્રથમ મોહ ખસે, પછી જ જ્ઞાનાવરણીય ખસે. પછી મોહવાળા સર્વજ્ઞ ન થાય. પ્રથમ મોહ ખસે પછી જ્ઞાનાવરણીય ખસે. એવું જ મોહનીય છે. આથી જ નિર્યુક્તિકારે કહ્યું કે કેવલીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કષાયના ક્ષય સિવાય થતી નથી. કષાયો તૂટે ત્યારે જ કેવળજ્ઞાન થાય. કેવળજ્ઞાનને રોકનારી અવિરતિ છે એ માનવામાં હવે અડચણ નહીં આવે. એ માટે જિનેશ્વરે હથિયાર આપ્યા પછી તે તૈયાર ન થાય તો તે કઈ જાતનો હોય? જાતનો શત્રુ છે. શત્રુ સામે આવ્યો છે. બાયડીએ તલવાર લાવી આપી. તો પણ ન ઝઝૂમે તો કેવો કહેવો? રજપૂત ન કહેવાય, ધૂળીયો માટીનું પૂતળું કહેવાય. આ આત્મા રજપૂતની લાઈનનો છે. સુબુદ્ધિ સ્ત્રીએ શાસનરૂપી શમશેર આપી છે. આપણે ભવ્યની જાતમાં છીએ. અહીં શૂરાતન ન ફોરવીએ તો આપણે કેવા ગણાઈએ ? ભવ્ય છતાં શૂરાતન ન જાગે તો શું કહેવાય? જણાય શી રીતે? અહીં અવિરતિ રૂપી શત્રુને ઠાર કરવો તેનું નામ પચ્ચકખાણ છે. તેના પ્રકાર કેટલાં? વગેરે અધિકાર અગ્રે વર્તમાન. (અષ્ટક પ્રક્રણ . ( ૧૮ )

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138