________________
આત્માને ઓળખતો ન હતો. તું આત્મા છે. એ જ એમણે ઓળખાવ્યું. છતી વસ્તુ ન દેખે એટલે હંમેશનો હાથી છતાં દેખવામાં આવતો નહતો. એ તરફ લક્ષ્ય નહીં. કેડે છોકરૂને ગામે તેડ્યું. મોંમાં ગોળીને મા પાસે માંગવાના થાય છે. તેમ અહીં ખુદ આત્મા ખુદને ન જાણે, બાર ભટક્યા કરે છે. જિનેશ્વરે આત્માને જણાવ્યો.
આત્માની ઓળખાણ કરવી જોઈએ.
આત્માને જણાવતી વખતે આત્મા કંગાળ નથી તે સમજાવનાર સર્વજ્ઞ ભગવાન તીર્થંકરના આત્માને બીજાઓ ભાડુતી જણાવે છે. સ્વજ્ઞાનથી નહીં, એમણે આત્માને દેખ્યો નથી. સર્વજ્ઞ જ દેખે. સર્વજ્ઞ થાય પછી વીતરાગ થાય. તેમને વીતરાગતા ઇષ્ટ નથી. પોતાના આત્માને કે પરના આત્માને દેખતા નથી. બાપ હીરા કહે તેમ છોકરા કાચના કટકાને હીરો કહે, તેમ સર્વજ્ઞ ભગવાને જ્ઞાનથી એટલે સ્વજ્ઞાનથી આત્મા શબ્દ વાપર્યો, તેથી અનુકરણથી આપણે પણ આત્મા શબ્દ વાપર્યો, નાના બચ્ચાના હાથમાં સાચો હીરો આવ્યો. તે તેજની સ્થિતિને બાળક ન ઓળખે. ઝગઝગાટને બાળક જુએ. હીરાની સ્થિતિનું તેજ કે ગુણ ન દેખે. આત્મા ચેતનવાળો કે પ્રયોગ લક્ષણવાળો જીવ કહે તેમાં ફરક શો ? ઊંડા ન ઉતરાય ત્યાં સુધી ફરક નથી. નાને ઘરે જન્મેલો મામો ને માસી. ફરક નહીં ને ? બાપ અને ફોઇમાં ફરક નહીં ને ? સ્ત્રી અને પુરુષને અંગે ફરક છે. બાળક સ્ત્રી અને પુરુષમાં ભેદ ન સમજે. તેને બે લક્ષણનો ફરક માલુમ ન પડે. હું દાભડીવાળો કે આંખવાળો ? બે વાળો છું. દાભડી બહારની ચીજ તો પણ દાભડીવાળો કહેવાઈ ગયો. અક્કલવાળો પણ કહો છો તેમ કુટુંબવાળો પણ- એમ કેમ ? જેમણે આત્માને ચેતનાવાળો કહ્યો છે – તેઓ એમ માને છે કે આત્મામાં ચેતના આવીને રહેલી છે. જેમ બહારથી દાભડી આવી છે તેમ બહારથી ચેતના આવી છે. ખુદ હાથ દાભડીવાળો નથી તેમ ખુદ આત્મા ચેતનાવાળો નથી, તેમાં ચેતના આવીને વસી છે. તેમના મતે આત્મા એટલે જ્ઞાનનો આધાર-ભાજન, જ્ઞાનમય નહીં. આપણે જ્ઞાન લક્ષણ કહીએ છીએ. ઉપયોગ એજ એનું લક્ષણ. પેલાએ જ્ઞાનમય કેમ ન કહ્યો ? પેલાને જ્ઞાન, દર્શન, નિર્વિકલ્પ અને સવિકલ્પ દશા ખ્યાલમાં નથી. માટે બન્ને અંગે સાધારણ શબ્દનો ઉપયોગ કર્યો.
આત્માનું લક્ષણ જ્ઞાન અને ઉપયોગ.
આત્મા હંમેશા જ્ઞાનોપયોગવાલો કે દર્શનોપયોગવાળો હોય. સ્ત્રી વાંજણી નથી. એટલો જો નિશ્ચય કરી શકાય તો સંસારના વ્યવહાર માટે લાયક ગણાય. પણ વાંજણીનો નિશ્ચય થાય તો તે સંસારના વ્યવહાર માટે કામની નહીં. ઉપયોનો લક્ષળમ્ ॥૨-૮ાા આત્માનો ઉપયોગ લક્ષણ માન્યો- તો સર્વજ્ઞ થવા લાયક છે, પણ જેમણે જ્ઞાન આદિ
૩૦