________________
પાછળ મોહમાયાની સાપણો દોડી આવી રહી છે. એમાંથી એ આ જીવને બચાવે છે માટે સમ્યગ્દષ્ટિ બચાવનારને ઉપગારી અને પરમેશ્વર ગણે. પણ બચાવે ક્યાંથી? આંધળો હીરાને પરખાવે ક્યાંથી? જગતના બીજા જીવો પોતે પોતાના આત્માને દેખવા તૈયાર નથી તો જગતના બીજા આત્માને દેખે ક્યાંથી ? દયાનું સ્થાન નથી તો દિલ દઈને ઉધ્ધાર કરવાની સ્થિતિ ક્યાં રહી? દયાના સ્થાન તરીકે અવસ્થા દેખે, આત્મા પોતાના આત્માને દેખે નહીં તો બીજાના આત્માની ઉપાધિ કે ગુણો ઉપર અવરાએલા તે આવરણ કાઢવાનો ઉપાય બતાવે ક્યાંથી? તો બધા સાધુઓ ઉપદેશ આપે છે તો શું બધા સર્વજ્ઞ છે? તો હરકોઈ આત્મા બીજા આત્માને ઉપદેશ આપી બચાવે. એક માણસે સંપેતર- લાવી તમને આપ્યું. આપનારની કિંમત કે મોકલનારની કિંમત? આપનાર લાવ્યો તેટલું સારું કર્યું. પણ લેણ-દેણાનો સંબંધ કોની સાથે જોડાયો? રેલના પારસલ આવે તે રેલનો ઉપગાર માનતા હશે? એ તો જેવો માલ દીધો હોય તેઓ લાવવાના સરીગત છે.
નદીસરાનો સંદર્ભ ગુરુનો ઉપદેશ.
જે જે ધર્મગુરૂઓ આત્માને પિછાણે છે, બીજાના આત્માની દશા સમજે છે, ઉપાધિ ટાળવા ઉપદેશ આપે-તે સંપેતરા લાવનાર છે. તેથી ગુરૂ ઉપદેશ આપતા પહેલા તીર્થંકરની ને પછી ગુરૂની પરંપરા જણાવે ને પછી ધર્મોપદેશ આપે. શ્રી નંદીસૂત્રજીમાં પ્રથમ ચોવીશ તીર્થકરને નમસ્કાર કર્યા. પછી ૧૧ ગણધરને નમસ્કાર કર્યા, ને ત્યાર પછી પરંપરાગત આવેલા આચાર્યને નમસ્કાર કરી સૂત્રની રચના કરે છે. અમે સંપેતર- લાવનાર છીએ. સૂત્રાદિકની વ્યાખ્યા વખતે. ગયે ન નીવગોળ, વિયાળો નય કIÍવો કહીને આગળ તે તબૈ શ્રી ગુરુવે નમ: તે ગુરૂએ મોકલેલ આ સંપેતરુ છે. લાવનાર સારો ગણાય, પણ મોકલનારની કિંમત સાચી છે. આપણને પણ આચાર્યની પરંપરા તીર્થંકર પાસેથી શાસનનું સંપેતરું લાવી દેનાર છે. આચાર્યની પરંપરા ન હોય તો તીર્થંકરની પાસે જ રહે., આપણને ન મળે. કરોડો સાગરોપમ સુધી આચાર્યની પરંપરા ચાલી તો શાસન ત્યાં સુધી ચાલી શક્યું. સંપેતરું લઈ જનાર હોય ત્યાં સુધી સંપેતરું પહોંચે. લઈ જનાર જ્યાં ન હોય ત્યાં સંપેતરૂ ન પહોંચે. સંપેતરાને લઈ જનાર તો જોઈએ ને ? ચીજ મોંધી નથી, તેનાથી લાવનાર મોંઘા છે. અમદાવાદના ઘડા લાવવા હોય તો?
અનંતભાંગા પર્યાય સહિત સંપેતરા મોકલે છે તેટલા લાવનાર સમર્થ નથી. થોડું થોડું લાવી આપે તેટલો એમનો ઉપગાર. અહીં તીર્થંકર મહારાજે દ્વાદશાંગી થાપી. અનંતગમ પર્યાય ભંગ સહિત રચ્યું. તેમાંથી આચાર્ય ભગવંતો જેટલું લાવ્યા તેટલું આપણને મળ્યું. લાવનાર પોતાની શક્તિથી લાવે છે. તો જેટલું લાવ્યો તેટલા ઉપગાર. સંપેતરૂ લાવનાર અષ્ટક પ્રકરણ
૫