Book Title: Ashtak Prakaran
Author(s): Anandsagarsuri
Publisher: Anand Prakashan

View full book text
Previous | Next

Page 107
________________ સુખ સમૃદ્ધિ મળે તે પદાર્થો બાહ્યના ગણાય. બરફી મોં સુધી મીઠી લાગે જયારે કલ્લી આગળ કામ દેવાવાળી બને. પણ આંખ ખૂલી છે ત્યાં સુધી જ. કોઈક જાય પ મીરાણી ને કોઈ આંખ ઉઘરાણી તો અહીં જે મળે તે આંખ ખૂલી છે ત્યાં સુધી મીઠું છે. આંખ મીંચાયા પછી ઘરબાર-રિધ્ધિ-કુટુંબ કબીલો શું મીઠું છે? આંખ ન મીંચાય ત્યાં સુધી આ ચીજો મીઠી. તેમણે ગળે ઉતરી ગઈ ત્યાં સુધી જ બરફી મીઠી. સ્વમ અને સંસારમાં પૌદ્ગલિક પદાર્થ માટે સ્વમ જેવું છે. ઘટના માટે કહેવાય છે કે કોઈ જાય': આંખ મીંચ્યાથી કોઈ જાય અને આંખ ઉઘાડ્યાથી કોઈ જાય. મરી જાય તે આંખ મીંચ્યાથી જાય અને સ્વપ્રથી જાય તે આંખ ઉઘડ્યાથી જાય. રિધ્ધિ સમૃદ્ધિ મળે ને જે આનંદ થાય તેમ તમે સ્વમમાં સુતા હો ને સ્વમ આવવા માંડ્યું. ચંદ્રરત્ન મળ્યું. ચંદ્રરત્ન લઈ છ ખંડ સાધ્યા. રાજ્યાભિષેક થયો. ચક્રવર્તીપણું પાડ્યું. આવું દેખું- તે વકતે છાતી ઝાલી રહેતી નથી. આ બધું આંખ મીંચાઈ છે ત્યાં સુધી. આંખ ઉઘડી જાય તો ક્યાં ચંદ્રરત્ન ને ક્યાં છ ખંડ? નિધાનાદિક પણ ક્યાં છે? આંખ ઉઘડ્યામાં બધું ગયું. કોઈકમાં જાય આંખ ઉઘડ્યાંમાં–તો કોઈકમાં જાય આંખ મીંચ્યામાં. પણ ચાલ્યું જાય પછી કંઈ નહીં. બીજા ભવમાં ઘરની માલિકી કરવા જાય તો ધપ્પો ખાય. સ્વપ્રમાં પણ માલિકી કરવા જાય તો થપ્પો ખાય. પણ બીજી ઘટના થઈ શકે તેમ નથી. તેથી સ્વની ઘટના કરી સ્વપ્રમાં સપડાવવાનું નથી. ચક્વત અને વાસુદેવની દુર્ગતિમાં પણ કર્મવાદનો નિયમ, સ્વપ્રનો ચક્રવર્તી કે વાસુદેવ નરકે જાય તેવો નિયમ નથી, આંખ મીંચ્યાનો ચક્રી કે વાસુદેવ છે માટે. પણ ઉઘાડી આંખવાળો નરકે જ જાય. પણ સાપ ખાયને મુખડું થોથું. સાપને પોષણ કેટલું મળે? મનુષ્યના પ્રાણ જાય, સાપ ને કંઈ મળવાનું નહીં. આ જીવ દુર્ગતિના ખાતા બાંધે. લઈ લેવાનું કંઈ નહીં. આવી રીતે બાહ્ય પદાર્થો દુઃખ દેનારા છે. આત્માના સ્વરૂપને મલીન કરનારા છે. દુર્ગતિમાં રખડાવનારા છે. આવા પદાર્થો મળવાથી ઉપગાર કોણ માને ? પોતાનું સ્વરૂપ ખોવાય તેવા પદાર્થો મળે તો ઉપગાર કોણ માને? ખવાર મેળવનારને ખાસડા મળે એવાનો ઉપગાર શી રીતે માને? સમજુ સમ્યગ્દષ્ટિ મનુષ્ય બાહ્ય પદાર્થના સંજોગ પદાર્થના અર્પણને લીધે હોવાથી વિરોધ ગણે. તો અમારા પરમેશ્વર કેવા છે? આત્માને બચાવનાર રક્ષણ ક્રનાર મહાત્ ઉપકરી છે. મનુષ્ય સુતો હોય, તેને સાપ કરડવા આવતો હોય. સાપ કરડવામાં આવે છે. તેને જગાડી ખેંચી લીધો. તે કેટલો પરોપગાર માને ! તેમ આ જીવ અજ્ઞાન દશામાં સુતો છે. આપફ્રણ . ( ૧૪ )

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138