________________
જીવને દ્રવ્ય ભાગ ન હોય
જગતમાં દરેકમાં આ ચાર નિલેપા વ્યાપક છે. પણ જીવમાં દ્રવ્ય નિક્ષેપો નહીં. દ્રવ્યનિપામાં આગળ પાછળની અવસ્થા હોય જે જીવને નથી. જીવનો અજીવ કે અજીવનો જીવ થતો નથી. માટે તેની આગળ પાછળની અવસ્થા નથી. તેથી દ્રવ્ય થકી જીવ ભાંગો ન હોય. તેથી આ જીવ શાશ્વતો છે. નહીંતર દ્રવ્યથી જીવ માનવો પડત. જીવ હંમેશા છે. તો પહેલાની પાછળની અવસ્થા નથી. માટે આત્મા હંમેશા છે.
દારૂડીયા એવા આંધળાના ઘરમાં નિધાન દાટ્યું હોય, પણ દારૂમાં ચકચૂર ને વળી આંધળો-તેના ઘરમાં નિધાન છે, પણ પોતાના કામનું નહીં. અનાદિકાળથી દારુડીયાની માફક આ આત્મા બંધ હોવાથી તેને પોતાનું ભાન નહતું. આપણે સંશી અને સંપૂર્ણ પંચેદ્રિયપણું પામ્યા હોવા છતાં આત્માને ઓળખ્યો નથી. કુકા (રૂપિયાના) હિસાબ માટે હાથ-દોઢ હાથ જેટલા લાંબા ચોપડા થાય છે. આત્મા માટે બાર પાનાની નોટ પણ મળતી નથી. આત્મામાં કેટલા ગુણો છે? કેટલા ગુણો નથી? કેટલા પાપ ઘટ્યા? કેટલા પાપ વધ્યા? કાંકરાના નામામાં જીંદગી ગુમાવાય છે. પણ પોતાની જાતને તપાસવી નથી. કાંકરાને કુંકામાં જીંદગી ગુમાવાય છે. પંડને ઓળખ્યો ન હતો. ઓળખાવનાર મળ્યો નહતો. તેથી પંડની આત્માની) પડી નથી. અંધ દારૂડીયાને નિધાનની પડી ન હોય તેમ આપણને આત્માની પડી નથી. જેમ અંધને આંખ પમાડે અને સ્થિર મગજવાળો થાય ત્યારે નિધાનને દેખે તે વખતે કેટલો આનંદ થાય? તો પછી આત્માની સ્થિતિ કેટલી આનંદમય હોય ? જિનેશ્વર મહારાજાઓએ પોતાના આત્માની સ્થિતિ જણાવી. તેથી જિનેશ્વરનો ઉપગાર માનવો પડે.
હવે આત્માની રખડપટ્ટી શાથી બચે? તે ટાળવા અવિરતિ અને અવિરતિ ટાળવા માટે પચ્ચકખાણ. અષ્ટક પ્રકરણમાં બતાવેલા પચ્ચકખાણ કઈ રીતના હોવા જોઈએ ? તે અધિકાર અગ્રે વર્તમાન.
હે અરિહંત ભગવદ્ ! જે દષ્ટિ વડે આ ભવસમુદ્રમાં તમને
ન જોયા હોત તો મારી શી ગતિ થાત ?
અર્થાત્ મારી શી દશા થાત ?
- T5
કારણ
A
BA,
.